You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં નથી જૈશ-એ-મોહમ્મદ : પાકિસ્તાનની સેનાના પ્રવક્તા
પાકિસ્તાન સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે એક ટેલિવિઝન મુલાકાતમાં કહ્યું કે ઉગ્રવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાનમાં છે જ નહીં.
સીએનએનને આપેલી એક મુલાકાતમાં જે પણ દાવો જૈશ દ્વારા કરવામાં આવી રહ્યો છે તે પાકિસ્તાનની ભૂમિ પરથી થયું નથી.
ઉલ્લેખનીય છે કે જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મૌલાના મસૂદ અઝહરના દીકરા અને ભાઈની અટકાયત બાદ આ મુલાકાત સામે આવી છે.
અન્ય એક ઘટનામાં પાકિસ્તાનના પૂર્વ પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફે જૈશ-એ-મોહમ્મદ સામે ભારતની કાર્યવાહીનું સમર્થન કર્યું છે અને દાવો કર્યો કે એમના કાર્યકાળ દરમિયાન જૈશ-એ-મોહમ્મદ દ્વારા બે વાર તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
એમણે ત્યાં સુધી કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ હતા ત્યારે ભારત પર કરવામાં આવેલા કેટલાક હુમલામાં મસૂદ અઝહરના આ જ સંગઠનનો હાથ હતો.
જનરલ પરવેઝ મુશર્રફે પાકિસ્તાનના પત્રકાર નદીમ મલિકને આપેલી એક મુલાકાતમાં આ દાવો કર્યો છે.
રફાલ : 'ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી' - કુમાર વિશ્વાસ
રફાલ વિમાન સોદામાં કથિત ગેરરીતિના આક્ષેપ પર તપાસની માગમાં ગઈ કાલે સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે રફાલ સોદાના દસ્તાવેજોની ચોરી થઈ છે અને ઑફિસિયલ સિક્રેટ ઍકટની વાત કરી હતી.
આ મામલે કુમાર વિશ્વાસે ટ્વીટ કરીને કહ્યું, "લો જી, ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી. આ તો ગુપ્ત દસ્તાવેજ છે. આવા મામલાઓમાં સેંકડો 'લોકો' પણ ગાયબ થઈ જાય છે. આ તપાસેલી મોટી 'વ્યાપમ' આદત છે. ભગવાન માલિક છે અથવા એ માલિક છે જે આ દિવસોમાં ભગવાન છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રફાલ મામલે રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું કે રફાલ કૌભાંડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે પગલાં લેવાં માટે પૂરતા પુરાવાઓ છે. કૌભાંડની શરૂઆતની અને આખરની કડી એમના પર જ પૂરી થાય છે.
બીજી તરફ સરકારે સુપ્રીમ કોર્ટમાં રફાલ મામલે ગુપ્ત ફાઇલ્સને આધારે સમાચાર પ્રકાશિત કરનાર 'ધ હિંદુ' અખબાર સામે ઑફિસિયલ સિક્રેટ ઍક્ટ મુજબ કાર્યવાહીની વાત કરી હતી અને ચોરાયેલા દસ્તાવેજો સામે વાંધો ઉઠાવ્યો હતો.
આ વિશે 'ધ હિદુ'ના વરિષ્ઠ પત્રકાર એન. રામે કહ્યું હતું કે અખબાર તેના સ્રોતના રક્ષણ અંગે પ્રતિબદ્ધ છે.
ભાજપના સાંસદે ધારાસભ્યને જૂતાથી માર માર્યો
ઉત્તર પ્રદેશના સંત કબીરનગર જિલ્લામાં પ્રભારી મંત્રી અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ભાજપના સંસદસભ્ય અને ધારસભ્ય વચ્ચે પહેલાં વાણીયુદ્ધ થયું અને પછી જૂતાની સર્જિકલ સ્ટ્રાઇક થઈ.
આ ઘટનાને કેટલાક લોકોએ વીડિયોમાં કેદ કરી હતી અને જોત-જોતામાં વીડિયો વાઇરલ થઈ ગયો હતો.
માહિતી મુજબ જિલ્લા કાર્ય યોજનાની બેઠક દરમિયાન પ્રભારી મંત્રી આશુતોષ ટંડનની હાજરીમાં સ્થાનિક સાંસદ શરદ ત્રિપાઠીએ ફરિયાદ કરી કે જિલ્લાના વિકાસકામોની સાબિતી ગણાતી તકતીઓમાં તેમનું નામ નથી લખવામાં આવી રહ્યું.
આ દરમિયાન મેંહદાવલના ભાજપના ધારાસભ્ય રાકેશ બધેલે એના પર વાંધો ઉઠાવ્યો અને વિવાદ એટલો આગળ વધ્યો કે ધારસભ્યે જૂતા મારવાની ધમકી આપી. જોકે, ધારસભ્ય ધમકીનો અમલ કરે તે અગાઉ જ સાંસદે ધારાસભ્ય પર જૂતાઓનો વરસાદ વરસાવી દીધો.
આની સામે ધારાસભ્ય રાકેશ બધેલે સાંસદને થપ્પડથી જવાબ આપ્યો.
આ મામલે ધારાસભ્ય રાકેશ બધેલ સાંસદની ધરપકડ કરવાની માગ સાથે કલેકટર ઑફિસમાં ધરણા પર બેસી ગયા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
દુનિયાના અમીરોની યાદીમાં મુકેશ અંબાણીની 13માં સ્થાને
ફૉર્બ્સે દુનિયામાં 2019ના સૌથી અમીર લોકોની યાદી જાહેર કરી છે, જેમાં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી 13માં સ્થાને છે.
2018માં તેઓ 19માં ક્રમે હતા, આમ એક વર્ષમાં તેઓ દુનિયાના ધનિકોની યાદીમાં 6 ક્રમ આગળ વધ્યા છે. અગાઉ 2017માં તેઓ 33માં ક્રમે હતા.
ઍમેઝોનના સ્થાપક જૅફ બૅજોસ આ યાદીમાં સૌથી ઉપર છે અને એમના પછી બિલ ગેટ્સનો નંબર આવે છે.
ફૉર્બ્સની આ યાદી 8 ફેબ્રુઆરીના રોજ કંપનીઓના શૅર બજારની સ્થિતિને અને વિનિમય દરને આધારે નક્કી કરવામાં આવી છે.
બાલાકોટ : મને દેશદ્રોહી માનતા હો તો કેસ કરો - દિગ્વિજય સિંહ
ભારતીય સેનાની બાલાકોટ કાર્યવાહી પછી કૉંગ્રેસના નેતા દિગ્વિજય સિંહના ટ્વીટ બાબતે વિવાદ થતા તેમણે સરકારને પડકાર ફેંક્યો છે કે જો એમને દેશદ્રોહી માનતા હો તો કેસ કરો.
દિગ્વિજય સિંહે કહ્યું કે મે ટ્વીટ દિલ્હીમાંથી કર્યું હતું અને દિલ્હીની પોલીસ કેન્દ્ર સરકાર હેઠળ આવે છે, જો તમે અથવા તમારા મંત્રીઓ મને પાકિસ્તાન સમર્થક, દેશદ્રોહી માનતા હો અને હિંમત હોય તો મારી પર કેસ દાખલ કરો.
દિગ્વિજય સિંહે 4 માર્ચે આ ટ્વીટ કર્યું હતું જેના પર અનેક લોકોએ પ્રતિક્રિયા વ્યકત કરી હતી અને તેમના પર પાકિસ્તાનનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપના નેતાઓએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
મુસ્લિમો પર અત્યાચારને મુદ્દે UNની ભારતને ચેતવણી
સંયુક્ત રાષ્ટ્ર સંઘના માનવઅધિકાર પ્રમુખ મિશેલ બાચલેએ બુધવારે દેશમાં મુસ્લિમ સમુદાયના લોકો પર વધી રહેલા અત્યાચાર મામલે ભારતને ચેતવણી આવી છે.
મિશેલે કહ્યું કે સંકુચિત વિચારની રાજનીતિને લીધે સમાજના નબળા લોકો પહેલાંથી જ હાંસિયામાં જીવે છે. અમને મળી રહેલા અહેવાલ પરથી એવા સંકેતો મળે છે કે લઘુમતી સમુદાય પર અત્યાચારની ઘટનાઓ વધી છે. ખાસ કરીને મુસ્લિમો અને ઐતિહાસિક રીતે વંચિત દલિતો તેમજ આદિવાસીઓ પર અત્યાચાર વધ્યો છે.
મિશેલે આ વાત જીનિવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર કાઉન્સિલના વાર્ષિક રિપોર્ટમાં કહી છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ માનવઅધિકાર દેખરેખ સંસ્થા ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલના અહેવાલમાં પણ ભારતમના દલિતો અને વંચિતો પર અત્યાચાર વધી રહ્યા હોવાનું કહેવામાં આવ્યું હતું.
તમે આ વાંચ્યું કે નહીં?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો