લોકસભા ચૂંટણી 2019 : નરેન્દ્ર મોદી સરકારે ખરેખર વધારે ઍરપૉર્ટ બનાવ્યાં છે?

વધેલી ઍરપૉર્ટની સંખ્યા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સમીહા નેત્તીકરા
    • પદ, બીબીસી રિયાલિટી ચેક

2014માં સત્તામાં આવ્યા ત્યારથી અત્યાર સુધી સરકાર વચનો આપી રહી છે કે દરેક ભારતીય માટે હવાઈ યાત્રાનો માર્ગ ખૂલી જશે.

સરકારે પોતાની મહત્ત્વાકાંક્ષી યોજનામાં સ્થાનિક સ્તરે હવાઈ નેટવર્ક વધારવા પર ભાર મૂક્યો છે.

દેશના અંતરિયાળ વિસ્તારોને હવાઈ માર્ગે મોટાં શહેરો સાથે જોડવામાં આવ્યા છે.

સત્તાધારી ભારતીય જનતા પાર્ટી એવું પણ કહે છે કે તેમના પ્રયત્નોના કારણે દેશમાં ઍરપૉર્ટની સંખ્યા વધી છે.

ભારતમાં 11 એપ્રિલથી ચૂંટણી શરૂ થઈ રહી છે, ત્યારે બીબીસી રિયાલિટી ચેક ટીમ વિવિધ રાજકીય પક્ષોના દાવા અને વચનોની તપાસ કરી રહી છે.

દાવો: ભારતીય જનતા પાર્ટી કહે છે કે તેમના શાસનકાળમાં કાર્યરત ઍરપૉર્ટની સંખ્યા 2014ની સરખામણીએ 65થી વધીને 102 થઈ છે.

સરકારનો એ પણ દાવો છે 2017માં 10 કરોડથી વધુ ભારતીઓએ ડૉમેસ્ટિક ફ્લાઇટમાં સફર કરી છે. પહેલી વખત ટ્રેનમાં એસી ડબ્બાની સરખામણીએ વધુ લોકોએ હવાઈ યાત્રા કરી છે.

નિષ્કર્ષ: સરકાર અને નાગરિક ઉડ્ડયન સાથે જોડાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર દેશમાં 2014થી સરખામણીએ વધુ ઍરપૉર્ટ છે. પરંતુ તેની ચોક્કસ સંખ્યા અંગે મતભેદ છે.

જ્યારે હવાઈ યાત્રા કરનારા લોકો સાથે સંકળાયેલા બંને દાવા સાચા છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન
line

કેટલા ઍરપૉર્ટ છે?

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ગયા મહિને ભારતીય જનતા પાર્ટીએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે હાલમાં 102 ઍરપૉર્ટ કાર્યરત છે.

ઍરપૉર્ટની આ સંખ્યા 2014ના 65ની સરખામણીએ વધીને અહીં સુધી પહોંચી છે.

એમાં એવું પણ જણાવાયું છે કે રેલની સરખામણીએ હવાઈ યાત્રા કરનારા મુસાફરોની સંખ્યા વધી છે.

એ જ મહીનાના અન્ય ટ્વીટમાં જણાવ્યું છે કે વધુ ઍરપૉર્ટ તો છે પણ સંખ્યા અલગ હતી. આ આંકડામાં જણાવ્યુ હતું કે હાલ 100 ઍરપૉર્ટ કાર્યરત છે. જ્યારે 2014માં 75 ઍરપૉર્ટ ઑપરેશનલ હતાં.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

હવે 2014 બાદ ઍરપૉર્ટની સંખ્યાના આધિકૃત આંકડા શું કહે છે?

તેની તપાસ બે સ્રોતમાંથી થઈ શકે છે, પરંતુ એમાં 2014ના બદલે 2015ના આંકડા ઉપલબ્ધ છે.

ભારતમાં નાગરિક ઉડ્ડયનની નિયમન સંસ્થા નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય(ડીજીસીએ)ના આંકડા મુજબ-

  • માર્ચ, 2015માં ભારતમાં કુલ 97 ઍરપૉર્ટ કાર્યરત હતાં. તેમાં 66 ડૉમેસ્ટિક, 24 આંતરરાષ્ટ્રીય અને આઠ કસ્ટમ ઍરપૉર્ટ સામેલ હતાં.
  • માર્ચ 2018માં કાર્યરત ઍરપૉર્ટની સંખ્યા વધીને 109 થઈ ગઈ, તેમાં 74 ડૉમેસ્ટિર, 26 આંતરરાષ્ટ્રિય અને 9 કસ્ટમ ઍરપૉર્ટનો સમાવેશ થાય છે.

પરંતુ નાગરિક ઉડ્ડયન સંબંધિત સુવિધાની દેખરેખ કરતા ભારતીય વિમાનપત્તન પ્રાધિકરણ(એએઆઈ)ના આંકડા અલગ છે.

2013-14ના એએઆઈના રિપોર્ટ મુજબ દેશમાં 68 ઍરપૉર્ટ કાર્યરત હતાં.

એક વર્ષ પછી એએઆઈ અનુસાર તેની દેખરેખ અને માલિકીમાં 129 ઍરપૉર્ટ છે, તેમાંથી કેટલાં કાર્યરત છે, તે અંગે કોઈ માહિતી નથી.

જોકે જુલાઈ, 2018માં સંસદમાં સરકારે જણાવ્યું કે 101 ઍરપૉર્ટ કાર્યરત છે.

તેથી શક્ય છે કે ભાજપ એ જ આંકડાના આધારે વાત કરી રહ્યું હોય, જે એએઆઈની યાદીમાં છે.

line

પહેલાંની સરકાર શું માને છે?

ભારતના સિક્કીમમાં નવું ઍરપૉર્ટ

ઇમેજ સ્રોત, RAJIV SRIVASTAVA

ઇમેજ કૅપ્શન, ભારતના સિક્કીમમાં નવું ઍરપૉર્ટ

નોંધનીય છે કે કૉંગ્રેસ પાર્ટી જ્યારે સત્તા પર હતી ત્યારે 2014માં ઘણા ઍરપૉર્ટ કાર્યરત કર્યા હતા.

ફેબ્રુઆરી, 2014માં સંસદમાં ત્યારના મંત્રીએ જણાવ્યું હતું કે 90 ઍરપૉર્ટ કાર્યરત છે.

એટલું જ નહીં, નાગરિક ઉડ્ડયન મંત્રાલયના વાર્ષિક અહેવાલ મુજબ તે વર્ષે 94 ઍરપૉર્ટ કાર્યરત હતા.

ભાજપ સરકારે હવાઈ ઉડ્ડયનને પ્રોત્સાહન આપવા માટે આ યોજના 2016માં શરૂ કરી હતી.

પક્ષના મતે ફેબ્રુઆરી, 2019 સુધીમાં યોજના અંતર્ગત 38 ઍરપૉર્ટ કાર્યરત કરવામાં આવ્યાં છે.

આ આંકડા પર એ પણ સવાલ ઊઠી રહ્યા છે કે રેકૉર્ડ્ઝના આધારે એમાંથી કેટલાંક ઍરપૉર્ટ પહેલાંથી જ કાર્યરત છે. જે સૈનિકો માટેનાં ઍરપૉર્ટ તરીકે કામ કરતાં હતાં.

તે ઉપરાંત ગયા વર્ષે ડિસેમ્બરમાં સંસદમાં નાગરિક ઉડ્ડયન મંત્રીના એક નિવેદનમાં આ વાત સામે આવી હતી કે છેલ્લાં પાંચ વર્ષોમાં માત્ર ચાર નવાં ઍરપૉર્ટ કાર્યરત થયાં છે.

line

કેટલા લોકો હવાઈ યાત્રા કરે છે?

છેલ્લાં કેટલાંક વર્ષોમાં હવાઈ યાત્રા કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે અને એ કારણથી ઍરલાઈન્સ કંપનીઓમાં ઘણી હરિફાઈ જોવા મળી રહી છે.

ભાજપના દાવા મુજબ એ હકીકત છે કે ડૉમેસ્ટિક ઍરપૉર્ટમાં યાત્રા કરનારા લોકોની સંખ્યા 10 કરોડના આંકડાને પાર કરી ચૂકી છે.

યાત્રીઓની વધતી સંખ્યા. ડૉમેસ્ટિક ઍરલાઇન્સમાં. .

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સંસદની અંદર અપાયેલા નિવેદન મુજબ 2016-17ના નાણાકીય વર્ષમાં ડૉમેસ્ટિક મુસાફરોની સંખ્યા 10.37 કરોડ હતી.

જયારે ડીજીસીએના આંકડા અનુસાર 2016માં લગભગ 10 કરોડ લોકોએ ડૉમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરી હતી. તેના પછીના વર્ષે આ સંખ્યા વધીને 11.78 કરોડ થઈ ગઈ હતી.

લાઇન
લાઇન
line

રેલવે પાછળ રહી ગયું

વધતી માગ આધારે વધુ ઍરપૉર્ટ શરૂ કરવાની જરૂરિયાત છે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વધતી માગ આધારે વધુ ઍરપૉર્ટ શરૂ કરવાની જરૂરિયાત છે છે

હજુ પણ ઘણા ભારતીઓ લાંબી મુસાફરી માટે રેલવે પસંદ કરે છે, તેનું સૌથી મોટું કારણ છે કે સસ્તી છે.

જો કે રેલ યાત્રામાં ઘણો સમય લાગે છે. તેમજ વઘુ આરામદાયક પણ નથી.

ત્યારે સવાલ એ જ છે કે શું 2017માં રેલના એસી ડબ્બા(તેની ટિકિટ સૌથી મોંઘી હોય છે)ની સરખામણીએ લોકોએ હવાઈ યાત્રાઓ વધુ કરી હતી? એ સાચું લાગે છે.

ભારતીય રેલવેના વાર્ષિક અહેવાલ મુજબ 2016-17માં રેલવેના એસી કૉચમાં 14.55 કરોડ લોકોએ મુસાફરી કરી હતી.

જ્યારે ડીજીસીએના મતે આ વર્ષે ડૉમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફલાઇટ મળીને 15.84 કરોડ લોકોએ હવાઈ મુસાફરી કરી.

આ જ કારણ છે કે હવે વધુ ઍરપૉર્ટની માગ વધી રહી છે. ઇન્ટરનેશનલ ઍર ટ્રાન્સપૉર્ટ ઍસોસિયેશન(આઈટીએ)નું અનુમાન છે કે 2037 સુધીમાં 52 કરોડ લોકો હવાઈ સફર કરવા લાગશે.

જ્યારે ભાજપ નાહરિક ઉડ્ડયન ક્ષેત્રે વિઝન 2040 રજૂ કરી ચૂક્યો છે, જેમાં 2040 સુધી એક અબજ મુસાફરો માટે પૂરતા ઍરપૉર્ટ બનાવવાનું વચન આપ્યું છે.

પરંતુ આ પ્રાથમિક માળખામાં કેટલો ખર્ચ થશે તે પ્રશ્ન છે. પ્રશ્ન એ પણ છે કે જે પ્રમાણમાં મુસાફરોની સંખ્યા વધી રહી છે તે માત્રા માટે પ્રાથમિક માળખું કેટલું સક્ષમ હશે?

લાઇન

આપને આ પણ વાંચવું ગમશે

લાઇન
રિયાલિટી ચેક
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો