લોકસભા ચૂંટણી 2019 : શું બુરખો પહેરેલી મહિલાઓએ નકલી મતદાન કર્યું? - ફૅક્ટ ચેક

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા એક વીડિયોમાં દાવો કરાયો છે કે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં રહેતા ભાજપના એક કાર્યકરે બુરખો પહેરેલી કેટલીક મહિલાઓને મતદાન કરતાં અટકાવી છે અને તેમની પાસેથી નકલી આધારકાર્ડ પણ જપ્ત કર્યાં છે.
ગુરુવારે યોજાયેલા લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ આ વીડિયો સામે આવ્યો છે.
બુરખો પહેરેલી કેટલીક મહિલાઓ નકલી મતદાન કરી રહી હોવાનો દાવો પશ્ચિમ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ભાજપના ઉમેદવાર સંજીવ બાલિયાને પણ કર્યો છે.
આ વીડિયોને ફેસબુક અને ટ્વિટર પર હજારો વખત જોવાયો છે અને શૅર પણ કરાયો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
દક્ષિણપંથી વિચારધારા ધરાવતાં ફેસબુક ગ્રૂપ્સ જેવાં કે 'BJP Mission 2019' અને 'We Support Narendra Modi'એ પણ આ વીડિયો શૅર કર્યો છે.
બીબીસીને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે લોકસભાની ચૂંટણી અને આ વીડિયો વચ્ચે કોઈ જ સંબંધ નથી.

તમે આ વાંચ્યું કે નહીં?


હકીકત
આ વાઇરલ વીડિયો સાથે એક લખાણ પણ જોવા મળે છે : ભાજપનાં મુસ્લિમ મહિલા કાર્યકરે બુરખા પહેરેલી મહિલાઓને નકલી મતદાન કરતાં ઝડપી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વીડિયોને ધ્યાનથી સાંભળો તો ખ્યાલ આવશે કે એક મહિલા કહે છે, "હું બસપાની ઉમેદવાર શહલા છું, હું મહિલાઓને હેરાન કરવા ઇચ્છતી નથી. મને સાચે-સાચું કહો, તમને આ આધારકાર્ડ કોણે આપ્યાં?"
મીડિયા રિપોર્ટ્સના આધારે વર્ષ 2017માં બહુજન સમાજ પાર્ટીએ રામપુર નગરપાલિકાના અધ્યક્ષપદ માટે ફેશન ડિઝાઇનર શહલા ખાનને મેદાનમાં ઉતાર્યાં હતાં. ઉત્તર પ્રદેશમાં સ્થાનિક એકમોની ચૂંટણી નવેમ્બર 2017માં યોજાઈ હતી.
આ વીડિયો સૌથી પહેલાં 27 નવેમ્બર, 2017ના રોજ યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. એટલે કે ઉત્તર પ્રદેશની સ્થાનિક ચૂંટણીના બીજા તબક્કાના મતદાન બાદ.
બીબીસીને વીડિયો અંગેના કોઈ સમાચાર કે અહેવાલ તો ન મળ્યા, પણ એટલું નક્કી છે કે તેને વર્ષ 2019 સાથે કોઈ સંબંધ નથી. તેને ખોટી રીતે આ વખતની ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યો છે.



ચૂંટણી દરમિયાન ખોટા દાવા
આ જ પ્રકારનો વધુ એક વીડિયો ખૂબ શૅર થઈ રહ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઈવીએમ સળગાવવામાં આવ્યું.
35 સેકન્ડની આ ક્લિપમાં લોકોને ઈવીએમ જમીન પર ફેંકતાં, કચડતાં અને તેમાં આગ લગાવતાં જોઈ શકાય છે.
વીડિયોને બે અલગ-અલગ જગ્યાનો કહેવામાં આવે છે.
વીડિયોના કૅપ્શનમાં કહેવાયું છે કે "મંડી અને પૂંછમાં ઈવીએમ મશીન સળગાવાયાં. ઇવીએમ મશીન હૅક કરી નાખવામાં આવ્યાં હતાં. બધા જ મત ભાજપને જઈ રહ્યા હતા. ચોકીદાર ચોર હૈ."
આ જ વીડિયોને નસરુલ્લાપુરાનો કહીને પણ શૅર કરવામાં આવી રહ્યો છે અને કહેવાઈ રહ્યું છે કે બધા જ મત ભાજપને જઈ રહ્યા છે.
'ડેલી ઇન્ડિયા' નામના ફેસબુક પેજ પર પણ આ વીડિયો શૅર કરવામાં આવ્યો છે અને લખ્યું છે, "આ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં થયું. બાકીની પાર્ટીઓનાં બટન દબાવવાં છતાં મત ભાજપને જઈ રહ્યા હતા. ત્યાર બાદ લોકોએ ગુસ્સામાં ઈવીએમ સળગાવી નાખ્યાં."
આ ફેસબુક પેજના લગભગ 70 હજાર ફૉલોઅર છે.
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
બીબીસીને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો એપ્રિલ 2017નો છે અને 2019ની ચૂંટણી સાથે તેને કોઈ સંબંધ નથી.
ખરેખર તો આ વીડિયો શ્રીનગરની પેટાચૂંટણી વખતનો છે. જ્યાં ટોળાંએ મતદાનમથકોને નિશાન બનાવ્યાં હતાં. અલગતાવાદીઓ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાતના ભાગરૂપે આ ઘટના ઘટી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટનામાં 33 ઈવીએમ સળગાવાયાં હતાં. આ વીડિયો કાશ્મીરના બડગામ જિલ્લાનો છે. મંડી કે નરસુલ્લાપુરાનો નથી.
હિમાચલ પ્રદેશના મંડીમાં સાતમાં તબક્કામાં 19મેના રોજ મતદાન યોજાશે.
જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં માત્ર બારામુલામાં ચૂંટણી થઈ છે.
નરસુલ્લાપુરા કાશ્મીરના બડગામ જિલ્લામાં આવેલું છે જે શ્રીનગર મતવિસ્તારનો ભાગ છે.
શ્રીનગરની ચૂંટણી બીજા તબક્કામાં 18 એપ્રિલના રોજ યોજાશે.

દાવાની તપાસ
સોશિયલ મીડિયા પર વાઇરલ એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે મુઝફ્ફરનગરમાં ભાજપનાં એક કાર્યકરે બુરખા પહેરેલી કેટલીક મહિલાઓનાં નકલી આધારકાર્ડ જપ્ત કર્યાં. ખરેખર આ વીડિયો 2019ની ચૂંટણીનો છે જ નહીં.
આ જ રીતે ઈવીએમ સળગાવતા લોકોનો વીડિયો પણ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે અને કહેવાય છે કે આ ચૂંટણીના પ્રથમ તબક્કાની ઘટના છે. હકીકત એ છે કે આ વીડિયોને પણ 2019ની લોકસભા ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












