પુલવામા હુમલો : હુમલો કરનાર ઉગ્રવાદીના પિતાએ ઘટનાની ટીકા કરી

હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલામાં 46 જવાનોનાં મોત થયાં છે. આ હુમલો જૈશ-એ-મોહમ્મદ નામના સંગઠને કર્યો હતો. હાઈવે પર જઈ રહેલા સીઆરપીએફના કાફલામાં વિસ્ફટકોથી ભરેલી કાર ઘૂસાડી દઈને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. હુમલો કરનારા કાશ્મીરના પુલવામાનો સ્થાનિક યુવક આદિલ અહમદ જ હતો.

હુમલો કરનાર ઉગ્રવાદી યુવક આદિલના પિતાએ આ ઘટનાની ટીકા કરી છે.

આદિલના પિતા ગુલામ હસન દારે પત્રકારો સાથેની વાતમાં જણાવ્યું કે કાશ્મીરમાં રોજ હજારોની સંખ્યામાં લોકો મરે છે અને અનેક જવાનોએ પણ જીવ ગુમાવ્યો છે.

તેમણે ઉમેર્યું, "બન્ને દેશોએ મળીને આ પરિસ્થિતિનો ઉકેલ લાવવો જોઈએ. હું આ હુમલાની ટીકા કરું છું."

આ હુમલા પર બોલતા વડા પ્રધાન મોદીએ કહ્યું, "આતંકીઓએ બહુ મોટી ભૂલ કરી ગયા છે. આ હુમલાને કારણે દેશમાં આક્રોશ છે. હું દેશને ભરોસો આપું છું કે હુમલાની પાછળ જે તાકાતો છે, આ હુમલાના જે ગુનેગારો છે, તેમને તેમના આ કૃત્યની સજા અવશ્ય મળશે."

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ સ્થિતિમાં અમે જવાનો અને સરકારની સાથે છીએ.

લાઇન

જાવેદ અખ્તર અને શબાના આઝમીએ પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

પુલવામા હુમલાને અનુસંધાને અભિનેત્રી શબાના આઝમીએ ટ્વીટ કરીને કહ્યું કે પાકિસ્તાન સાથે દરેક પ્રકારના સાંસ્કૃતિક આદન-પ્રદાનને સ્થગિત કરી દેવાની જરૂર છે.

તેમણે ટ્વીટ કર્યું, "હું પુલવામાના કાયર હુમલાને કારણે ખૂબ જ દુખી અને શોકમાં છું. આટલા વર્ષોમાં પ્રથમ વખત મારો વિશ્વાસ નબળો પડ્યો છે કે બન્ને તરફના લોકોના જોડાવવાથી સત્તા પર કામ કરવાનું દબાણ આવશે."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

શબાના આઝમીએ અનેક ટ્વીટ કર્યા હતા જેમાં એક ટ્વીટમાં તેમણે લખ્યું કે આપણે એ જાણવું જોઈએ કે પાકિસ્તાનની સત્તા અને ત્યાંના લોકોમાં ઘણો તફાવત છે.

આ સાથે જ તેમના પતિ જાવેદ અખ્તરે ટ્વીટ કરીને જણાવ્યું કે તેમણે કરાચી આર્ટ કાઉન્સિલનો પ્રવાસ રદ કરી દીધો છે.

line

સૈનિકના મૃતદેહને રાજનાથ સિંહે કાંધ આપી

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

દેશના ગૃહમંત્રી રાજનાથ સિંહ બડગામ પહોંચ્યા હતા જ્યાં તેમણે સૈનિકના મૃતદેહને કાંધ આપી હતી.

આ સાથે જ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક તથા ભારતીય સેનાની ઉત્તરી કમાનના લેફ્ટનન્ટ રણબીર સિંહે મૃત જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી.

ભારતના વિદેશ સચિવ વિજય ગોખલેએ ભારત સ્થિત પાકિસ્તાનના હાઈ-કમિશનર સોલિહ મોહમ્મદને જૈશ-એ-મોહમ્મદ વિરુદ્ધ કાર્યવાહી કરવા સમન્સ આપ્યું છે.

line

કાશ્મીરમાં હુમલાને કારણે જમ્મુમાં હિંસા, કર્ફ્યૂ લદાયો

જમ્મુના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં એક ગુસ્સે ભરાયેલા ટોળાએ પાર્ક કરેલી કારોમાં તોડફોડ કરી છે.

જેને લઈને સ્થાનિક વહીવટી તંત્રએ ગુર્જરનગર સહિત કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ લાદી દીધો છે.

સ્થાનિક અધિકારીઓ અને ઘટનાના સાક્ષીઓએ આ વાત બીબીસીને જણાવી છે.

વેપારીઓએ પુલવામાના હુમલાના વિરોધમાં બંધ પાળ્યો છે. બંધને કારણે બિઝનેસ અને વાહનવ્યવહારને અસર થઈ છે.

જમ્મુ ચેમ્બર ઑફ કૉમર્સે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું, "વડા પ્રધાન મોદીએ પોતાની ઊંઘમાંથી ઊઠવું જોઈએ અને આ હુમલાના દોષિતોને સજા કરવી જોઈએ."

ચેમ્બર ઑફ કૉમર્સના પ્રમુખ રાકેશ ગુપ્તાએ જમ્મુમાં બનેલી ઘટનાની ટીકા કરતાં કહ્યું કે કેટલાંક તત્ત્વો જમ્મુ અને કાશ્મીર વચ્ચે ભાગલા પડાવવા માગે છે.

line

જવાનોને શ્રદ્ધાંજલિ

જમ્મુ-કાશ્મીરના બડગામમાં આવેલા સીઆરપીએફના કૅમ્પમાં મૃત જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જે બાદ તેમના પાર્થિવ શરીરને દિલ્હી લાવવામાં આવશે.

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

line

પાકિસ્તાન દૂતાવાસની સુરક્ષા વધારાઈ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલા બાદ દિલ્હી ખાતે આવેલા પાકિસ્તાનના દૂતાવાસ પાસે સુરક્ષાને વધારી દેવામાં આવી છે.

line

અમે સરકારની સાથે : રાહુલ ગાંધી

કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે અમે શહીદ પરિવારોના સાથે છીએ. સમગ્ર વિપક્ષ ભારત સરકારની સાથે ઊભો છે.

તેમણે કહ્યું, "આ ખૂબ જ નિંદનીય આતંકી હુમલો છે. દેશ આવા આંતકી હુમલાને ક્યારેય ભૂલી શકશે નહીં."

"સરકારની કોઈ પણ કાર્યવાહીનું સમર્થન અમે સમર્થન કરીશું. આંતકીઓનું લક્ષ્ય દેશને વિભાજીત કરવાનું છે."

"આ હિંદુસ્તાનના આત્મા પર હુમલો થયો છે. કોઈ પણ તાકાત આપણે તોડી શકશે નહી."

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

line

આજનો દિવસ દુખનો દિવસ : મનમોહન સિંહ

પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું કે આજનો દિવસ દુખનો દિવસ છે. આપણા દેશે 40 જવાનોને ગુમાવ્યા છે. આપણી એ ફરજ છે કે આપણે તેમના પરિવારની સાથે છીએ એવો સંદેશો આપવો જોઈએ. આપણે ક્યારેય આતંકવાદી હુમલા સામે સમજૂતી ના કરવી જોઈએ.

line

મોદીએ કહ્યું,"આતંકીઓએ બહુ મોટી ભૂલ કરી છે"

વડા પ્રધાન મોદીએ વંદે ભારત એક્સપ્રેસની શરૂઆત કરાવતાં ભારતમાં થયેલા ઉગ્રવાદી હુમલા પર પ્રતિક્રિયા આપી હતી.

તેમણે કહ્યું કે પુલવામામાં માર્યા ગયેલા જવાનોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

મોદીએ કહ્યું, "આ હુમલાને કારણે દેશમાં જે આક્રોશ છે, લોકોનું લોહી ઉકળી રહ્યું છે, એ હું સમજી રહ્યો છું."

"આ સમયે દેશની જે ભાવનાઓ છે, કંઈ કરવાની, તે સ્વાભાવિક છે."

"અમારા સુરક્ષાદળોને પૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે. અમને આપણા સૈનિકો પર પૂરો ભરોસો છે."

"હું આતંકી સંગઠનો અને તેમના આકાઓને કહેવા માગુ છું કે તેઓ ખૂબ મોટી ભૂલ કરી ગયા છે."

"હું દેશને ભરોસો આપું છું કે હુમલાની પાછળ જે તાકાતો છે, આ હુમલાના જે ગુનેગારો છે, તેમને તેમના આ કૃત્યની સજા અવશ્ય મળશે."

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, VIKAS TRIVEDI

line

પાકિસ્તાનનો 'મોસ્ટ ફેવર્ડ નેશન'નો દરજ્જો ભારતે પરત ખેંચ્યો

CCSની બેઠક બાદ નાણામંત્રી અરુણ જેટલી અને સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણ મીડિયાને સંબોધિત કર્યું હતું.

અરુણ જેટલીએ કહ્યું કે પુલવામાં હુમલાની આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં બે મિનિટ માટે મૌન પણ પાળવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું, "પાકિસ્તાનને વિશ્વમાંથી અલગ-થલગ કરવા માટે સંભવિત તમામ પગલાં લેવામાં આવશે."

અરુણ જેટલીએ જાહેર કર્યું કે પાકિસ્તાનને આપવામાં આવેલો 'મોસ્ટ ફેવર્ડ નેશન'નો દરજ્જો પરત લઈ લેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું, "પાકિસ્તાનને કૂટનીતિક સ્તર પર ઘેરવાની તૈયારી કરી રહ્યા છે. ભારત સરકાર શનિવારે તમામ પક્ષોની બેઠક બોલાવશે અને તેમાં આ હુમલાની ચર્ચા કરવામાં આવશે."

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

લાઇન
લાઇન

માયાવતીએ હુમલાની ટીકા કરી

બદલો X કન્ટેન્ટ, 7
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 7

બસપાના અધ્યક્ષ માયાવતીએ પુલવામાં હુમલાની ટીકા કરી છે. માયાવતીએ કહ્યું કે તેમની પાર્ટી આ હુમલાની ટીકા કરે છે.

તેમણે કહ્યું, "અમે શહીદોના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ. અમે કેન્દ્ર સરકારને અરજ કરીએ છીએ કે આ મામલે આખરી ઉકેલ લાવે."

વડા પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી બેઠક

બદલો X કન્ટેન્ટ, 8
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 8

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા મામલાની કૅબિનેટની બેઠકમાં રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ, અરુણ જેટલી, નિર્મલા સીતારમણ અને સૈન્યની ત્રણેય પાંખના વડા હાજર રહ્યા હતા.

વડા પ્રધાન મોદી પાલમ ઍરપોર્ટ પર પુલવામા હુમલામાં માર્યા ગયેલા થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપશે. ગાઝીયાબાદના હિડન ઍરબેઝથી વાયુસેનાનું ગ્લોબમાસ્ટર શ્રીનગર માટે રવાના થઈ ગયું છે. સૈનિકોનાં પાર્થિવ શરીરને પાલમ ઍરપોર્ટ લાવવામાં આવશે.

line

ભાજપે પોતાના રાજકીય કાર્યક્રમો રદ કર્યા

ભાજપના નેતાના તમામ રાજકીય કાર્યક્રમમો આજે રદ કરી દેવામાં આવ્યા છે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહના કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે. પુલવામામાં થયેલા હુમલાના કારણે આ તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે.

line

પાકિસ્તાન જુઠ્ઠું બોલે છે : જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે પાકિસ્તાન જુઠ્ઠું બોલી રહ્યું છે. તેમણે કહ્યું, "આતંકવાદીઓ પાકિસ્તાનમાં ખુલ્લી રેલીઓ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે અમે કંઈક કરીશું, ભારતને જાહેરમાં ધમકાવી રહ્યા છે."

line

નિર્મલા સીતારમન સ્વિડનથી પરત ફર્યાં

બદલો X કન્ટેન્ટ, 9
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 9

નિર્મલા સીતારમન સ્વિડનના પ્રવાસે ગયાં હતાં ત્યાંથી પરત ફર્યાં છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ હુમલાને લઈને જે કૅબિનેટની મિટીંગ કરવાના છે તેમાં સીતારમન ભાગ લેશે.

line

જમ્મુમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ

ઉગ્રવાદી હુમલાને જોતાં જમ્મુમાં હાલ મોબાઇલ ઇન્ટરનેટ સેવા હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે.

line

ઇઝરાયલે હુમલાને વખોડ્યો

બદલો X કન્ટેન્ટ, 10
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 10

ઇઝરાયલે પુલવામામાં થયેલા હુમલાને વખોડ્યો છે. ભારતમાં રહેલા ઇઝરાયલના રાજદૂત રોન મલકાએ કહ્યું કે ઇઝરાયલ આ હુમલાની ભારે ટીકા કરે છે અને મુશ્કેલ સમયમાં એક મિત્ર તરીકે ઇઝરાયલ ભારત સાથે ઊભું છે.

તેમણે કહ્યું કે કાશ્મીરમાં થયેલા હુમલામાં જીવ ગુમાવનારા સીઆરપીએફના જવાનો, તેમના પરિવાર, ભારતના લોકો અને ભારત સરકાર પ્રત્યે અમે સહાનુભૂતિ દાખવીએ છીએ.

line

પાકિસ્તાને પોતાનો હાથ હોવાનો ઇનકાર કર્યો

બ્લાસ્ટ

ઇમેજ સ્રોત, GNS

પાકિસ્તાને ગુરુવારે કહ્યું હતું કે કાશ્મીરના પુલવામામાં થયેલો હુમલોએ ગંભીર ચિંતાનો વિષય છે. ઉપરાંત તેમણે ભારપૂર્વક ભારતીય મીડિયા અને ભારત સરકારના એ આરોપોને ફગાવી દીધા કે જેમાં આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ જણાવવામાં આવ્યો હતો.

line

યુએને હુમલાની નિંદા કરી

બદલો X કન્ટેન્ટ, 11
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 11

યુનાઇટેડ નેશન્સે જમ્મુ-કાશ્મીરમાં થયેલા હુમલાની ટીકા કરી છે. તેમણે કહ્યું કે અમે આ હુમલાની સખત નિંદા કરીએ છીએ. અમે જે જવાનો માર્યા ગયા છે તેમના પરિવાર, ભારતના લોકો અને ભારતની સરકાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ. જે લોકો ઘાયલ થયા છે તેઓ જલદી રિકવર થાય તેની અમે કામના કરીએ છીએ. આ હુમલાની પાછળ છે તેમને જલદી જ પકડી લેવામાં આવે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો