કબીર સિંહને જોઈને લોકો કેમ તાળીઓ પાડી રહ્યા છે? - બ્લૉગ

ઇમેજ સ્રોત, Facebook/KabirSinghMovie
- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી સંવાદદાતા
ફિલ્મ 'કબીર સિંહ' પ્રેમની કહાણી નથી. આ એક માણસના પાગલપણાની કહાણી છે. કબીર સિંહનું પાગલપણું ઘૃણાસ્પદ છે. અને ફિલ્મ એ જ તિરસ્કૃત શખ્સને હીરો બનાવી દે છે.
એ વ્યક્તિ જેને પોતાનો પ્રેમ ન મળતા તે રસ્તે જતી કોઈ પણ છોકરી સાથે પરિચય વિના શારીરિક સંબંધ બાંધવા માગે છે.
એટલે સુધી કે એક છોકરી ના પાડે તો તેને ચાકુની અણીએ તેનાં કપડાં ઉતારવાનું કહે છે.
તે અગાઉ પોતાની પહેલી પ્રેમિકા સાથે સાડા ચારસો વખત સેક્સ માણી ચૂક્યો છે અને હવે તે નથી તો પોતાની ગરમીને શાંત કરવા માટે ખુલ્લેઆમ પોતાના પૅન્ટમાં બરફ નાખે છે અને મર્દાનગીના પ્રદર્શન પર સિનેમાહૉલમાં લોકો હસીમજાક કરે છે.
તેલુગુ ફિલ્મ 'અર્જુન રેડ્ડી' પર આધારિત આ ફિલ્મ એવા પ્રેમીની કહાણી છે જેની પ્રેમિકાનો પરિવાર તેમના સંબંધોની વિરોધમાં છે અને પ્રેમિકાનાં જબરજસ્તી અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરાવી દેવામાં આવે છે.

જંગલિયતનું સ્વરૂપ લેતો વિલાપ

ઇમેજ સ્રોત, Facebook/KabirSinghMovie
ત્યારબાદ પ્રેમી 'કબીર સિંહ'નો વિલાપ જંગલિયતનું રૂપ લે છે. આ પાત્ર પહેલાંથી મહિલાઓને પોતાની જાગીર માનવાવાળું અને 'એ મારી નહીં તો કોઈની નહીં'ની માનસિકતા ધરાવે છે.
પ્રેમિકા હંમેશાં સલવાર કમીઝ અને દુપટ્ટો પહેરે છે અને કબીર સિંહ તેને ગળુ ઢાંકવાનું કહે છે.
તે માત્ર 'તેની' છે એ સ્પષ્ટ કરવા માટે આખી કૉલેજને ધમકાવે છે. હોળીના તહેવાર પર સૌથી પહેલા તે જ તેને રંગ લગાવશે તેની માટે મોટી યોજના ઘડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કબીર સિંહ તેની પ્રેમિકાને ત્યાં સુધી કહી દે છે કે તેનું કોઈ અસ્તિત્વ નથી અને કૉલેજમાં લોકો તેને લોકો માત્ર એ માટે ઓળખે છે, કેમ કે તે કબીર સિંહની પ્રેમિકા છે.
ગમે ત્યાં દારૂ પીવો, સિગરેટનો ધુમાડો ઉડાવવો અને દિલ્હી જેવા 'અનઑર્થોડોક્સ' એટલે કે ખુલા વિચારો ધરાવતા શહેરમાં લગ્ન પહેલાં સામાન્યપણે સેક્સ કરવાનો માહોલ, એ બધું છળ છે.
આ ફિલ્મમાં કંઈ પણ પ્રગતિશીલ, નવી વિચારધારા જેવું કંઈ જ નથી.

સભ્ય સમાજનો દબંગ

ઇમેજ સ્રોત, Facebook/KabirSinghMovie
આ ફિલ્મનો હીરો પોતાની પ્રેમિકાને દરેક રીતે પોતાના કાબુમાં લેવા માગે છે અને નાપસંદ વાત થતાં ઉગ્ર સ્વભાવની આડમાં જંગલીપણા પર ઉતરી આવે છે.
તેના પિતા સાથે દુર્વ્યવ્હાર કરે છે, પોતાના મિત્રો અને તેમના કામને ઓછું ગણાવે છે, પોતાની કૉલેજના ડીનનું અપમાન કરે છે, પોતાની દાદી પર ગુસ્સો કરે છે અને પોતાનાં ઘરમાં કામ કરતાં મહિલા કાચનો ગ્લાસ ભૂલથી તોડી નાખે છે, તો તેમને ચાર માળની સીડીઓથી દોડાવે છે.
જોવા જઈએ તો કબીર સિંહ સભ્ય સમાજનો દબંગ છે. એક રીતે આ કૅરેક્ટર એક ગુંડાનું છે.
પ્રેમ પામવાની જીદ અને ન મળવાની તકલીફ, બન્ને માત્ર બહાના છે. આ કૅરેક્ટરની હરકતોને યોગ્ય ગણાવવા માટે. તેને હીરો બનાવવા માટે.
હિંદી ફિલ્મના હીરોને 'સાત ખૂન માફ' હોય છે. તે કૅરેક્ટરની ખામીઓને એવી રીતે રજૂ કરવામાં આવે છે કે જોવાવાળાની નજરે તે મજબૂરીમાં ઘણી ભૂલ લાગે.
કબીર સિંહનો ગુસ્સો બેહિસાબ હોય, તે લોકોનું ભાષાથી અપમાન કરે કે પછી પોતાની પ્રેમિકા સાથે ગેરવર્તણૂંક, તેના મિત્રો, પરિવારજનો, તેની સાથે કામ કરતા લોકો, તેની કૉલેજના ડીન અને તેની પ્રેમિકા પણ, તેને માફ કરી દે છે. તો જોનારા લોકો કેમ માફ ન કરે?
દાયકાઓથી મહિલાને નિયંત્રણમાં રાખનારા કૅરેક્ટરને પસંદ કરવામાં આવ્યા છે. આવી ફિલ્મો કરોડો રૂપિયાની કમાણી કરતી આવી છે અને તે રૂઢિચુસ્ત વિચારોને યોગ્ય ગણાવે છે.
કબીર સિંહ દારૂડિયો બની જાય છે, પરંતુ તેના મિત્રો તેનો સાથ છોડતા નથી.
એક મિત્ર તો સમસ્યાના સમાધાન માટે કબીર સિંહની સામે પોતાની બહેનને પણ 'રજૂ' કરી દે છે. 'મેરી બહેન તેરે બારે મેં સબ જાનતી હૈ ફિર ભી તુજે બહુત પસંદ કરતી હૈ, તું ઉસસે શાદી કરેગા?'
એક મહિલા દ્વારા મળેલી તકલીફમાંથી બહાર નીકળવા માટે બીજી મહિલાનું બલિદાન.

જવાબદાર બની જાય છે પ્રેમિકા

ઇમેજ સ્રોત, Facebook/KabirSinghMovie
એક દારૂડિયો અસભ્ય વ્યક્તિ કે જે પ્રેમના ઘાને કારણ બનાવીને કોઈ પણ છોકરી સાથે શારીરિક સંબંધ બાંધે છે, એવી વ્યક્તિને પસંદ કરતી બહેન.
ફરી એક વખત ફિલ્મ પ્રેમના નામે હિંસાની ઉજવણી કરી રહી છે. સિનેમા હૉલમાં ખૂબ તાળીઓ વાગી રહી છે. સીટીઓથી હીરોને વધાવી લેવામાં આવી રહ્યો છે.
પરંતુ છોકરીઓને કેવા છોકરા પસંદ હોય છે? આવા તો નહીં. ફિલ્મની કાલ્પનિક દુનિયામાં પણ આવી વ્યક્તિ મારો હીરો હોઈ શકતી નથી.
જે મને પ્રેમ કરે, પણ મારા અસ્તિત્વને નકારી દે, મને દરેક સમયે કાબુમાં રાખવાનો પ્રયાસ કરે, જેને મારા દૃષ્ટિકોણની સમજ ન હોય, ન તો પરવા.
પછી હું ન મળું તો પુસ્તકમાં લખેલી દરેક ઘૃણિત હરકતો કરે અને ફિલ્મમાં વારંવાર એ દરેક હરકત માટે તેને નહીં, પણ તેની પ્રેમિકાને જવાબદાર ગણાવવામાં આવે.
બધી મુશ્કેલીઓનું કારણ તેને જ બનાવી દેવામાં આવે. કબીર સિંહનો ગુસ્સો, દારૂ પ્રત્યે ગાંડાપણું, મરવાના પ્રયાસો, આ બધા પાછળ પ્રેમિકાને જવાબદાર બનાવી દેવામાં આવે.


ઇમેજ સ્રોત, Facebook/KabirSinghMovie
એ પ્રેમિકાનું જીવન, તેની એકલતા, તેની કોઈ ચર્ચા ન થાય. ફિલ્મના અંતિમ દૃશ્યોમાં તે અચાનક કબીર સિંહને દરેક વાત માટે માફ કરી દે અને તે હીરો બની જાય.
પ્રેમ જેવા સુંદર સંબંધ જેમાં હિંસાને કોઈ પણ રીતે યોગ્ય ગણાવી શકાતી નથી અને જેમાં સમાનતા અને આત્મ સન્માનની લડાઈ મહિલાઓ દાયકાઓથી લડી રહી છે, તેના વિશે વિચારો કેવી રીતે ખુલશે?
તમારાથી જ શરૂઆત થશે. બૉક્સ ઑફિસ પર સફળતાના ઘોંઘાટ વચ્ચે હું લખીશ, તમે વાંચશો અને આ ઉજવણીને બારીકીથી સમજીને નકારી દેવાની શક્યતા રહેશે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












