'મેં મારી ફિલ્મો ક્યારેય પણ જોઈ નથી' - શાહરુખ ખાન

ઇમેજ સ્રોત, Getty Images
બોલિવૂડમાં સૌથી જાણીતા અને અનેક વર્લ્ડ લેવલની યાદીઓ સ્થાન પામેલા શાહરુખ ખાનને તો કોણ ના ઓળખે?
બીબીસીએ હાલમાં જ કિંગ ખાન શાહરુખ ખાન સાથે વાત કરી હતી. જે નીચે મુજબ છે.
પ્રશ્ન :ફિલ્મ ઝીરો રિલીઝ થવાની છે. શું વિચારી રહ્યા છો ?
જવાબ : બહુ મહેનત લાગી છે. 3 વર્ષ સુધી આ ફિલ્મ પર કામ કર્યા બાદ જ્યારે મેં આ ફિલ્મ જોઈ તો મને અંદર ખાલીપણાનો અનુભવ થઈ રહ્યો છે.
પ્રશ્ન : આ પાત્ર વિશેની તમને કઈ બાબત સૌથી પસંદ આવી?
આ પાત્રમાં વ્યક્તિગત ખામીયો હોવા છતાં, તે પરિસ્થિતિનો સામનો કરી ખુશ છે. તેઓ જિંદગી જીવવાનું ભૂલતા નથી.
•મને ક્યારેય પણ મારા જીવનમાં કોઈ પ્રકારની ખામીનો અનુભવ નથી થયો. હું એટલું ઇચ્છું છું કે મારા બાળકો સારી રીતે ભણે અને સારી નોકરી કરે.
•મેં પોતાની ફિલ્મો ક્યારેય પણ નથી જોઈ.

તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

•જ્યારે મને લોકો દુઆ આપે છે તો મને ખૂબ ખુશી થાય છે. મને લાગે છે કે હું મારી ફિલ્મોમાં વધારે મહેનત કરું, લોકોને પ્રેમથી મળું અને જેટલું થઈ શકે, એટલું એમના માટે કરું.
•હું મારી ફિલ્મોમાં દરેક શૉટ પહેલો અને છેલ્લો માનું છું. પહેલો એવી રીતે કે આ મારા કામની શરૂઆત છે એન્ડ છેલ્લો એવી રીતે કે આ મારી છેલ્લી ફિલ્મ છે.
•હું આખી જિંદગી કામ કરવા માગું છું. એવો કોઈ દિવસ ન હોય જ્યારે મારી પાસે કામ ન હોય.
•રેડ ચિલીઝ નેટફ્લિક્સ માટે એક શો બનાવી રહ્યો છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












