લાદેનને મારવા માટેના ઑપરેશનમાં વપરાયેલા ચિનુક હેલિકૉપ્ટર હવે ભારત પાસે

ઇમેજ સ્રોત, Boeing India/Twitter
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
2 મે, 2011ની રાતે પાકિસ્તાનના એબટાબાદમાં 11 વાગી ચૂક્યા હતા. બિન લાદેનનો આખો પરિવાર ઊંઘી ગયો હતો. એ જ વખતે અમેરિકન નૅવી સીલની ટીમ બે બ્લૅક હૉક હેલિકૉપ્ટરમાં ચઢવાની તૈયારી કરી રહી હતી.
અડધા કલાક બાદ બન્ને હેલિકૉપ્ટર અફઘાનિસ્તાનના જલાલાબાદ સૈનિક ઍરપૉર્ટથી પૂર્વ પાકિસ્તાનની સરહદ તરફ ઊડી નીકળ્યા.
એ ટીમને અમેરિકા માટે 'મૉસ્ટ વૉન્ડેટ' બિન લાદેનને મારવાની જવાબદારી સોંપાઈ હતી.
જોકે, 'ધ ન્યૂયૉર્કર'માં બિલ લાદેન પર 'ગૅટિંગ બિન લાદેન' નામનો આર્ટિકલ લખનારા નિકોલસ શિમિડલના જણાવ્યા અનુસાર 'બ્લેક હૉક હેલિકૉપ્ટરના ટૅક ઑફની 45 મિનિટ બાદ, એ જ રનવે પરથી ચાર ચિનુક હેલકૉપ્ટર ઊડ્યાં હતાં.'
'જેમાંથી બે પાકિસ્તાનની સરહદ પાસે ઊતરી ગયાં, જ્યારે બાકીના બે સરહદ પાર કરી ગયા.'
'આ ચાર ચિનુક હેલિકૉપ્ટર મોકલવાનો નિર્ણય અંતિમ ક્ષણે લેવાયો હતો, કારણ કે ઓબામા ઇચ્છતા હતા કે જો ઘટનાઓ અમેરિકા અનુસાર ના ઘટી તો અમેરિકન સૈનિકો સુરક્ષિત પાકિસ્તાનમાંથી અફઘાનિસ્તાન પરત ફરી શકે.'
એ વખતના અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાને આશ્વસ્ત કરવા માટે પાકિસ્તાન મોકલાયેલાં ચિનુક હેલિકૉપ્ટર હવે ભારતીય દળો પાસે પણ આવી ચૂક્યા છે.

ભારતને કુલ 15 ચિનુક હેલિકૉપ્ટર મળશે
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સોમવારે ચંદીગઢ ખાતે ચાર ચિનુક હેલિકૉપ્ટરને ભારતીય વાયુદળમાં સમાવી લેવાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચંદીગઢથી બીબીસી સંવાદદાતા અરવિંદ છાબરા જણાવે છે કે આ હેલિકૉપ્ટરની મદદથી ભારતીય વાયુદળની હૉવિત્ઝર તોપ તથા સરહદી વિસ્તારમાં નિર્માણ સામગ્રીના પરિવહનને વેગ મળશે.
10મી ફેબ્રુઆરી દિવસ ભારતીય વાયુસેના માટે એ અર્થમાં મહત્ત્વનો બની રહ્યો હતો, જ્યારે તેને મળનારા 15 ચિનુક હેલિકૉપ્ટરમાંથી ચાર ગુજરાતના મુંદ્રા બંદરે આવી પહોંચ્યાં હતા.
અમેરિકન ઍરોસ્પેસ કંપની 'બૉઇંગ' દ્વારા નિર્મિત આ હેલિકૉપ્ટરનો ઉપયોગ સૈનિકો, ઇંધણ, આર્ટિલરી અને સાધન-સરંજામની હેરફેર માટે વાપરવામાં આવશે.
વર્ષ 2015માં ભારતીય વાયુસેનાએ માટે અમેરિકા પાસેથી 22 અપાચે અને 15 ચિનુક હેલિકૉપ્ટર ખરીદવાનું નક્કી કર્યું હતું.
સમાચાર સંસ્થા પીટીઆઈ સાથેની વાતચીતમાં બૉઇંગે જણાવ્યું, "ચીએચ-47એફ(I) ચિનુક એક ઍડવાન્સ્ડ મલ્ટી-મિશન હેલિકૉપ્ટર છે, જે ભારતીય દળોને યુદ્ધ અને માનવીય અભિયાનો દરમિયાન બેજોડ સ્ટ્રૅટેજિક ઍરલિફ્ટ ક્ષમતા પૂરી પાડશે."

આપને આ પણ વાચવું ગમશે

'હાઇલી વર્સૅટાઇલ' સપોર્ટ હેલિકૉપ્ટર

ઇમેજ સ્રોત, Getty Images
'બૉઇંગ'ની વેબસાઇટના જણાવ્યા અનુસાર, "અમેરિકન આર્મી અને અન્ય આતંરરાષ્ટ્રીય દળો જેનો ઉપયોગ કરી રહ્યાં છે એ ચિનુક હેલિકૉપ્ટર ઍડવાન્સડ મલ્ટી-મિશન હેલિકૉપ્ટર છે."
"હેલિકૉપ્ટરની ડિજિટલ કૉકપીટ મૅનેજમૅન્ટ સિસ્ટમ, કૉમન ઍવિએશન આર્કિટેક્ચર કૉકપીટ અને ઍડવાન્સ્ડ કાર્ગો-હૅન્ડલિંગ ક્ષમતા તેને વિશેષતા બક્ષે છે."
'વૅર્ટૉલ' નામની અમેરિકન કંપની દ્વારા વિકસાવાયેલું અને 'બૉઇંગ' દ્વારા બનાવાઈ રહેલું ચિનુક 'બ્રિટિશ રૉયલ ઍરફૉર્સ'ના જણાવ્યા અનુસાર, 'ઍક્સ્ટ્રિમલી કૅપેબલ' અને 'હાઇલી વર્સૅટાઇલ' સપોર્ટ હેલિકૉપ્ટર છે.
ઠંડાગાર ધ્રુવીય પ્રદેશથી માંડીને ગરમ રણવિસ્તાર, એમ ગમે ત્યાં, જમીન કે દરિયાઈ વિસ્તારમાંથી ઊડવા માટે ચિનુક સક્ષમ છે.
1956માં અમેરિકન સૈન્યની 'મીડિયમ-લિફ્ટ હેલિકૉપ્ટર'ની જરૂરીયાત પૂરી પાડવા માટે ચિનુક તૈયાર કરાયું હતું.
વિયેતનામ યુદ્ધ વખતે અમેરિકન સૈન્યએ મોટી સંખ્યામાં ચિનુક હેલિકૉપ્ટરનો ઉપયોગ કર્યો હતો.
હાલમાં વિશ્વના 25 જેટલા દેશોનાં સૈન્ય ચિનુક હેલિકૉપ્ટરનો ઉપયોગ કરે છે.

દુર્ગમ વિસ્તારોમાં ભારતને મદદરૂપ

ઇમેજ સ્રોત, Getty Images
18 ફૂટની ઊંચાઈ ધરાતવું ચિનુક હૅલિકૉપ્ટર 3,914 લિટર ઇંધણ સાથે 302 કિલોમીટરની ઝડપે ઊડી શકે છે..
5 દાયકા કરતાં પણ વધુ સમયથી અમેરિકન સૈન્યનો સાથ નીભાવી રહેલા આ હૅલિકૉપ્ટરની સેવા 2060 સુધી અમેરિકન સૈન્યમાં સેવારત રહેશે.
ભારતને મળી રહેલાં હૅલિકૉપ્ટર ચિનુક થકી એક સાથે 10 ટનનો સામાન કે 50 સૈનિકોનું પરિવહન કરી શકાશે.
ભારતીય વાયુસેનાના પાઇલટ દ્વારા 'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ને જણાવ્યા અનુસાર હિમાલયના પર્વતીય વિસ્તારોમાં ચિનુક ભારે મદદરૂપ થઈ શકશે.
ચિનુક દ્વારા 155-મિલિમીટરની હૉવિત્ઝર તોપનું પરિવહન કરી શકે છે.
દુર્ગમ વિસ્તારોમાં ટેકનિકલ કમાન્ડર્સને આર્ટિલરી ગન પહોંચાડવામાં પણ ભારતીય સૈન્યને ચિનુક મદદરૂપ થશે.
સપ્ટેમ્બર 2015 એ વખતની એનડીએ સરકારે વાયુસેનાની ક્ષમતા વધારવા માટે 3.1 બિલિયન અમેરિકન ડૉલરના ખર્ચે 22 એએચ-64ઈ અપાચે લૉંગબૉ ઍટેક હૅલિકૉપ્ટર અને 15 ચિનુક હેલકૉપ્ટર ખરીદવાનો નિર્ણય કર્યો હતો.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












