વિપક્ષના પ્રશ્નોના જવાબમાં વડા પ્રધાન મોદીના પાંચ જવાબ

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ વડા પ્રધાન મોદીએ તેમના પાંચ વર્ષના કાર્યકાળ વિશે ધન્યવાદ ભાષણ આપ્યું હતું.
ભાષણ આપતી વખતે વડા પ્રધાન મોદીએ તેમની સરકારની સિદ્ધિઓ ગણાવવાની સાથે વિપક્ષ પર પ્રહાર પણ કર્યા.
અહીં મોદીના ભાષણની મહત્ત્વની પાંચ વાતો રજૂ કરવામાં આવી છે જે તેમણે સંસદમાં કહી.
- સૌપ્રથમ મોદીએ ભાજપની સરકાર અને કૉંગ્રેસની સરકાર વચ્ચે તુલના કરતા કહ્યું કે અમારી 55 મહિનાની સરકારે કૉંગ્રેસની 55 વર્ષની સરકાર કરતાં વધુ સારું કામ કર્યું છે.
- વડા પ્રધાન મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું, "એક ગરીબ નીચલા સ્તરથી આવીને દેશના વડા પ્રધાન પદે બેઠા તે કૉંગ્રેસને નથી પચતું."
- ગુજરાતમાં સરદાર સરોવર ડૅમનો શિલાન્યાસ પંડિત નહેરુએ કર્યો અને ઉદ્ઘાટન મેં કર્યું.
- એક વખત બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે કૉંગ્રેસમાં સામેલ થવું આત્મહત્યા કરવા સમાન થશે.
- આ દેશમાં જ્યારે પણ કૉંગ્રેસ આવી છે, મોંઘવારી વધી છે. પહેલાં તો દૂધ પર પણ કર લાગતો હતો.

'કૉંગ્રેસ નથી ઇચ્છતી વાયુ સૈન્ય મજબૂત થાય'

ઇમેજ સ્રોત, LokSabha TV
કૉંગ્રેસ પક્ષ પર આક્ષેપ કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું, "કૉંગ્રેસ પક્ષ નથી ઇચ્છતો કે આપણું વાયુ સૈન્ય મજબૂત થાય. રફાલનો વિરોધ કોના ઇશારે કરાઈ રહ્યો છે?"
"કાળાં નાણાં મુદ્દે આજે પણ પ્રતિબદ્ધ. ઝીરો ટૉલરન્સ."
"નોટબંધી બાદ 3 લાખ બનાવટી કંપનીઓ બંધ થઈ. જો જૂની સરકાર હોત તો આ બધુ ચાલતું રહેત."
"વિદેશમાંથી ધન મેળવનારાં 20 હજારથી વધુ સંગઠનો બંધ થઈ ગયાં."
કૉંગ્રેસ પર પ્રહાર કરતા મોદી એવું પણ કહ્યું હતું, "કૉંગ્રેસમુક્ત ભારત એ મારું સૂત્ર નથી હું તો મહાત્મા ગાંધીની ઇચ્છા પૂરી કરી રહ્યો છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમારી સરકારે પાંચ હજાર કરતાં વધુ જનઔષધિ કેન્દ્ર ખોલ્યાં."
આ સાથે જ મોદીએ કહ્યું કે તેમણે સસ્તો એલઈડી બલ્બ આપ્યો, કૉંગ્રેસના શાસન વખતે 300-400 રૂપિયા કિંમત હતી, અત્યારે સાવ સસ્તા થઈ ગયા.

તમે આ વાંચ્યું કે નહીં?

સર્જિકલ સ્ટ્રાઇક અંગે વિપક્ષ પર પ્રહાર
સર્જિકલ સ્ટ્રાઇક વિશે વાત કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું, "જ્યારે સર્જિકલ સ્ટ્રાઇકની વાત આવી તો કૉંગ્રેસે કહ્યું કે અમારા સમયમાં પણ સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી."
"જોકે, એ સમયે સૈન્યની એવી સ્થિતિ જ નહોતી કે તે સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો નિર્ણય કરી શકે. તમે સૈન્યની એવી સ્થિતિ કરી નાખી હતી. "
"2016માં અમે 50 હજાર બુલેટપ્રૂફ જૅકેટ અને 2018માં એક લાખે 86 હજાર જેટેક જવાનો આપ્યા."
"સૈન્ય શક્તિશાળી થાય એવું કૉંગ્રેસે ક્યારેય વિચાર્યું નહીં. દેશની રક્ષા કરનારા જવાનો પ્રત્યે આટલી અસંવેદનશીલતા કેમ દાખવી."
"કોંગ્રેસ દેશની સંસ્થાઓને ખતમ કરી નાંખી અને કૉંગ્રેસ ચૂંટણી પંચ અને ન્યાયાલયને દબાવવાનું કામ કર્યું છે."
"સાચી ભાવના હોય તો ગરીબો માટે 24 કલાક કાર્ય કરી શકીએ."

'કૉંગ્રેસે લૂંટનારાઓને લૂંટવા દીધું'
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બૅન્કોની વધી રહેલી એનપીએ વિશે વાત કરતા કહ્યું, "સ્વતંત્રતા બાદ 2008 સુધી બૅન્કોએ કુલ 18 લાખ કરોડ રૂપિયાનું કરજ ચૂક્વ્યું."
"2016થી 2014 એમ છ વર્ષમાં 52 કરોડની રકમ થઈ ગઈ. એક નવું એનપીએ નથી વધી રહ્યું, તમે છોડીને ગયા એનું વ્યાજ વધી રહ્યું છે."
"મુદ્રા યોજનાથી અમે સાત લાખ કરોડ રૂપિયા એ લોકોને આપ્યા જેમની પાસે ગૅરન્ટી આપવા કંઈ નહોતું અને તેમણે રોજગાર ઊભો કર્યો."
"લૂંટનારાઓને તમે લૂંટવા દીધું અને અમે કાયદો બનાવી તેમને પરત લાવવા પ્રયાસ કર્યો."

ઇમેજ સ્રોત, Getty Images
"કૉમનવેલ્થ ગેમ્સમાં કૉંગ્રેસ પોતાની વેલ્થ વધારવાનું કાર્ય કરી રહ્યા હતા."
તેમણે કહ્યું, "છેલ્લાં 55 વર્ષોમાં જે ઝડપથી સરકાર ચાલી છે, એ રીતે કામ થયું હોત તો આઝાદી પછીના બે દસકાઓમાં દેશભરમાં વીજળી આવી ગઈ હોત."
"અમારી પંચાવન મહિનાની સરકારમાં ઘરે-ઘરે વીજળી આપવાનું કાર્ય પૂરું કરી દેવામાં આવ્યું છે. 1 કરોડ 30 લાખ ઘરો બનાવીને ચાવી આપી દીધી છે."
"અમારી પંચાવન મહિનાની સરકારમાં 1,16 હજાર ગામમાં બ્રોડબેન્ડ કનેક્ટીવિટી પહોંચી ગઈ છે."
"જો એવું થયું હોત તો આ બધું કામ મારે કરવું ન પડ્યું હોત."
વડા પ્રધાન મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું, "તમારા ઢંઢેરામાં દરેક ઘરોમાં વીજળી પહોંચાડવાનો વાયદો 2004, 2009, 2014માં પણ કર્યો હતો. જે વાયદો મેં પૂરો કર્યો છે."
"મિલાવટ અને મહામિલાવટ, પૂર્ણ બહુમત ધરાવતી સરકાર જે કરી શકે એ મહામિલાવટવાળી સરકાર ન કરી શકે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













