જાણો વાજપેયીની સ્મૃતિમાં બહાર પડેલો 100 રૂપિયાનો સિક્કો કેવો છે

અટલબિહારી વાજપેયીની સ્મૃતિમાં 100 રૂપિયાનો સિક્કો બહાર પડાયો

દેશના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સ્મૃતિમાં 100 રૂપિયાના સિક્કાનું વડા પ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. પૂર્વ વડા પ્રધાન વાજપેયીના જન્મદિનની પૂર્વ સંધ્યાએ આ સિક્કો દેશ સમક્ષ પ્રસ્તુત કર્યો હતો.

વડા પ્રધાન મોદીએ ટ્વીટર પર દેશને આ સિક્કા અંગે જાણકારી આપી હતી.

કેવો છે આ સિક્કો

આ સિક્કામાં એક તરફ ભારતનું રાજચિન્હ છે, તો બીજી તરફે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની તસવીર આલેખાયેલી છે.

સિક્કામાં દેવનાગરી ભાષામાં 'સત્યમેવ જયતે' લખાયેલું છે.

અહેવાલ મુજબ, આ સિક્કો ચાદી, તાંબુ, નિકલ, અને ઝિંકની ચાર ધાતુઓના મિશ્રણમાંથી બનેલો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સૌથી મોટો ચલણી સિક્કો

આ સિક્કાનું વજન 135 ગ્રામ છે, સિક્કામાં 50 ટકા ચાંદીનો ઉપયોગ થયો છે, જ્યારે 40 ટકા તાંબાનો ઉપયોગ થયો છે.

જ્યારે આ સિક્કામાં 5 ટકા ઝિન્ક અને 5 ટકા નિકલનો ઉપયોગ થયો છે. વડા પ્રધાને સિક્કાનું વિમોચન કરતા ટ્વીટર પર જણાવ્યું હતું કે આ સિક્કો વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સ્મૃતિમાં બહાર પડાયો છે. વાજપેયી એવા નેતા હતા જેમણે હંમેશા રાષ્ટ્રના હિતને સર્વોપરી રાખ્યું હતું.

આ સિક્કો દેશના ચલણનો સૌથી ઊંચી કિંમતનો સિક્કો છે. અગાઉ ભારત સરકારે રૂપિયા 200ની ચલણી નોટ બહાર પાડી હતી અને હવે રૂપિયા 100નો સિક્કો બહાર પાડ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો