લોકસભા ચૂંટણી 2019 : 'હું તેને મત આપીશ જે નોકરીની ગૅરંટી આપે'

નનિતા
ઇમેજ કૅપ્શન, નનિતા 18 વર્ષનાં છે અને પ્રથમ વખત મત આપવાનાં છે.
    • લેેખક, અનઘા પાઠક
    • પદ, બીબીસી સંવાદદાતા

"મને મારા જ દેશમાં સન્માનજનક નોકરી શા માટે ના મળે? હું મારાં માતાપિતાના પૈસા ખર્ચી વિદેશ જઈ નોકર તરીકે કામ કરવા નથી માગતી."

18 વર્ષીય નનિતા સોહેલની આ વાત સાંભળી મારા દિમાગમાં એવા ઘણા યુવાનોના ચહેરાઓ ઘૂમવા લાગ્યા જેઓ બેરોજગાર છે, નોકરી માટે પ્રદર્શન કરી રહ્યાં છે, અમુક યુવાનો પરિવાર પર બોજ ન વધે તે માટે દિવસમાં માત્ર એક જ દિવસ ખાય છે તેમજ અમુક યુવાઓ તેમની ડિગ્રી કરતાં નીચલી કક્ષાની નોકરી કરી રહ્યા છે.

નનિતાનું કહેવું છે કે રાજકારણીઓ યુવાનો માટે વિચારતા નથી.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

તેઓ કહે છે, "મારા જેવા ઘણા યુવાનો જેઓ પોતાનાં ભવિષ્યને લઈને ચિંતિત છે. યુવાનોને ખબર નથી કે તેમને પોતાના જ દેશમાં સન્માનજનક નોકરી મળશે કે નહીં?"

"તેમણે સારી ડિગ્રી લીધી છે પરંતુ નોકરીઓ નથી. મેં નથી જોયું કે સરકારે આ મુદ્દે કોઈ પગલાં લીધાં હોય."

"હું 2019ની લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મત આપીશ. મારો મત તેમને જશે જેઓ અમને નોકરીની ગૅરંટી આપે નહીં કે ખોટા વાયદાઓ કરે."

પંજાબના એક નાના શહેર બરનાલામાં નનિતા જેવા ઘણા યુવાનો રહે છે જેમને પોતાનાં સપનાં છે.

દરરોજ સવારે નનિતા બસમાં બરનાલથી બીજા શહેરમાં જાય છે જ્યાં તેઓ પ્રાથમિક શિક્ષકનો કૉર્ષ કરી રહ્યાં છે. ત્યારબાદ બપોરે તેઓ બરનાલની એક સરકારી શાળામાં તાલીમાર્થી શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સાંજના સમયે તેઓ તેમનાં માતાને કપડાંની દુકાનમાં મદદ કરે છે.

જ્યારે અમે નનિતાને મળવા પહોંચ્યા ત્યારે તેઓ ક્ષીણ દીવાલો પર વૉલપેપર ચોંટાડી રહ્યાં હતાં. તેમના ઘરે મહેમાન આવવાના હતા એટલા માટે તેઓ ઘરને શણગારી રહ્યાં હતાં.

અમે જ્યારે તેમના ઘરે પહોંચ્યા તેમણે બધું જ કામ છોડી અમને આવકાર્યા.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

વિદેશ જવાની ઘેલછા

પંજાબી યુવાનો

નનિતાનાં માતા દીકરી વિષે વાત કરી રહ્યાં હતાં અને તેમના પિતા માથું ધુણાવી અને સ્મિત કરી રહ્યા હતા.

વાલીઓ તેમનાં બાળકોને સારું શિક્ષણ અપાવવા માટે ખૂબ જ મહેનત કરે છે અને બાળકો પણ અભ્યાસમાં ધ્યાન આપે છે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે.

ભારતમાં રહેતા લાખો યુવાનો રોજગારી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છી ત્યારે પંજાબ આમાંથી કેવી રીતે બાકાત રહી શકે?

આપણાં દિમાગમાં પંજાબની જે કલ્પના છે (બોલીવૂડને કારણે બનેલી) તેમાં લીલાં ખેતરો, લસ્સીનો મોટો ગ્લાસ અને સુંદર છોકરીઓ રંગબેરંગી દુપટ્ટાઓમાં સરસોનાં ખેતરોમાં ડાન્સ કરતી હોય તેવી બનેલી છે.

પરંતુ આ ચિત્ર વાસ્તવિકતાથી તદ્દન અલગ છે. પંજાબના યુવાનો બે વસ્તુઓમાં ફસાયેલા છે. એક છે નશો અને બીજું વિદેશ જવાનું સપનું.

માત્ર યુવાનો જ નહીં પરંતુ માતાપિતા પણ તેમનાં બાળકોને વિદેશ મોકલવા માગે છે. એટલા માટે અહીં IELTS ટ્યૂશન ક્લાસ અને વિઝા કન્સલટન્સીની બહાર ભારે માત્રામાં લાંબી લાઇનો લાગેલી જોવા મળે છે.

પરંતુ આ પ્રકારની દરેક સંસ્થાઓ વિશ્વાસપાત્ર નથી હોતી. અમુક સંસ્થાઓ લોકોને છેતરી તેમની પાસેથી પૈસા પડાવી લે છે. આમ છતાં વિદેશ જવાની ઘેલછા ઓછી નથી થતી.

ગરીબ પૃષ્ઠભૂમિથી આવતા યુવાનોનાં માતાપિતા બાળકોની ટ્યૂશન ફી ભરવા માટે મિલકત અને ખેતરો પણ વેચી દે છે.

ત્યારે સવાલ થાય છે કે પંજાબના યુવાનોને સ્વદેશમાં ભવિષ્ય બનાવવા અંગે વિચાર કેમ નથી આવતો?

વીડિયો કૅપ્શન, ભારતમાં છેલ્લાં 45 વર્ષોમાં રોજગારીની સ્થિતિ સૌથી ખરાબ

આ મુદ્દે નનિતા કહે છે, "જ્યારે હું મારા સિનિયર્સને જોઉં છું ત્યારે નિરાશ થાઉં છું. તેમણે પોતાનું શિક્ષણ પૂરું કરી લીધું છે છતાં તેઓ બેરોજગાર છે. તેમની પાસે કમાણીનું કોઈ સાધન નથી. હું નથી ઇચ્છતી કે મારી પરિસ્થિતિ તેમના જેવી બને."

સેન્ટર ફૉર મોનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમીના રિપોર્ટ મુજબ વર્ષ 2018માં બેરોજગારીનો દર 7.4 ટકા હતો. આ આંકડો છેલ્લા 15 મહિનામાં ઉચ્ચ સ્તરે છે.

રિપોર્ટ એવું પણ કહે છે કે વર્ષ 2018માં 1.10 કરોડ લોકોએ નોકરી ગુમાવી છે જેમાંથી 88 લાખ મહિલાઓ અને 22 લાખ પુરુષો હતાં.

નનિતા કહે છે, "હું શિક્ષક બનવાની તૈયારીઓ કરી રહી છું. પાડોશી મારાં માતાપિતાને સવાલ કરે છે કે શા માટે તેઓ મને IELTSની તૈયારીઓ નથી કરાવતા? તેઓ કહે છે કે શિક્ષક તરીકે ભવિષ્ય નથી તેના કરતાં વિદેશમાં સારી તકો છે."

નનિતા સવાલ કરે છે કે જેઓ પંજાબી યુવાનો વિદેશમાં રહે છે તેમનું ભવિષ્ય શું સુરક્ષિત છે?

તેઓ ઉમેરે છે, "તેમાંથી અમુક મૉલમાં બ્રેડ પૅક કરે છે તો અમુક પિઝા શૉપમાં અથવા બીયર બારમાં કામ કરે છે. આ કામમાં સન્માન અને સારી કારકિર્દીની તકો ક્યાં છે?"

ભારતના મોટા ભાગના યુવાનોની સમસ્યા મહદંશે એક સમાન છે. તેઓ અસમાનતા, બેરોજગારી, રૂઢીવાદી વિચારધારા, પરંપરાગત નોકરીઓમાં ઓછું વેતન, અસ્વતંત્રતા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તો પછી સૌથી વધુ પંજાબના યુવાનો શા માટે હિજરત કરે છે?

લાઇન
લાઇન

સરકારને સવાલ

નનિતા

આ મુદ્દે સ્થાનિક પત્રકાર સુખચરન પ્રીત કહે છે, "આજની યુવા પેઢી વિદેશ જવાના સપાનાં જુએ છે."

રજત મિત્તલે બરનાલ કૉલેજમાં અભ્યાસ કરે છે. તેઓ સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે સાથે IELTSની તૈયારી પર કરી રહ્યા છે.

તેઓ કહે છે, "અન્ય રાજ્યોના યુવાનો પણ બેરોજગારીથી પીડિત છે. તેઓ ગમે તે કામ કરીને પૈસા રળી રહ્યા છે."

"અહીંના યુવાનોને શિક્ષણ પૂર્ણ કર્યા બાદ સરકારી નોકરી ના મળે તો તેઓ કંઈ જ નથી કરતા."

અહીં કૅનેડા તથા યુરોપ જવા માટે લોકો જમીન પણ વેચી દે છે. એટલે સુધી કે યુવાનોનું લગ્ન પણ IELTS સ્કૉરના આધારે નક્કી થાય છે.

સુખચરન પ્રીત કહે છે, "70 અને 80ના દાયકામાં ખાલિસ્તાન ભાગલાવાદીઓનો પ્રભાવ હતો. લોકો વિચારતા કે તેમનાં બાળકો દેશ છોડી દે એ સારું છે અને વિદેશમાં કારની સફાઈ કરવી પણ સુરક્ષિત છે."

"બીજી તરફ જે લોકો વિદેશમાં સ્થાયી થયા હતા તેઓ ડૉલરમાં કમાતા હતા. ભારતીય લોકો પાસે ઓછાં નાણાં હતા. એનઆરઆઈ ગામડાંમાં વિશાળ ઘરો બનાવતાં અને લોકો તેનાથી ખૂબ પ્રભાવિત થતા. આ કારણે પણ લોકોને વિદેશથી આકર્ષાય છે."

પરંતુ જ્યારે 18 વર્ષીય નનિતા વિદેશ જવાની ના પાડે છે ત્યારે લોકો નવાઈ પામે છે.

નનિતા કહે છે, "જો હું TET (ટીચર એલિજિબલ ટેસ્ટ) પાસ કરી લઉં તો મને મારા દેશમાં સારી નોકરી મળવી જ જોઈએ. હું અહીં સન્માનજનક નોકરી ઇચ્છું છું. હું કોઈ પણ કિંમતે મારો દેશ નથી છોડવા માગતી."

નનિતા મુજબ સરકાર અને રાજકારણીઓ આ મુદ્દાઓનો ઉકેલ નથી લાવવા માગતા કારણ કે આનાથી તેમના મત વધવાના નથી.

ગંભીર ચહેરા સાથે નનિતા સવાલ કરતાં કહે છે, "હું મારા દેશને ખૂબ જ પ્રેમ કરું છું પરંતુ મારા દેશની સરકાર મારા માટે શું કરી રહી છે?"

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો