લોકસભા 2019 ચૂંટણી : 95 બેઠકો પર 61.12 ટકા સાથે મતદાન

મતદાર

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 12 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 95 બેઠકો પર મતદાન સમાપ્ત થઈ ગયું છે.

ચૂંટણીપંચ અનુસાર બીજા ચરણમાં 5.40 વાગ્યા સુધીમાં સરેરાશ 61.12 ટકા મતદાન થયું છે.

ચૂંટણીપંચ મુજબ આસામમાં 73.32 ટકા, બિહારમાં 58.14 ટકા, છત્તીસગઢમાં 68.70 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 43.37 ટકા, કર્ણાટકમાં 61.80 ટકા, મહારાષ્ટ્રમાં 55.37 ટકા, મણિપુરમાં 74.69 ટકા, ઓડિશામાં 57.41, પુડુચેરીમાં 72.40 ટકા, તામિલનાડુમાં 61.52 ટકા, ઉત્તર પ્રદેશમાં 58.12 ટકા અને પ. બંગાળમા 75.27 ટકા મતદાન થયું.

18 એપ્રિલના રોજ કુલ 97 બેઠકો પર મતદાન થવાનું હતું પરંતુ બે બેઠકો પર ચૂંટણી રદ થતાં હવે 95 બેઠકો પર મતદાન થયું હતું.

ઓડિશામાં ઈવીએમ અને વીવીપેટમાં ગડબડને કારણે ચાર મતદાન કેન્દ્રો પર ફરીથી ચૂંટણી યોજવાનો આદેશ ચૂંટણીપંચે કર્યો છે.

line

પૂનમ સિન્હાની ઉમેદવારી

પૂનમ સિન્હા

ઇમેજ સ્રોત, SAMAJWADIPARTY/TWITTER

લખનૌથી સપા-બસપા-આરએલડીનાં ઉમેદવાર તરીકે શત્રુઘ્ન સિન્હાનાં પત્ની પૂનમ સિન્હાએ ઉમેદવારી નોંધાવી છે.

આ બાદ તેમણે રોડ-શો કર્યો હતો જેમાં અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવ પણ હાજર રહ્યાં હતાં.

બીજા ચરણમાં ત્રણ વાગ્યા સુધીના મતદાન પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં 46.63 ટકા, તામિલનાડુમાં 52.02 ટકા, મણિપુરમાં 67.5 ટકા, ઉત્તર પ્રદેશમાં 50.39 ટકા, છત્તીસગઢમાં 59.72 ટકા અને કર્ણાટકમાં 49.26 ટકા મતદાન થયું હતું.

આસામમાં ત્રણ વાગ્યા સુધીમાં લગભગ 60.38 ટકા મતદાન થયું હતું.

પશ્ચિમ બંગાળાના ત્રણ વાગ્યા સુધીમાં કુલ 65.43 ટકા મતદાન થયું હતું જેમાં જલપાઇગુરી બેઠક (SC) પર 71.32 ટકા, દાર્જિલિંગ 63.14 ટકા અને રાઇગંજ પર 61.84 ટકા થયું હતું.

line

મતદાન દરમિયાન બેનાં મોત

મતદાતા

ઇમેજ સ્રોત, Pti

છત્તીસગઢના પૂર્વ મુખ્ય મંત્રી રમણ સિંહે પરિવાર સાથે રાજનંનદગાવ બેઠક માટે મતદાન કર્યું.

ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ અનુસાર છત્તીસગઢના કાંકેરમાં એક પોલિંગ અધિકારીનું હૃદયરોગના હુમલાને કારણે મોત થઈ ગયું છે.

તેઓ જ્યારે ફરજ પર હતા ત્યારે તેમને અચાનક જ હુમલો આવ્યો હતો.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

છત્તીસગઢમાં કુલ ત્રણ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે જેમાં એક કાંકેર, રાજનંદનગાંવ અને મહાસમુંદનો સમાવેશ થાય છે.

બીજી તરફ તામિલનાડુમાં એક મતદારનું મોત થઈ ગયું છે.

63 વર્ષીય મુરુગેસન મત આપ્યા બાદ મતદાનમથક પર જ બેહોશ થઈ ગયા હતા.

ડૉક્ટરોએ તેમની તપાસ કર્યા બાદ મૃત ઘોષિત કર્યા હતા.

line

એક વાગ્યા સુધી મતદાનના આંકડા

બપોર બાદ એક વાગ્યા સુધી મણિપુર 49.7 ટકા, ઉત્તર પ્રદેશ 39.24 ટકા, છત્તીસગઢ 47.92 ટકા, કર્ણાટક 36.31 ટકા પશ્ચિમ બંગાળમાં 33.50 ટકા, અને આસામમાં 26.71 ટકા મતદાન થયું છે.

line

પશ્ચિમ બંગાળમાં હિંસા

બીજા તબક્કાના મતદાન વખતે પશ્ચિમ બંગાળમાં હિંસાની ઘટના બની છે.

રાયગંજ બેઠક પરના ભાજપના ઉમેદવારે એવો આક્ષેપ કર્યો હતો કે તેમના વિસ્તારમાં તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરોએ એક મતદાનમથક કબજે કરવાનો પ્રયત્ન કર્યો હતો.

આ દરમિયાન પોલીસે ટોળાંને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવાની અને ટિયરગૅસ છોડવાની ફરજ પડી હતી.

સ્થાનિકોના કહેવા પ્રમાણે કેટલાક લોકોએ મતદાતાઓને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો.

line

સવારના 11 વાગ્યા સુધી ક્યાં કેટલું મતદાન?

મતદાન શરૂ થયા બાદ સવારના 9 વાગ્યા સુધીના મતદાનના આંકડાઓ મળી રહ્યા છે. જેમાં બિહારમાં 18.97 ટકા, ઉત્તર પ્રદેશમાં 24.31 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 17.8 ટકા મતદાન થયું છે.

line

પૂર્વ વડા પ્રધાન અને જેડીએસના વરિષ્ઠ નેતા એચ. ડી. દેવગૌડા અને તેમનાં પત્નીએ મતદાન કર્યું હતું.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

બીજા તબક્કાના મતદારો વિશેની કેટલીક માહિતી

મતદારો

ઇમેજ સ્રોત, Getty Images

કોણે કર્યું મતદાન?

લોકસભા ચૂંટણીના બીજી તબક્કામાં અનેક લોકો મતદાન કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં નવદંપતીએ પણ મતદાનમથકે પહોંચીને મતદાન કર્યું હતું.

નવદંપતિ

ઇમેજ સ્રોત, ANI

કર્ણાટકના મુખ્ય મંત્રી એચ. ડી. કુમારસ્વામીએ તેમનાં પત્ની અનિતા કુમારસ્વામી અને પુત્ર સાથે મતદાન કર્યું હતું.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

ડીએમકેના નેતા અને હાલ તામિલનાડુની તૂથુકોડી બેઠક પરનાં ઉમેદવાર કનિમોઝીએ મતદાન કર્યું હતું. બે દિવસ પહેલાં જ કનિમોઝીના નિવાસસ્થાન પર આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા.

મતદાન કર્યા બાદ કનિમોઝીએ કહ્યું કે વિપક્ષમાં રહેલા લોકોને પરેશાન કરવામાં આવે છે, વિપક્ષના લોકોને નિશાન બનાવીને દરોડા પાડવામાં આવે છે. ભાજપે AIADMK પર સંપૂર્ણ રીતે પ્રભુત્વ મેળવી લીધું છે.

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે ચેન્નઈ ખાતે મતદાન કર્યું હતું.

રજનીકાંત

ઇમેજ સ્રોત, Ani

સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે દક્ષિણ બેંગલૂરુના મતદાનમથક પર મતદાન કર્યું હતું.

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

ફિલ્મ કલાકાર અને બેંગલૂરુ સેન્ટ્રલથી અપક્ષ ઉમેદવાર પ્રકાશ રાજ મતદાન કરવા માટે આ રીતે લાઇનમાં ઊભા રહ્યા હતા.

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના દિગ્ગજ કલાકાર અને મક્કલ નિધિ માઇમ પક્ષના પ્રમુખ કમલ હસન અને તેમનાં પુત્રી શ્રુતી હસને મતદાન કર્યું હતું.

બદલો X કન્ટેન્ટ, 7
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 7

પુડુચેરીમાં પણ આજે એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે. અહીં મુખ્ય મંત્રી વી. નારાયણ સામીએ મતદાન કર્યું હતું.

બદલો X કન્ટેન્ટ, 8
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 8

line

ઉમેદવારો અંગે કેટલીક માહિતી

Getty Images
બીજા તબક્કાના ઉમેદવારોની માહિતી

  • 1644 કુલ ઉમેદવાર

  • 5થી 12 ધોરણ સુધી ભણેલા ઉમેદવારો697

  • અભણ ઉમેદવાર 26

  • કુલ મહિલા ઉમેદવારો8 ટકા

Source: ADR

એડીઆરના રિપોર્ટ પ્રમાણે બીજા તબક્કામાં કુલ 1644 ઉમેદવારો મેદાનમાં છે.

જેમાં રાષ્ટ્રીય પક્ષોના 209, ક્ષેત્રીય પક્ષોના 107, માન્યતા વિનાના પક્ષોના 386 અને 888 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.

251 ઉમેદવારોએ તેમના પર ગંભીર ગુનાનો ઉલ્લેખ કર્યો છે.

697 ઉમેદવારોએ માત્ર 5થી 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. જ્યારે 756 ઉમેદવારોએ ગ્રૅજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે. 26 ઉમેદવારો અભણ છે.

બીજા તબક્કામાં કુલ 8 ટકા મહિલાઓ ચૂંટણી મેદાનમાં છે, જેમની કુલ સંખ્યા 120 છે.

line

બે બેઠકો પર ચૂંટણી રદ

18 એપ્રિલના રોજ કુલ 97 બેઠકો પર મતદાન થવાનું હતું પરંતુ બે બેઠકો પર ચૂંટણી રદ થતાં હવે 95 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

તામિલનાડુની વેલ્લોર બેઠક પર પણ બીજા તબક્કામાં જ મતદાન થવાનું હતું, પરંતુ ચૂંટણીપંચની ભલામણ બાદ રાષ્ટ્રપતિએ અહીંની ચૂંટણી રદ કરી દીધી હતી.

ડીએમકેના નેતાઓ પાસે મોટી માત્રામાં નાણાં મળી આવ્યા બાદ ચૂંટણીપંચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ચૂંટણી રદ કરવાની ભલામણ કરી હતી.

ત્રિપુરાની એક બેઠક પર પણ 18 એપ્રિલના રોજ મતદાન થવાનું હતું. જોકે, કાયદો-વ્યવસ્થાને ધ્યાને રાખતા આ બેઠક પર ચૂંટણી રદ કરી દેવામાં આવી છે.

આ પહેલાં 11 એપ્રિલના રોજ પ્રથમ તબક્કામાં 18 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 91 બેઠકો પર મતદાન થયું હતું.

line

કુલ સાત તબક્કામાં મતદાન

સાત તબક્કામાં દેશની કુલ 543 બેઠક ઉપર મતદાન યોજાશે. પહેલા તબક્કાનું મતદાન તા. 11મી એપ્રિલે યોજાયું હતું.

તા.23મી એપ્રિલે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાશે. તા. 23મી મેના દિવસે મતગણતરી થશે.

તા. 29 એપ્રિલ (ચોથો તબક્કો), છઠ્ઠી મે (પાંચમો તબક્કો), 12મી મે (છઠ્ઠો તબક્કો) અને તા. 19મી મે (સાતમો તબક્કો)ના મતદાન યોજાશે.

line

રાજ્ય અને બેઠક

બીજા તબક્કાની કુલ બેઠકો. . .
line

મુખ્ય ઉમેદવારો

મતદાનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જુગલ ઓરમ, સદાનંદ ગૌડા અને પૌન રાધાકૃષ્ણન જેવા કેન્દ્રીય પ્રધાનો, પૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવેગૌડા, કૉંગ્રેસના નેતા વીરપ્પા મોઈલી અને રાજ બબ્બર, નૅશનલ કૉન્ફરન્સના વડા ફારુખ અબ્દુલ્લાહ, ભાજપના દયાનિધિ મારન, એ. રાજા તથા કનિમોઝીના ભાવિ ઈવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)માં સીલ થઈ જશે.

લાઇન

આ વિશે વધુ વાંચો

લાઇન

ઓડિશા વિધાનસભા સંગ્રામ

વેલ્લોરની ચૂંટણી રદ કરાઈ

ઇમેજ સ્રોત, GOI

ઇમેજ કૅપ્શન, ચૂંટણી પંચે નાણાં મળતાં વેલ્લોરની ચૂંટણી રદ કરી

ઓડિશામાં લોકસભાની પાંચ બેઠક ઉપરાંત 35 વિધાનસભા બેઠક ઉપર મતદાન યોજાશે.

મુખ્ય પ્રધાન નવીન પટનાયક ગંજમ જિલ્લાની હિંજલી અને બારગઢની બીજેપુર બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે.

અહીં લોકસભાની ચૂંટણી માટે 5 અને વિધાનસભાની ચૂંટણી માટે 25 મહિલા ઉમેદવાર મેદાનમાં છે.

તામિલનાડુમાં ભાજપ અને એઆઈએડીએમકે (ઑલ ઇંડિયા દ્રવિડ મુનેત્ર કઝગમ્)નું એનડીએ (નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ) છે. તેની સાથે PMK, DMK અને તામિલ મનિલા કૉંગ્રેસ પણ છે.

જેની સામે ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝગમ)ના નેતૃત્વમાં 'સૅક્યુલર પ્રૉગ્રેસિવ અલાયન્સ'નું ગઠન કર્યું છે, જેમાં કૉંગ્રેસ અને ડાબેરી પક્ષો ભાગીદાર છે.

એઆઈએડીમકેમાંથી અલગ થયેલ ટી. ટી. વી. દીનકરણની એએમએમકે અને અભિનેતા કમલ હસનની એમએનએમ ચૂંટણી જંગમાં છે.

ડીએમકેના કરૂણાનીધિ અને એઆઈએડીએમકેના જે. જયલલિતા વિના પ્રથમ વખત લોકસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે.

અલગઅલગ રેડ્સ દરમિયાન રાજ્યમાંથી રૂ. 284 કરોડની રોકડ તથા ઘરેણાં જપ્ત થયા છે. વેલ્લોરની બેઠક ઉપર ચૂંટણી રદ કરી દેવામાં આવી છે.

લાઇન
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો