You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇંદિરા ગાંધીના અંતિમ સંસ્કાર મુસ્લિમ રિવાજથી થયા હતા? - ફૅક્ટ ચેક
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
ભારતના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની એક જૂની તસવીર એ દાવા સાથે સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહી છે કે ઇંદિરા ગાંધીના અંતિમ સંસ્કાર મુસ્લિમ રિવાજ અનુસાર થયા હતા.
સોશિયલ મીડિયા પર જે તસવીર વાઇરલ થઈ રહી છે, તેમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉપરાંત કૉંગ્રેસના નેતા પી. ચિદમ્બરમ અને પી. વી. નરસિંમ્હા રાવ પણ રાહુલ ગાંધી અને રાજીવ ગાંધીની નજીક જોવા મળે છે.
આ તસવીરને જે લોકોએ સોશિયલ મીડિયા પર શૅર કરી છે, તેમણે લખ્યું છે, "ઇંદિરા ગાંધીના અંતિમ સંસ્કાર વખતે ગાંધી પરિવાર જે રીતે હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યો છે, તેનાથી એ સ્પષ્ટ થાય છે કે તેમનો અસલી ધર્મ શું છે."
રિવર્સ ઇમેજસર્ચથી ખબર પડે છે કે ગાંધી પરિવારની આ તસવીરને પહેલાં પણ આ દાવા સાથે સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી છે. હજારો લોકો તેને ફેસબુક પર પોસ્ટ કરી ચૂક્યા છે.
આ સિવાય વૉટ્સઍપ પર પણ ચૂંટણી નજીક આવતા આ તસવીર ફરીથી ફૉરવર્ડ કરાઈ રહી છે.
પરંતુ આ તસવીરની તપાસ કરી ત્યારે અમને ખબર પડી કે તસવારી સાથે કરાતો દાવો તદ્દન ખોટો છે.
તમે આ વાંચ્યું કે નહીં?
તસવીરની હકીકત
રિવર્સ ઇમેજસર્ચનાં પરિણામોથી ખબર પડે છે કે આ તસવીરને સૌથી પહેલાં પાકિસ્તાનના પેશાવરમાં રહેતા લેખક અને રાજનેતા મોહસિન દાવરે ટ્વીટ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોહસિનનું ટ્વીટ આ તસવીર સાથે જોડાયેલી સૌથી જૂની સોશિયલ મીડિયા પોસ્ટ કહી શકાય છે.
પોતાના ટ્વીટમાં મોહસિને લખ્યું હતું કે રાજીવ ગાંધીની આ તસવીર 'સરહદના ગાંધી'ના નામે પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની ખાન અબ્દુલ ગફ્ફાર ખાનનો જનાજો ઉપાડતા પહેલાં લેવામાં આવી હતી.
અબ્દુલ ગફ્ફારની દફનવિધિ 21 જાન્યુઆરી 1988ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં થઈ હતી.
'Skycrapercity' નામની વેબસાઇટે પણ રાજીવ ગાંધીની વાઇરલ તસવીરને એ જ દાવા સાથે છાપી છે કે આ તસવીર 'સરહદના ગાંધી'ની અંતિમયાત્રા પહેલાં પેશાવરમાં લેવામાં આવી હતી.
ન્યૂયૉર્ક ટાઇમ્સ અને એલએ ટાઇમ્સ જેવી વિદેશી મીડિયા સંસ્થાના રિપોર્ટ એ વાતની પુષ્ટિ કરે છે કે રાજીવ ગાંધી પોતાની કૅબિનેટના કેટલાક સભ્યો અને પોતાના પરિવાર સાથે ખાન અબ્દુલ ગફ્ફાર ખાનની અંતિમ યાત્રામાં સામેલ થયા હતા.
ઇંદિરા ગાંધીના અંતિમ સંસ્કાર
ભારતનાં પૂર્વ વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની 31 ઑક્ટોબર 1984ના રોજ તેમના જ બે સુરક્ષાકર્મીઓએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી.
3 નવેમ્બર 1984ના રોજ દિલ્હીમાં ઇંદિરા ગાંધીના અંતિમ સંસ્કાર હિંદુ રીતરિવાજ સાથે કરવામાં આવ્યા હતા.
તેમના અંતિમ સંસ્કારના ઘણા વીડિયો સરકારી રૅકૉર્ડમાં સંગ્રહાયેલા છે. તેમાંથી કેટલાક યૂટ્યૂબ પર પણ જોઈ શકાય છે.
વીડિયોમાં દેખાય છે કે મંત્રોચ્ચાર વચ્ચે રાજીવ ગાંધી પોતાનાં માતા ઇંદિરા ગાંધીની ચિતા પાસે પરિક્રમા કરે છે અને ત્યારબાદ ચિતાને અગ્નિદાહ આપે છે.
ફોટો એજન્સી 'ગૅટી' પાસે આ દિવસની તમામ તસવીરો છે.
સાથે જ 4 નવેમ્બર 1984ની 'ધ વૉશિંગટન પોસ્ટ'નો એક રિપોર્ટ પણ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે ભારતનાં પૂર્વ વડાં પ્રધાન ઇંદિરા ગાંધીના અંતિમ સંસ્કાર હિંદુ રીત રિવાજ સાથે કરાયા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો