કબીર સિંહ : ચાકુ બતાવતા 'આશિક'ના નામે ખુલ્લો પત્ર- બ્લૉગ

    • લેેખક, વિકાસ ત્રિવેદી
    • પદ, બીબીસી સંવાદદાતા

પ્રિય પ્રીતિના કબીર સિંહ,

તમારા પર પ્રેમ કે ગુસ્સા કરતાં વધારે દયા આવે છે. આ દયા કોઈ ફિલ્મી કહાણીમાં તૂટેલા દિલની સાથે તમારી લાચારી પર નથી. તકલીફ કંઈક બીજી જ છે.

'પૈદા હોના. પ્યાર કરના ઔર મર જાના. 10 પર્સેન્ટ જિંદગી યહી હૈ, બાકી 90 પર્સેન્ટ રિએક્શન હૈ.'

ફિલ્મના નિર્માતાઓએ આ ડાયલૉગ તમારી પાસે બોલાવડાવી તો લીધો, પરંતુ કબીર સિંહને તે ડાયલૉગ જીવડાવવામાં તેઓ નિષ્ફળ નિવડ્યા છે.

તમારા પ્રેમી જીવનમાં તમે 90% રિએક્શનને ક્યારેય ઑબ્ઝર્વ કર્યું નથી.

કેવી રીતે કોઈનું નામ પૂછતા પહેલાં હૃદયના ધબકારા વધી જાય છે. કૉલેજના થાંભલાઓ પાછળ છૂપાઈને જોતા આંખો મળવા પર ચહેરા પર આવેલું સ્મિત હૃદયમાં શિફ્ટ થઈ જાય છે.

પહેલી વખત ચુંબન કરો તો આખું શરીર ધ્રુજી ઉઠે.

ઘૂરકતા, પહેલી વખત ચુંબન કરતા, આખા ક્લાસ વચ્ચે બધાની સામે 'મેરી બંદી' કહેતા તમારું કૅરેક્ટર પ્રેમના યાદગાર રિએક્શનને નોંધવામાં નિષ્ફળ નિવડ્યું.

એક ટૉપર ડૉક્ટર વાસેપુરવાળા અભણ ફૈઝલ ખાનને મળેલો એ પાઠ પણ ભણી ન શક્યો, જેમાં 'પરમિશન લેના ચાહિએ ન....'

મારા સહપ્રેમી કબીર, પ્રેમ આંખોમાં આંખ અને હાથોમાં હાથ મિલાવીને વ્યક્ત કરવામાં આવે છે. કોઈનું મોઢું ફોડીને પીઠ બતાવીને એ સંભળાવવામાં નથી આવતું કે 'આઈ રિયલી લવ હર મૅન.'

દયા એ વાતની આવે છે કે ફિલ્મની કહાણીમાં પોતાના એકરારનું તમારી પ્રેમિકા પર ફર્સ્ટ રિએક્શન જોવાનું તમે ચૂકી ગયા.

તમે ક્યારેય જણાવી શકશો નહીં કે જ્યારે તમે 'આઈ લવ હર' કહ્યું તો તે કેવી રીતે શરમાઈ, સ્મિત આપ્યું કે ચોંકી ગઈ.

કબીર, તમે હાલ આવેલી ફિલ્મોના સૌથી પ્રેમાળ ફૅમિનિસ્ટ હીરો બની શકતા હતા, પરંતુ તમારો ગુસ્સો અને હૉલમાં તાળી વગાડતા લોકોની કંડીશનિંગ ફિલ્મી લેખકો પર ભારે પડી.

પ્રીતિના કપડાં સૂકવવા, પીરિયડ્સમાં પ્રેમથી ખોળામાં સુવડાવીને તકલીફથી રાહત આપવી, કોઈ પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી સામે સાચું બોલવું કે ફિઝિકલી હેલ્પ જોઈએ અને પ્રેમની વાત સાંભળતા જ પાછળ હટી જવું કે ક્યાંક કોઈને સાથે દગો ન થઈ જાય.

આ બધી વાતો છોકરીની સલવાર ખોલાવવાની જલદીમાં ચાકૂ બતાવીને, કામ કરતી બાઈ પાછળ ભાગવા, પ્રેમિકાને થપ્પડ મારવા અને બૅકગ્રાઉન્ડમાં હિંસા માટે પ્રેમ જગાડતા ઊંચા અવાજમાં ક્યાંક છૂપાઈ ગઈ.

કબીર, આ જમાનામાં જ્યારે મારા જેવા ઘણા છોકરા પોતાના ભૂતકાળના કારનામા અને કંડીશનિંગથી નીકળવાના પ્રયાસવાળા સ્ટેજમાં જ છે, ત્યારે તમારી કહાણી અમને પાછળ ધકેલી દે છે.

એક પણ છોકરો જો તમારા રસ્તે ચાલ્યો તો નામમાં પ્રેમીનું સરનેમ લગાવવા જેવા નાના પ્રયાસ, ક્યાંક પાછળ છૂટી જશે.

કબીર, તમારા પાગલપણાંને જોઈને હૉલમાં વાગતી તાળીઓ અને ઘોંઘાટથી એ સમજાયું કે ક્રૂરતાને હસીને લોકો સ્વીકારવા લાગ્યા છે.

મન માત્ર બદલો લેવા માગે છે. પડદા પર પણ અને પડદાની બહાર પણ. ન્યાયની પરિભાષા કદાચ 'જો મેરા હૈ, વો સિર્ફ મેરા હૈ' પર જ ટકી ગઈ છે.

કબીર, એક પ્રેમીની ટીકા થતા જોઈને દુઃખ લાગે છે. તમારી ખરાબ ટેવનું ફિલ્મની યૂએસપી બનવું તમારી 'લિટલ થિંગ્સ'ની અવગણના કરી ગયું.

પ્રેમિકાનું બૅગ ઉપાડવાની જલદી, બૅગના ભારથી ખભાનું લાલ થતું જોવું, બાઇક પાછળ લગાવેલી નવી સીટ, પ્રેમિકાની ઈજાને જોઈને પિતા જેવું બની જવું.

પ્રેમિકાના ગાલ પર સૌથી રંગ લગાવવાનો સુંદર વિચાર, કોઈ ગુંડો છેડી દે તો તેનો જડબાતોડ જવાબ આપવો.

તમારું પાગલપણું તમારા આ રિયલ જેવા રીલ પ્રેમનું સર્જન બની ગયું, બધું કાપી નાખ્યું અને તમારી ભૂમિકાની જેમ 'લોહી જોઈને ખુશી મળી.'

પરંતુ આ બધાની પાછળ માત્ર તમારો વાંક નથી. 'ચૂપ રહેના આદત બન જાતા હૈ.' ફિલ્મનો આ ડાયલૉગ કોઈએ બિલકુલ ન માન્યો તો તે પ્રીતિ હતી.

કૉલેજના ટૉપર અને પ્રૉપર 'ગુંડા'ની સામે તે સફેદ ચૂંદડી, ચૂડીદાર પાયજામો પહેરી વિરોધનું એક વાક્ય બોલી ન શકી.

પ્રીતિએ પિંકની 'નો મીન્સ નો' અથવા તો કદાચ 'તેરે નામ'ની નિર્જરા જેવી હિંમત બતાવવાની જરૂર હતી.

ચાલતી ટ્રેનમાં ગુસ્સાથી કહેવાની જરૂર હતી - 'ડૉન્ટ ટચ મી. હાથ ન લગાવતો મને. એક નંબરના ગુંડા મવાલી.'

કબીર તમે સમજી ન શક્યા કે જ્યારે પ્રીતિ બધું જ સહન કરી રહી હતી તો એ ખતરનાક છે.

તમારા, પ્રીતિ, શિવા અને લગ્ન કરવા ઇચ્છુક શિવાની બહેન કરતાં ઘણું વધારે... એ પ્રેમ માટે જેમાં તમે બધા પરસ્પર એકસાથે જોડાયેલા હતા, જેમ કોઈ મજબૂત સંબંધનું સ્વેટર હોય જે દિલ્હીની ઠંડીમાં પહેરો તો ગરમાવો ગુલાબીપણાં સાથે ગાલ સુધી પહોંચી જાય.

કબીર તમારા કૅરેક્ટરમાં ખામીઓ કાઢવાવાળા આસપાસ થતી ક્રૂરતાને જોઈને થોડા ક્રૂર બની ગયા છે. તમારી થોડી એવી સારી વાતોને જોવાનું તેઓ ભૂલી ગયા.

જે સમાજના નામે ઘરથી ભાગતા છોકરા, છોકરીના પેટમાં છૂરો મારી દેવામાં આવે છે.

એ જ સમાજના નામે એ તમારી- પ્રતિની પહેલા જબરદસ્તી અને પછી પરસ્પર સમજમાં જન્મેલા અથવા તો જબરજસ્તીથી જન્માવવામાં આવેલા પ્રેમ માટે ક્રૂર જ તો થઈ રહ્યા છે?

આપણે વાસ્તવિક જીવનમાં દિલ તૂટે એટલે શરૂઆતના પ્રાથમિક દિવસોમાં જ પ્રેમીને માફ કરવાનું કેમ શીખી લીધું ન હતું?

એ ગૂંચવણોનો જવાબ કબીર તમારી કહાણીમાં જ હતો, 'ડિપેન્ડ્ઝ ઑન ઇન્ડિવીજ્યુઅલ્સ.'

'ફિલ્મો સમાજનું દર્પણ છે' એ કહેતા લોકો પાણીમાં ચહેરો જોવાનું શરૂ કરો, કેમ કે તમારો અરીસો તમને મન મારફતે વસ્તુઓ જ બતાવી રહ્યું છે.

આ પડદો નહીં, સમાજમાં ચલાવવામાં આવતું સિનેમા જ બધું રચી રહ્યું છે.

કબીર તમારા પર આવેલી દયા ઓછી થતી નથી. એક પ્રેમિકા, મિત્ર, પરિવાર અને એક લેખક.

આ લોકો તમને નિર્દોષ ગણાવી શકે છે, પરંતુ એક કહાણીમાં પ્રેમ પર તમે જે મિસ કર્યું, તે તમને ક્યારેય ખબર પડી શકશે નહીં. પ્રેમમાં તમે ઘણું બધું ચૂકી ગયા 'ચૌહાણ'.

'ખુસરો દરિયો પ્રેમ કા, વાકી ઉલ્ટી ધાર- જો ઉબરા સો ડૂબ ગયા, જો ડૂબા સો પાર.'

કબીર, અફસોસ કે તમને ખુસરો તો યાદ રહ્યા, પરંતુ તમારું જેવું જ નામ ધરાવતા 'કબીર' તમને યાદ ન રહ્યા.

'પોથી પઢ-પઢ જગ મૂઆ, પંડિત ભયા ન કોએ

ઢાઈ આખર પ્રેમ કે, પઢા સો પંડિત હોએ.'

કબીર તમે મેડિકલ સાયન્સ તો ભણ્યું, પરંતુ પ્રેમનો અઢી આખર ન ભણી શક્યા, ન જીવી શક્યા.

બસ એક જાહેરાત કરી ગયા... 'યે મેરી બંદી હૈ.'

કબીર, પ્રેમમાં બંદી નહીં... સ્વતંત્રતા મળે છે.

તમારો સહપ્રેમી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો