મહિલા ખેલાડીએ હિજાબના વિરોધમાં છોડી ટુર્નામેન્ટ, કૈફ સહિત સેલિબ્રિટિઝે કર્યું સમર્થન

ઇમેજ સ્રોત, Soumya Swaminathan@Facebook
ભારતીય ચેસ ખેલાડી સૌમ્યા સ્વામિનાથને ઈરાનમાં યોજાનારી ચેસ ચેમ્પિયનશિપમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. સ્પર્ધા દરમિયાન ફરજિયાતપણે હિજાબ (બુરખો) કે સ્કાર્ફ પહેરવાના નિયમના વિરોધમાં તેમણે આ નિર્ણય કર્યો છે.
આ નિર્ણય મામલે સોશિયલ મીડિયામાં પણ ચર્ચાઓ થઈ રહી છે. ઘણાં યૂઝર્સે ચેસ ખેલાડીની પ્રશંસા કરી છે અને નિર્ણયને સમર્થન આપ્યું છે.
સૌમ્યા સ્વામિનાથને સ્પોર્ટ્સ જગતમાંથી પ્રારંભિક સમર્થન ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફનું મળ્યું છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
મોહમ્મદ કૈફે ટેકો આપતા લખ્યું ટ્વીટ કર્યું, "ઈરાનમાં યોજનાર ઇવેન્ટમાં ભાગ નહીં લેવાનો નિર્ણય લેવા બદલ સલામ.
"ખેલાડીઓ પર ધાર્મિક ડ્રેસકોડ લાગુ કરવાનો કોઈ અવકાશ ન હોવો જોઈએ.
"જો આવી સ્પર્ધાઓની યજમાન દેશ મૂળભૂત માનવ-અધિકારોનું પાલન કરવામાં ન માનતો હોય તો તેમને સ્પર્ધાની યજમાની ન આપવી જોઈએ."
અત્રે નોંધવું કે 26 જુલાઈથી 4 ઑગસ્ટ દરમિયાન ઈરાનમાં એશિયન નેશન્સ કપની સ્પર્ધા યોજાવાની છે.
સૌમ્યાએ ટુર્નામેન્ટમાં હિજાબની અનિવાર્યતાને કારણ ગણાવીને સ્પર્ધામાંથી નામ પરત ખેંચી લીધું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૌમ્યાએ આ નિર્ણય અંગે ફેસબુક પર લખ્યું, "મને એ વાત જણાવતા દુખ થાય છે કે ઈરાન ખાતે આયોજિત એશિયન નેશન્સ કપ ચેસ ચેમ્પિયનશિપ-2018માંથી મેં મારું નામ પાછું ખેંચી લીધું છે.
"મેં આવું એટલાં માટે કર્યું કેમકે, હું જબરજસ્તી હિજાબ અથવા બુરખો નથી પહેરવા માગતી."
સૌમ્યાનું કહેવું છે કે ટુર્નામેન્ટમાં બુરખો કે હિજાબ પહેરવો તેમના મૂળભૂત માનવ-અધિકારોનું ઉલ્લંઘન છે.
તેમણે લખ્યું,"હિજાબની અનિવાર્યતા મારા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. એવું લાગી રહ્યું છે કે વર્તમાન પરિસ્થિતિમાં મારા અધિકારોની રક્ષા કરવાનો એક માર્ગ હું ઈરાન નહીં જાવ તે છે."
આ વિશે તેમણે વધુમાં લખ્યું કે,"હિજાબની અનિવાર્યતા ધરાવતા કાનૂનને હું અભિવ્યક્તિની આઝાદી, વિચાર-વિવેક અને ધર્મની સ્વતંત્રતા સહિતના મારા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન માનું છું.
"મને અફસોસ છે કે ખેલાડીઓનાં અધિકારોને કોઈ મહત્ત્વ નથી આપવામાં આવતું.
"અમે ખેલાડીઓ ખેલ માટે ઘણાં સમાધાન કરતા હોઈએ છીએ, હંમેશાં તેને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીએ છીએ, પણ કેટલીક બાબતોમાં સમજૂતી ન થઈ શકે."

ભૂતકાળમાં પણ આવી બની ચૂક્યું છે

ઇમેજ સ્રોત, Getty Images
વળી આવું પહેલી વખત નથી બન્યું કે ઇરાનમાં યોજાતી સ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાં હિજાબ-સ્કાર્ફના નિયમને લઈને કોઈ ભારતીય ખેલાડીએ તેમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હોય.
વર્ષ 2016માં શૂટર હિના સિદ્ધુએ પણ આ નિયમને કારણે ઈરાનમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં ભાગ નહોતો લીધો.
કૉમવલેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ હિના સિદ્ધુએ પણ સૌમ્યાના નિર્ણયને ટેકો આપ્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું:
"ઈરાનમાં ટુર્નામેન્ટ દરમિયાન હિજાબની અનિવાર્યતાના નિયમને લીધે સૌમ્યાએ લીધેલો નિર્ણય યોગ્ય છે.
"હું તેને સમર્થન આપું છું. તેના માટે તે સહેલું નહીં હોય, પણ સ્પોર્ટ્સમાં ધાર્મિક ભેદભાવોની દખલગીરી ન હોવી જોઈએ.
"તેણે ખરેખર સ્પોર્ટ માટે સેવા આપી છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
બીજી તરફ સોશિયલ મીડિયા પર વિદેશમંત્રી સુષમા સ્વરાજની ઈરાન યાત્રા સમયની એક જૂની તસવીર ફરી ચર્ચામાં આવી છે.
જેમાં તેમણે જે પહેરવેશ પહેર્યો હતો તેના પર ઘણો વિવાદ થયો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
સુષમાની આ તસવીર પર સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ હતી, જેમાં કેટલાંક યૂઝર્સે સ્વરાજ ઈરાનની સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિનું સન્માન કરી રહ્યાં છે એમ કહીને તેમનો બચાવ કર્યો હતો.
જ્યારે બીજી તરફ કેટલાક યૂઝર્સે વિરોધી ટિપ્પણીઓ કરીને ટીકા કરી હતી.
બીજી તરફ એક રસપ્રદ વાત એ છે કે 2006 રિયો ઑલિમ્પિકમાં ઇબ્તિહાજ મુહમ્મદ ઑલિમ્પિકમાં હિજાબ પહેરીને સ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા પ્રથમ એમેરિકન ઍથ્લીટ બન્યાં હતાં.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
અમેરિકના હિલેરી ક્લિન્ટને પણ તેમની આ વાતને ટેકો આપ્યો હતો, પરંતુ બીજી તરફ ટ્વિટર પર તેમની ટીકા પણ થઈ હતી.
સૌમ્યા સ્વામિનાથનને સોશિયલ મીડિયા પર ઘણા યૂઝર્સનું સમર્થન મળી રહ્યું છે.
ફિલ્મનિર્માતા અને સામાજિક કાર્યકર્તા અશોક પંડિત અને લેખક તારીક ફતેહે પણ સમર્થન આપ્યું છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
અશોક પંડિત લખ્યું કે, "યુવા ખેલાડી સૌમ્યાનાં નિર્ણય પર ગર્વ છે. અભિવ્યક્તિની આઝાદી મામલે સુષમા સ્વરાજ અને રાજ્યવર્ધન રાઠોડ કાર્યવાહી કરે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6
તારીક ફતેહે ટ્વીટ કરીને સૌમ્યાના નિર્ણયની પ્રશંસા કરી છે.
જ્યારે પત્રકાર બરખા દત્ત અને સાગરીકા ધોષે પણ સૌમ્યાના નિર્ણયને ટેકો આપ્યો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 7
સાગરીકા ઘોષે લખ્યું, "સૌમ્યા સ્વામિનાથને આ નિર્ણય લઈને સારું કર્યું. આશા છે કે તે ભારત સરકાર દ્વારા શું પહેરવું, શું ખાવું, સોશિયલ મીડિયા પર શું પોસ્ટ કરવું કે 'રાષ્ટ્રભક્તિ' પુરવાર કરવા માટે કહેવામાં આવશે, ત્યારે પણ સૌમ્યા આવું જ વલણ અપનાવશે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 8
બરખા દત્તે ટ્વીટ કરીને લખ્યું કે, "સૌમ્યાનાં અધિકારોને સંપૂર્ણ ટેકો. હરિયાણાની ખાપ હોય કે ઈરાનના ડ્રેસકોડની વાત હોય તેને નાબૂદ કરવી જોઈએ."
એક અન્ય લેખક અને ઇતિહાકકારે પણ આ મામે પ્રતિક્રિયા આપી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 9
સ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાં ડ્રેસકોડ રહેતા હોય છે. ટેનિસની મહત્ત્વપૂર્ણ ઇવેન્ટ જેમ કે, વિમ્બલ્ડનમાં સફેદ રંગનો ડ્રેસકોડ અને અન્ય પ્રકારની સ્પર્ધામાં પણ તેની રમત અનુસાર કે સ્પોર્ટ્સના ઇતિહાસ મુજબનો ડ્રેસકોડ રહેતો હોય છે.
પરંતુ ઇરાનનો હિજાબના નિયમે સોશિયલ મીડિયા પર ચર્ચા છેડી છે.
મીડિયા અહેવાલ અનુસાર, સૌમ્યા સ્વામિનાથને અગાઉ વર્ષ 2011માં ઇરાનમાં એક ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ અનુસાર, ઑલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના અધિકારીએ સૌમ્યાના નિર્ણયને વ્યક્તિગત ગણાવ્યો છે અને કહ્યું કે તેઓ તેની જગ્યાએ કોઈ અન્ય ખેલાડીનો સમાવેશ કરી લેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો