You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભા ચૂંટણી 2019 : નરેન્દ્ર મોદીએ સેલિબ્રિટિઝને એક પછી એક 31 ટ્વીટ કરીને શું કહ્યું?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
બુધવારે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લગભગ 75મિનિટના ગાળામાં એક પછી એક 31 ટ્વીટ કર્યાં હતાં, જેમાં તેમણે અલગ-અલગ ક્ષેત્રની સેલિબ્રિટીઝને ટ્વીટ કરી હતી.
જેમાં રણવીર સિંહ, વરૂણ ધવન, આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા જેવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હસ્તીઓ, વિરાટ કોહલી, રોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોની જેવા ક્રિકેટર્સ, ફોગટ બહેનો, યોગેશ્વર દત્ત અને સુશીલ કુમાર જેવા કુસ્તીબાજોને ટૅગ કર્યા હતા.
આ સિવાય તેમણે જગ્ગી વાસુદેવ શ્રી શ્રી રવિશંકર, બ્રહ્યાકુમારીઝ અને બાબા રામદેવ જેવા આધ્યાત્મિક ગુરૂઓ અને સંગઠનોને પણ મતદાન વધારવા અપીલ કરી હતી.
જેમાં નરેન્દ્ર મોદીએ મતદાન વધારવા અને લોકોને આ માટે પ્રોત્સાહિત કરવા માટે અપીલ કરી હતી.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે આ ટ્વીટ ઉપર જવાબ આપીને તેમને ટૉન્ટ પણ માર્યો હતો.
લગભગ અઢી મિનિટે એક ટ્વીટ
મતદાન સંદર્ભની ટ્વિટર શ્રૃંખલામાં વડા પ્રધાન મોદીએ બુધવારે સવારે 9.15 કલાકે પહેલું અને 10.30 કલાકે છેલ્લું ટ્વીટ કર્યું હતું. આ ગાળામાં તેમણે કુલ 31 ટ્વિટ કર્યાં હતાં અને 89 ટ્વિટર હૅન્ડલ્સને ટૅગ કર્યાં હતાં.
મોદીએ ટૅગ કરેલા લોકોમાંથી બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન સૌથી વધુ ત્રણ કરોડ 76 લાખ ફૉલોઅર્સ ધરાવે, જ્યારે સંજય ગુપ્તા સૌથી ઓછા 9238 ફૉલોઅર્સ ધરાવે છે. તેઓ હિંદી અખબાર દૈનિક જાગરણના ઍડિટર-ઇન-ચીફ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોદીએ ટ્વિટર પર નથી એવા કે. ચંદ્રશેખર રાવ (તેલંગણાના મુખ્ય પ્રધાન), શ્રી એમ (આધ્યાત્મિક ધર્મગુરુ), નેશનલ કૅડેટ કૉર્પ્સ (NCC), નેશનલ સર્વિસ સ્કીમ (NSS), નેહરુ યુવા કેન્દ્ર અને ઈનાડુ (તેલુગુ અખબાર અને ચેનલ)ને પણ ટૅગ કર્યા હતા.
આપને આ પણ વાચવું ગમશે
'વડા પ્રધાન બદલો'
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે મોદીના ટ્વીટ ઉપર જવાબ આપતાં લખ્યું:
"વડા પ્રધાન મહાગઠબંધનને મહાપરિવર્તનની અપીલ કરી રહ્યા છે, તે જાણીને દિલ ખુશ થયું."
"હું પણ દેશના તમામ નાગરિકોને અનુરોધ કરું છું કે તેઓ જંગી મતદાન કરે અને નવા વડા પ્રધાન ચૂંટે."
મોદીએ અખિલેશને ટૅગ કર્યાં તેની ગણતરીની મિનિટો પહેલાં જ અખિલેશે એક ટ્વીટ લખ્યું હતું, જેમાં તેમણે સ્વચ્છ ભારત તથા ગંગા શુદ્ધીકરણ ઉપર સવાલ ઉઠાવ્યા હતા.
માયાવતીએ મોદીના ટ્વીટ ઉપર કોઈ જવાબ ન આપ્યો, પરંતુ તેમના ટ્વીટના અમુક કલાક બાદ લખ્યું કે 'દેશે હંમેશા સૈનિકોની શૂરવીરતા તથા તેમની શહીદીનું સન્માન કર્યું છે, પરંતુ ભાજપના કાર્યકાળ દરમિયાન મોટી સંખ્યામાં સૈનિકોની શહીદી કેમ? શું દેશ સલામત હાથોમાં છે.'
ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આગામી લોકસભા ચૂંટણી માટે એક સમયે તેમના કટ્ટર વિરોધી મનાતા માયાવતીના બહુજન સમાજ પક્ષ સાથે ગઠબંધન કર્યું.
લેખમાં શું હતું?
ટ્વીટ્સમાં સેલિબ્રિટિઝને ટૅગ કરતા પહેલાં મોદીએ પહેલાં તેમણે 'લોકશાહીને મજબૂત કરવા માટે ચાર વિનંતી'નો લેખ અંગ્રેજી અને હિંદીમાં શૅર કર્યો હતો.
જેમં તેમણે લોકોને મતદાતા તરીકે નામ નોંધાવવા, મતદાર યાદીમાં નામની ખરાઈ કરવા, ઉનાળા દરમિયાન ચૂંટણી હોવાથી મતદાન તારીખોને આધારે વૅકેશનનું આયોજન કરવા તથા અન્યોને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી.
રાહુલ ગાંધી, શરદ પવાર, ચંદ્રબાબુ નાયડુ, મમતા બેનર્જી અને તેજસ્વી યાદવ જેવા નેતાઓએ મોદીના ટ્વીટ ઉપર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો