#NZvIND : જાપાની મહિલા પાસે ICC કેમ ધોનીની પ્રશંસા કરી રહ્યું છે?

ફોટો

ઇમેજ સ્રોત, Getty Images / TWITTER

    • લેેખક, પ્રીત ગરાલા
    • પદ, બીબીસી ન્યૂઝ ગુજરાતી

હાર્દિક પંડ્યા બાદ હવે ધોની સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યા છે.

આ ચર્ચા એક જાપાની મહિલા કલાકારને કારણે શરૂ થઈ છે.

જે બાદ ICC(ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)એ મહેન્દ્રસિંહ ધોની અંગે ટ્વીટ કર્યું હતું.

મહેન્દ્ર સિંહ ધોની હવે વિશ્વના એવા જૂજ ક્રિકેટરોમાં સામેલ થઈ ગયા છે કે જેની ICC(ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)એ ટ્વિટર પર પ્રશંસા કરી હોય.

'સ્ટમ્પની પાછળ જ્યારે ધોની હોય ત્યારે ક્રિઝ ભૂલથી પણ ન છોડવી!'

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

આ વાત ICCએ ટ્વિટ દ્વારા જણાવી હતી. આ ટ્વિટ સાથે જ સોશિયલ મીડિયામાં ભારતીય ક્રિકેટ ફૅન્સ ખુશખુશાલ થઈ ગયા હતા.

ICCએ આ ટ્વીટ જાપાની કલાકાર યોકો ઓની ટ્વીટ પર જવાબ તરીકે કરી હતી.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

યોકો ઓનોએ ટ્વીટ કરી હતી કે, ''એવી કોઈ સલાહ આપો કે જે આપણા જીવનને રુઝાન અર્પે અને પ્રકાશિત કરે''

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

line

કોણ છે યોકો ઓનો?

ફોટો

ઇમેજ સ્રોત, @yokoono

યોકો ઓનોનો જન્મ 1933માં જાપાનમાં થયો હતો. યોકો ઓનો જાપાનના મલ્ટિમીડિયા આર્ટિસ્ટ, સિંગર, ગીતકાર અને શાંતિ ક્ષેત્રે કામ કરનારા મહિલા છે. તેઓ અંગ્રેજી અને જાપાની ભાષામાં કામ કરે છે.

તેઓના કામમાં પર્ફૉર્મન્સ આર્ટ્સ અને ફિલ્મ મેકિંગનો પણ સમાવેશ થાય છે. ગાયક અને ગીતકાર જોહ્ન લેનન તેમનાં ત્રીજા પતિ છે.

તેઓની પ્રથમ મુલાકાત લેનન સાથે 1966માં પોતાના એક કાર્યક્રમમાં લંડન સાથે થઈ હતી.

લાઇન
લાઇન

ઓનોનો ઉછેર ટોક્યોમાં થયો હતો અને તેમણે અમૂક વર્ષો ન્યૂ યૉર્કમાં પણ પસાર કર્યાં હતાં.

શરૂઆતના સમયમાં તેઓએ પોતાનું ભણતર વચ્ચે છોડી 1953માં ન્યૂ યૉર્ક ચાલ્યા ગયાં હતાં.

line

મહેન્દ્ર સિંહ ધોનીની વાત આવે ત્યારે લોકો તેમને વિકેટકીપિંગથી યાદ કરે

મહેન્દ્રસિંહ ધોની

ઇમેજ સ્રોત, Getty Images

મુખ્યત્ત્વે લોકો બૉલર અને બૅટ્સમેન તરીકે ક્રિકેટર્સ તરીકે યાદ કરતા હોય છે પરંતુ જ્યારે ભારતના પૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની વાત આવે ત્યારે લોકો તેમની વિકેટકીપિંગથી તેમને યાદ કરે છે.

ન્યૂ ઝિલૅન્ડ સામેની પાંચમી વન-ડેમાં મેચમાં ધોની બેટ દ્વારા તો કંઈ ખાસ ન કરી શક્યા પરંતુ પોતાની વિકેટકીપિંગને લઈને ચર્ચાનો વિષય બન્યા હતા.

આ વખતે ધોનીનો શિકાર જિમી નીશમ બન્યા. નીશમ જ્યારે પોતાની ફિફ્ટી પૂર્ણ કરવા રમી રહ્યા હતા ત્યારે જાધવની ઓવરના બીજા બૉલે નીશમ સ્વીપ રમવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

લાઇન
લાઇન

ત્યારે તેમનાથી બોલ ચૂકાયો અને બૉલ તેમના પૅડમાં અથડાયો.

ત્યારે તરત જ કેદાર જાધવ સાથે મહેન્દ્ર સિંહ ધોનીએ અપીલ કરી ત્યારે નીશમ બૉલ પરથી નજર હટાવી ચૂક્યા હતા અને આ જ દરમિયાન ધોની ધીમે ધીમે બૉલ તરફ ખસકી રહ્યા હતા.

ત્યારે અમ્પાયરે આ LBWની અપીલ પર કોઈ પ્રતિક્રિયા આપી નહીં. તેવામાં આ ક્ષણનો લાભ લઈને નીશમ એક રન લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેવામાં ધોનીએ પોતાની ચાલાકી બતાવી સ્ટમ્પ આઉટ કરી દીધા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.