You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાલાકોટ : જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મસૂદ અઝહરના મૃત્યુની હકીકત શું છે?
- લેેખક, શુમાઇલા જાફરી
- પદ, બીબીસી સંવાદદાતા, ઇસ્લામાબાદ
ભારતના માધ્યમો માટે રવિવારનો રજાનો દિવસ ગરમાવા ભરેલો રહ્યો, કેમ કે ભારત અને પાકિસ્તાનના વર્તમાન તણાવ વચ્ચે અફવાઓનું કારખાનું ઘડિયાળાના કાંટાની જેમ ચારેકોર ચાલતું રહ્યું કે 'મસૂદ અઝહરનું મૃત્યુ થયું છે.'
રવિવારે બપોરે અચાનક જ અનેક ભારતીય ટ્ટિટર હૅન્ડલસ પાકિસ્તાનમાં મસૂદ અઝહરના મૃત્યુના 'સમાચાર' રજૂ કરવા લાગ્યા.
આ 'સમાચાર'ને તરત જ મુખ્ય પ્રવાહના માધ્યમોએ ઝડપી લીધા અને મીડિયાગૃહો, જેમણે સમાચારની સત્યતાની કોઈ ખાતરી નથી તેઓએ પણ પાકા નથી એવા કથિત સૂત્રોને ટાંકીને સમાચાર પ્રસારિત કરી દીધાં.
ટાઇમ્સ નાઉએ ટ્વીટ કર્યુ. બ્રેકિંગ : રિપોર્ટ્સ જણાવે છે કે મૌલાના મસૂદ અઝહરનું મૃત્યુ થયું છે. અહેવાલો હજી પાકા નથી.
સીએનએનન્યૂઝ18એ લખ્યું, બ્રેકિંગ : મૌલાના મસૂદ અઝહર માર્યા ગયા છે. એમનું મૃત્યુ બીજી માર્ચે થયું. લશ્કરી હોસ્પિટલની ચકાસણી બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ઇસ્લામાબાદ- ટોચના ઇન્ટેલિજન્સ અધિકારી.
એ સ્પષ્ટ નથી કે આ ધારણાનો સ્રોત શું છે એ સ્પષ્ટ થતું નથી. જોકે, એટલું સમજાય છે કે એની પાછળ પાકિસ્તાનના વિદેશ મંત્રીની શાહ મહેમૂદ કુરેશીએ સીએનએનને આપેલી મુલાકાત એના કેન્દ્રમાં છે.
સીએનએનના ક્રિશ્ચિયન અમનપોર સાથેની એ મુલાકાતમાં કુરેશીએ કહ્યું હતું કે 'જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહર પાકિસ્તાનમાં છે અને ગંભીર રીતે બીમાર છે. એટલી હદે કે એ ચાલી નથી શકતા અને ઘરની બહાર નથી નીકળી શકતા.'
કેટલાક ભારતીય ટ્વિટર એકાઉન્ટ્સે એવો પણ દાવો કર્યો કે ભારતે પાકિસ્તાન પર કરેલી એક સ્ટ્રાઇકમાં મસૂદ અઝહરનું મૃત્યુ થયું છે અને પાકિસ્તાન એ લાંબા સમયથી બીમાર છે અને બીમારીને લીધે અવસાન થયું એમ કહીને સમાચારને ઢાંકવા પ્રયાસ થઈ રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
શું કહે છે પાકિસ્તાનના પત્રકારો?
#MasoodAzharDEAD એ ભારતમાં રવિવારે સાંજે અને સોમવારે પણ ટોપ ટ્રૅન્ડ હતો.
આ સમાચારને રવિવારે પાકિસ્તાન તરફથી તત્કાળ નકારવામાં આવ્યા.
પાકિસ્તાનના પત્રકાર સાબૂખ સૈયદ અનેક ધાર્મિક અને ઉગ્રવાદી સંસ્થાઓનું 18 વર્ષથી રિપોર્ટિંગ કરે છે.
એમણે એમનાં ઉર્દૂ બ્લૉગમાં દાવો કર્યો કે મસૂદ અઝહરનું મૃત્યુ થયું હોવાના ભારતીય મીડિયાના સમાચારો ખોટાં છે અને પાયાવિહોણાં છે.
સાબૂખ સૈયદે જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનો અગાઉ ત્રણ વખત ઇન્ટરવ્યૂ કરેલો છે.
સાબૂખે એમ પણ જણાવ્યું કે જૈશના વડા મસૂદ અઝહર 2016ના પઠાણકોટ હુમલા પછીથી મીડિયાના સંપર્કમાં નથી.
બીબીસી સાથે વાત કરતા સાબૂખ સૈયદે કહ્યું કે 'એમણે જૈશ-એ-મોહમ્મદના એમના સૂત્રો સાથે વાત કરી છે અને એમનો દાવો છે કે મસૂદ અઝહર ઠીક છે.'
સાબૂખ વિગતે વાત કરતા કહે છે કે 'મસૂદ અઝહરને 2010થી કિડનીની બીમારી છે એ સત્ય છે અને એ માટે છેલ્લા નવ વર્ષથી એની સારવાર ચાલી રહી છે, પણ એ ચોક્કસપણે ગંભીર રીતે બીમાર નથી.'
અઝાઝ સૈયદ અન્ય એક પત્રકાર છે જેઓ જૈશ-એ-મોહમ્મદના નેતૃત્વ સાથે સંપર્ક ધરાવતા હોવાનો દાવો કરે છે. એમણે પણ ટ્ટીટ કરીને મસૂદ અઝહરના મૃત્યુના સમાચારને ખોટાં ગણાવ્યા છે.
એમણે કહ્યું કે '#MasoodAzhar એ જીવતા છે. એમના મૃત્યુના સમાચારો ખોટાં છે. મીડિયા ફરી એક વાર ફેકન્યૂઝનો ભોગ બન્યું છે. #FakeNews. #Pakistan #India'
અઝાઝે બીબીસીને સાથે વાત કરતા કહ્યું કે 'એમણે મસૂદ અઝહર સાથે સંકળાયેલી વ્યકિત સાથે વાત કરી અને જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા વ્યકિતઓ સાથે વાત કરી પણ બેઉએ સમાચારોને નકારી કાઢ્યા છે.'
અઝાઝ એવું માને છે કે 'મસૂદ અઝહરની બીમારીના અહેવાલને વધારીને રજૂ કરવામાં આવ્યા છે. જૈશ-એ-મોહમ્મદના વડા બીમાર છે પણ મોતની પથારીએ તો ચોક્કસ નથી.'
સરકારે પણ ના પાડી
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ સ્થાનિક ચેનલ સાથે મોડી રાતે વાત કરતા આવા સમાચારને રદિયો આપ્યો છે.
જ્યારે ચેનલના ઍન્કરે એમને ભારતીય મીડિયા દ્વારા ચલાવાઈ રહેલાં મસૂદ અઝહરના મૃત્યુ વિશે સવાલ પૂછ્યો તો એમણે કહ્યું 'અમારી પાસે આવી કોઈ માહિતી નથી.'
ઇસ્લામાબાદ સ્થિત પાક ઇન્સ્ટિટ્યૂટ ફૉર પીસ સ્ટડીઝના સુરક્ષા નિષ્ણાત આમીર રાણાએ ઉગ્રવાદી સંસ્થાઓ અંગે ઊંડી સમજ ધરાવે છે.
તેઓ મસૂદ અઝહરના મૃત્યુના સમાચાર બાબતે સહમત નથી. તેઓ કહે છે 'મસૂદ અઝહરના મૃત્યુના સમાચાર ખરાં કહી શકાય એવી કોઈ સાબિતી મને મળતી નથી.'
તેઓ ઉમેરે છે 'લોકોએ ગેરમાર્ગે દોરનારી માહિતીથી સાવધાન રહેવું જોઇએ. તણાવની સ્થિતિમાં અફવાઓ કઈ ધારી પણ ન શકે એટલી ઝડપથી ફેલાતી હોય છે.'
તમે આ વાંચ્યું કે નહીં?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો