દુષ્કર્મ કેસમાં આસારામના પુત્ર નારાયણ સાંઈ દોષિત, 30 એપ્રિલે સજાની સુનાવણી

નારાયણ સાંઈ

ઇમેજ સ્રોત, Getty Images

આસારામના પુત્ર નારાયણ સાંઈને સુરતની સેશન્સ કોર્ટે બળાત્કારના કેસમાં દોષિત જાહેર કર્યો છે.

કોર્ટે નારાયણ સાંઈ સહિત કુલ 5 લોકોને આ મામલે દોષિત જાહેર કર્યા છે.

આ કેસમાં ગંગા, જમના નામની બે મહિલાઓ, નારાયણ સાંઈના સાથી કૌશલ ઠાકુર ઉર્ફે હનુમાન અને રમેશ મલ્હોત્રાને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

કોર્ટ આ મામલે 30 એપ્રિલના રોજ સજાની સુનાવણી કરશે.

નારાયણ સાંઈ સુરતની બે બહેનો પર બળાત્કારના મામલામાં દોષિત ઠર્યા છે.

line

શું છે મામલો?

નારાયણ સાંઈ

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 2013માં સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને તેમના પિતા આસારામ પર બળાત્કાર મામલે ફરિયાદ દાખલ કરી હતી.

આ બંનેમાંથી નાની બહેને ફરિયાદમાં કહ્યું હતું કે નારાયણ સાંઈએ વર્ષ 2002થી 2005ની વચ્ચે તેમના પર વારંવાર બળાત્કાર ગુજાર્યા હતા.

મહિલાના કહેવા પ્રમાણે તેઓ જ્યારે આસારામના સુરતમાં આવેલાં આશ્રમમાં રહેતાં હતાં ત્યારે તેમની સાથે આ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.

મોટી બહેને ફરિયાદમાં આસારામ વિરુદ્ધ બળાત્કારના આરોપો કર્યા હતા.

તેમના કહેવા પ્રમાણે તેઓ 1997થી 2006 વચ્ચે અમદાવાદમાં આવેલા આસારામના આશ્રમમાં રહેતાં હતાં. આ સમયગાળા દરમિયાન આસારામે તેમના પર વારંવાર બળાત્કાર ગુજાર્યા હતા.

બંને બહેનોએ પિતા-પુત્ર સામે અલગ-અલગ ફરિયાદો નોંધાવી હતી.

જે બાદ પોલીસે નારાયણ સાંઈ સામે બળાત્કાર, જાતીય હુમલો, ગેરકાયદે કેદ કરી રાખવા અને અન્ય ગુનાઓ નોંધ્યા હતા.

તપાસ અધિકારી રિયાઝ મુનશીએ બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું, "નારાયણ સાંઈ વિરુદ્ધ 2003માં કેસ નોંધાયો હતો. અમે અઠવાડિયાની અંદર પુરવા એકઠાં કર્યા અને તેની ધરપકડ કરી હતી."

ઉલ્લેખનીય છે કે 6 ઑક્ટોબર, 2013ના રોજ નારાયણ સાંઈ દ્વારા સુરતના જંહાગીરપુરા આશ્રમ સ્થિત દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ થઈ હતી.

line

નારાયણ સાંઈ ફરાર

નારાયણ સાંઈ

ઇમેજ સ્રોત, Getty Images

નારાયણ સાંઈ સામે ફરિયાદ થયા બાદ નારાયણ સાંઈ ફરાર થઈ ગયો હતો.

જે બાદ પોલીસે નારાયણ સાંઈને શોધવા માટે સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું.

સાંઈને શોધવા માટે સુરત પોલીસે સુરતમાં આવેલા તેના આશ્રમમાં રેડ પાડી હતી.

ઉપરાંત આસારામના અમદાવાદ આશ્રમમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને બિહારના દરભંગા જિલ્લાના અરિયારી ગામમાં આવેલા આસારામના આશ્રમમાં પણ નારાયણ સાંઈને શોધવા માટે ગુજરાત પોલીસે રેડ પાડી હતી.

બળાત્કારની ફરિયાદ બાદ આશરે નારાયણ સાંઈ બે મહિના સુધી ભાગતો ફર્યા હતા.

આખરે 4 ડિસેમ્બર, 2013ના રોજ સાંઈને પંજાબ-દિલ્હી બોર્ડર પરથી ઝડપી લેવામાં આવ્યો હતો.

સાંઈ તેના બે સાથીઓ કૌશલ ઠાકુર ઉર્ફે હનુમાન અને ડ્રાઇવર રમેશ મલ્હોત્રા સાથે ભાગતો હતો, તે સમયે તેમને પકડી લેવામાં આવ્યો હતો.

બીજા દિવસે એટલે કે 5 ડિસેમ્બર, 2013ના રોજ તેને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. દરમિયાન કોર્ટ દ્વારા 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

મુનશી કહે છે, "જે કુટિયાની અંદર કોઈને જવાની પરવાનગી નહોતી અમે ત્યાં તપાસ કરી હતી. પીડિતાએ જે રીતે વર્ણન કર્યું હતું તે અનુસાર અમને પુરાવા મળ્યા હતા. તેમજ સાંયોગિક પુરાવા પણ મળ્યા હતા જેના આધારે કોર્ટમાં કેસ મજબૂત રીતે રજૂ કરી શકાયો."

"ત્યારબાદ અમે 45 અલગ-અલગ આશ્રમોમાં વોરંટ મોકલ્યાં હતાં. તેમજ સાંયોગિક પુરાવાને આધારે ત્યાં હાજર આરોપીઓની સાબિતી લીધી હતી."

મુનશીએ એવું પણ જણાવ્યું કે હાઈપ્રોફાઇલ કેસ હોવા છતાં પોલીસ પર કોઈ પણ પ્રકારનું દબાણ નહોતું.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

સાંઈ સહિત પાંચ લોકો દોષિત

પી. એન. પરમાર

ઇમેજ સ્રોત, Manish Panwala

ઇમેજ કૅપ્શન, પી. એન. પરમાર

સરકારી વકીલ પી. એન. પરમારે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "અમે આ કેસમાં 53 સાક્ષીઓને સાંભળ્યા હતા. કેસને લગતા હજારો દસ્તાવેજો પણ કબ્જે કરાયા હતા."

સાંઈની સજા અંગે વાત કરતા પરમાર કહે છે, "376(સી), 377, 354, 323, 120બી અંતર્ગત ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ આજીવન કેદની સજા થઈ શકે છે."

પરમારે એવું પણ કહ્યું કે કેસમાં અજય દિવાન, નેહા દિવાન, અને મોનિકા અગ્રવાલને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

નારાયણ સાંઈના વકીલ કલ્પેશ દેસાઈએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે કોર્ટે પાંચ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે.

તેમણે કહ્યું, "નારાયણ સાંઈ સહિત ગંગાબહેન, જમનાબહેન, કૌશલ ઠાકુર અને રમેશ મલ્હોત્રાને દોષિત જાહેર કરવામાં આવ્યા છે."

તેમણે વધુમાં જણાવ્યું, "30 તારીખના રોજ જે ચુકાદો આવશે અમે તેનો અભ્યાસ કરીશું."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો