રાહુલ ગાંધીની સુરક્ષામાં ખરેખર કોઈ ચૂક થઈ હતી?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, CONGRESS TWITTER VIDEO GRAB

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીમાં ફૉર્મ ભરવા ગયા તે દરમિયાન સુરક્ષામાં ચૂકનો મામલો સતત સમાચારોમાં છે.

સોશિયલ મીડિયા સહિત અનેક સમાચાર વેબસાઇટોમાં કૉંગ્રેસ પક્ષના હવાલાથી એક ચિઠ્ઠી દર્શાવવામાં આવી રહી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે કે અમેઠીમાં ફૉર્મ ભર્યા બાદ રાહુલ ગાંધી જ્યારે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ઓછામાં ઓછી સાત વખત તેમના માથા પર લેસર લાઇટ જોવા મળી હતી.

મીડિયામાં આવી રહેલા સમાચારો મુજબ કૉંગ્રેસ પક્ષે આ ચિઠ્ઠી ગૃહવિભાગને લખી હતી.

આ ચિઠ્ઠીમાં પૂર્વ વડાં પ્રધાન ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યાઓનો હવાલો આપતા લખવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીને પણ ખતરો છે અને આ સંજોગોમાં તેમની સુરક્ષાને ચુસ્ત બનાવવાનું સુનિશ્વિત કરવામાં આવે તેમ કહેવામાં આવ્યું છે.

ચિઠ્ઠીના અંતમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ, જયરામ રમેશ અને રણદીપ સુરજેવાલાની સહી પણ છે.

line

ખરેખર કૉંગ્રેસે આવી ચિઠ્ઠી લખી હતી?

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક અને તેમના માથા પર લીલા રંગની લેસર લાઇટનો વીડિયો સામે આવ્યા બાદ અનેક પ્રકારની વાતો સામે આવવા લાગી છે.

જોકે, કૉંગ્રેસે પત્રકાર પરિષદ કરીને આ સમગ્ર મામલે પર પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે અને કહ્યું છે કે તેમણે ગૃહવિભાગને આ મામલે કોઈ ચિઠ્ઠી લખી નથી.

કૉંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ પત્રકારોના સવાલોના જવાબમાં કહ્યું, "એક વાતા તમે સમજી લો કે કૉંગ્રેસે ગૃહવિભાગને કોઈ ચિઠ્ઠી લખી નથી. ગૃહવિભાગે પણ આ મામલે ખૂબ જ સંતુલિત, વ્યાપક અને સ્પષ્ટ ઉત્તર આપ્યો છે."

જે બાદ અભિષેક મનુ સિંઘવીએ પત્રકારોને ગૃહ મંત્રાલયનો ઉત્તર વાંચીને સંભળાવ્યો હતો.

લાઇન
લાઇન

ગૃહવિભાગનો જવાબ

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, SAMEERATMAJ MISHRA/BBC

ઇમેજ કૅપ્શન, અમેઠીમાં રોડ શૉ દરમિયાન રાહુલ ગાંધી

ગૃહવિભાગે પોતાના જવાબમાં કહ્યું છે કે તેને કૉંગ્રેસ તરફથી રાહુલ ગાંધીની સુરક્ષાથી જોડાયેલો કોઈ પત્ર મળ્યો નથી.

ગૃહવિભાગના જણાવ્યા અનુસાર અલગ-અલગ રિપોર્ટોના આધારે આ મામલે સંજ્ઞાન લેવામાં આવ્યું છે અને અમેઠીમાં રાહુલ ગાંધી પર લીલા રંગની લાઇટ જોવા મળી હતી.

ગૃહવિભાગે એસપીજીના ડાયરેક્ટરને આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

એસપીજી ડાયરેક્ટરે રાહુલ ગાંધીના આ વીડિયોની તપાસ કરી અને જાણવા મળ્યું કે આ લીલી લાઇટ કૉંગ્રેસના જ ફોટોગ્રાફરની હતી જેઓ પોતાના ફોનથી રાહુલ ગાંધીનો વીડિયો બનાવી રહ્યા હતા.

જે બાદ એસપીજીના ડાયરેક્ટરે ગૃહ મંત્રાલયને જણાવ્યું કે તેમણે રાહુલ ગાંધીને સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલા ખાનગી સ્ટાફને પણ આ સૂચના મોકલી દીધી છે.

અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે કૉંગ્રેસ કોઈ પણ પ્રકારની ચિઠ્ઠી કે રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક હોવાની વાતથી ઇનકાર કરે છે. ખાસ કરીને ચૂંટણીના માહોલમાં જે લોકોને એસપીજી સુરક્ષા પ્રદાન છે તેમની સુરક્ષા પર કોઈ શક નથી.

તેમણે કહ્યું કે તેમને એ વાતમાં કોઈ શક નથી કે એસપીજી અને ગૃહવિભાગ પોતાની જવાબદારી પ્રત્યે સભાન છે. પછી તે દેશના વડા પ્રધાનની સુરક્ષા હોય કે કૉંગ્રેસ પ્રમુખની સુરક્ષા હોય અથવા દેશની કોઈ પણ અન્ય પાર્ટીના પ્રમુખની સુરક્ષા હોય.

line

બુધવારે અમેઠીમાં કર્યો હતો રોડ શો

અમેઠીમાં ઉમેદવારી ફૉર્મ ભરી રહેલા રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Ani

ઇમેજ કૅપ્શન, અમેઠીમાં ઉમેદવારી ફૉર્મ ભરી રહેલા રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ બુધવારે અમેઠીમાં પોતાનું ઉમેદવારીપત્ર દાખલ કર્યું હતું. ફૉર્મ ભર્યા પહેલાં રાહુલ ગાંધીએ રોડ શૉ કર્યો હતો.

રોડ શૉમાં રાહુલ ગાંધીનાં બહેન અને કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, બનેવી રૉબર્ટ વાડ્રા અને તેમનાં બાળકો પણ સામેલ હતાં.

આ રોડ શૉમાં મોટી સંખ્યામાં કૉંગ્રેસ કાર્યકર્તાઓ રસ્તા પર હાજર હતા. અમેઠીમાં રાહુલ ગાંધીની સીધી ટક્કર ભાજપનાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની સામે છે. રાહુલ ગાંધીએ કેરળના વાયનાડથી પણ ઉમેદવારી નોંધાવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો