અમોલ પાલેકરે એવું શું કહ્યું કે તેમને ભાષણ આપતા રોકવામાં આવ્યા?

અમોલ પાલેકર

ઇમેજ સ્રોત, CHIRANTANA BHATT

મુંબઈની નેશનલ ગૅલરી ઑફ મૉર્ડન આર્ટમાં એક પ્રદર્શનીના ઉદ્ઘાટન દરમિયાન જાણીતા અભિનેતા અને નિર્દેશક અમોલ પાલેકરના ભાષણને વારંવાર રોકવામાં આવ્યું.

શુક્રવારે સાંજે કલાકાર પ્રભાકર બર્વેની યાદીમાં આયોજિત પ્રદર્શની 'ઇન્સાઇડ ધ એમ્પટી બૉક્સ'ના ઉદ્ઘાટન દરમિયાન પાલેકર ભાષણ આપી રહ્યા હતા.

આ દરમિયાન નેશનલ ગૅલરી ઑફ મૉર્ડન આર્ટના સભ્યોએ તેમને વચ્ચે જ રોક્યા હતા.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં પાલેકર ગૅલરીના બેંગાલુરુ અને મુંબઈ ખાતેનાં કેન્દ્રોમાં સલાહકાર સમિતિઓને ભંગ કરવાના મુદ્દે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયની ટીકા કરી રહ્યા હતા.

પોતાના ભાષણમાં પાલેકરે કહ્યું, "તમારામાંથી ઘણા લોકોને કદાચ ખબર નહીં હોય કે આ એવો અંતિમ કાર્યક્રમ હશે જેને સ્થાનિક કલાકારોની સમિતિએ નક્કી કર્યો છે, ના કે મોરલ પોલિસિંગ અથવા ખાસ પ્રકારની વિચારધારાને પ્રોત્સાહન આપતા સરકારી એજન્ટો તથા સરકારી બાબુઓએ."

પાલેકરે આગળ ઉમેરતા કહ્યું, "જ્યાં સુધી મને જાણ છે બન્ને કેન્દ્રો મુંબઈ અને બેંગાલુરુમાં 13 નવેમ્બર 2018 સુધી કલાકારોની સલાહકાર સમિતિઓને ભંગ કરી દેવામાં આવી છે."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

જ્યારે પાલેકર આ વાત કરી રહ્યા હતા ત્યારે એનજીએમએનાં મુંબઈનાં નિદેશક અનિતા રુપાવતરમે તેમને ટોકતાં કહ્યું કે તેઓ પોતાની વાતને આજના વિષય સુધી જ સીમિત રાખે.

પ્રત્યુત્તર આપતા પાલેકરે કહ્યું, "હું એ અંગે જ વાત કરવા જઈ રહ્યો છે, શું તમે તેમાં પણ સેન્સરશિપ લાગુ કરશો?"

જોકે, પાલેકરે પોતાની વાત રોકી નહીં અને ભાષણ ચાલુ રાખ્યું.

તેમણે કહ્યું, "જ્યાં સુધી મને જાણકારી છે, સ્થાનિક કલાકારોની સલાહકાર સમિતિઓને ભંગ કર્યા બાદ દિલ્હીમાં સાંસ્કૃતિક મંત્રાલય એવું નક્કી કરશે કે કયા કલાકારની કલાનું પ્રદર્શન કરવામાં આવે અને કોનું નહીં."

line

ભાષણ પર રોક

અમોલ પાલેકર

ઇમેજ સ્રોત, Getty Images

પાલેકરે આવું કહેતા જ તેમને એક મહિલા સભ્યએ રોકીને કહ્યું, "અત્યારે તેની જરૂરિયાત નથી માફ કરો. આ આયોજન પ્રભાકર બર્વે વિશે છે, કૃપા કરી તેમના વિશે વાત કરો."

પાલેકરે કહ્યું, "આ સેન્સરશિપ છે, જે અમે અત્યારે જોઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આવું ના બોલો, તેવું ના બોલો, આ ના ખાઓ, તે ના ખાઓ."

"હું માત્ર એટલું કહી રહ્યો છું કે એનજીએમએ જે કલાની અભિવ્યક્તિ અને વિવિધ કલાને જોવાનું પવિત્ર સ્થળ છે તેના પર આવું નિયંત્રણ."

"હાલમાં જ કોઈએ કહ્યું છે કે માનવતા વિરુદ્ધ જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની સૌથી વધુ ત્રાસદી છે."

"હું આનાથી પરેશાન છું અને હવે તો ખૂબ જ. આ બધું ક્યાં જઈને રોકાશે. આઝાદીનો આ દરિયો ધીરે-ધીરે નાનો થઈ રહ્યો છે. પરંતુ આપણે તેને લઈને મૌન કેમ છીએ?"

"એ પણ આશ્ચર્ય છે કે જે લોકોને આ એકતરફી આદેશની જાણ છે, તેઓ ના તો આ અંગે ખુલીને વાત કરે છે, ના તો તેનો વિરોધ કરે છે."

જોકે, વારંવાર રોકવા છતાં પાલેકર બોલતા રહ્યા.

તેમણે કહ્યું કે હાલમાં જ અભિનેત્રી નયનતારા સહગલને એક મરાઠી સાહિત્ય સંમેલનમાં જવાના અંતિમ સમયે ના પાડી દીધી કારણ કે તેઓ જે બોલવાના હતા તે આજની પરિસ્થિતિમાં તેઓ રહે છે તે અંગે હતું.

પાલેકરે એવું પણ કહ્યું કે શું આપણે અહીં પણ એવી પરિસ્થિતિ બનાવી રહ્યા છીએ?

આમોલ પાલેકરનું સંબોધન સમાપ્ત થયા બાદ એનજીએમએનાં મુંબઈ કેન્દ્રનાં નિદેશક અનિતા રુપાવતરમે કહ્યું કે આ માત્ર એક પક્ષ છે.

એવું નથી કે અમે અમારી ચિંતાઓ રજૂ નથ કરી. સારું હોત કે તમે અમારી સાથે આ મુદ્દે વ્યક્તિગત વાત કરી હોત.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો