You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કઈ મુસીબતને કારણે દિલિપકુમારનાં પત્ની સાયરાબાનો મોદીને મળવા માગે છે?
- લેેખક, પ્રદીપ સરદાના
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી હિંદી માટે
પોતાના સમયનાં મશહૂર અભિનેત્રી સાયરા બાનોએ ઘણી વખત ટ્વીટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે મળવાનો સમય માંગ્યો છે.
16 ડિસેમ્બરના દિવસે સાયરાએ પોતાના પતિ દિલીપ કુમારના બંગલાને લઈને ચાલી રહેલા પ્રોપર્ટી વિવાદમાં વડા પ્રધાન મોદીની મદદ માંગી હતી.
જોકે, મોદી 18 ડિસેમ્બરના દિવસે મુંબઈમાં હતા પણ સાયરાને તેઓ મળ્યા નહોતા.
વયોવૃદ્ધ અભિનેતા દિલીપ કુમારના મુંબઈ સ્થિત ઘરને લઈને પાછલાં 10 વર્ષથી ચાલી રહેલો વિવાદ હવે ગંભીર થઈ ગયો છે.
સાયરા બાનોએ બિલ્ડર સમીર ભોજવાણીની ફરિયાદ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસની સાથે-સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ કરી છે.
બીબીસીએ બિલ્ડર સમીર ભોજવાણી અને એમના વકીલ અમિત દેસાઈ સાથે પર વાત કરવાનો પ્રયત્ન કર્યો છે પણ તેમણે આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
જ્યારે આ મુદ્દે મુંબઈ પોલીસના પ્રવક્તા મંજૂનાથ સિંગેએ પત્રકારોને કહ્યું, "આ મુદ્દાનો ઉકેલ ઝડપથી અને કાયદાકીય રીતે લાવવામાં આવશે. અમે અમારા તરફથી સહયોગ આપવાનું આશ્વાસન આપ્યું છે. "
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ તો હજારો લોકો પોતાના પ્રોપર્ટી વિવાદ અથવા અન્ય ઝઘડાને લઈને રાજ્યના મુખ્ય મંત્રી સહિત દેશના ગૃહમંત્રી તથા વડા પ્રધાન પાસે સહયોગ માગતા હોય છે.
વાત જ્યારે દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડથી સન્માનિત લોકપ્રિય અભિનેતા 96 વર્ષીય દિલીપ કુમારની હોય તો ચર્ચા થવી સ્વાભાવિક છે.
દિલીપ કુમાર પાછલાં એક દાયકાથી પોતાની ખરાબ તબિયતના કારણે પોતે આ પ્રકારના મુદ્દાનો ઉકેલ કાઢવામાં સક્ષમ નથી એટલે તેમના પત્ની સાયરા તેમની જગ્યાએ ટ્વીટ કરીને આ લડાઈ લડી રહ્યાં છે.
સાયરા બાનોએ આ મામલે શું કહેવા માંગે છે અને શું છે તેમનો દર્દ, આ વિશે તેમની સાથે એક ખાસ વાતચીત, અહીં વાંચો.
'જેથી તેમની યાદો જળવાઈ રહે'
દિલીપ કુમારના બંગલાને લઈને વિવાદ તો પાછલાં દસ વર્ષથી ચાલી રહેલો છે પણ હવે એવું શું થયું કે તમારે વડા પ્રધાન મોદીને ટ્વીટ કરીને તેમની મદદ માંગવી પડી.
સાયરા :અસલમાં અમે પાછલાં દસ વર્ષથી આ લડાઈ લડતાં-લડતાં પરેશાન થઈ ગયાં છીએ.
મારી ઇચ્છા છે કે દિલીપ સાહેબ જે ઘરમાં વર્ષો સુધી રહ્યા, અલ્લાહના ફઝલથી એજ ઘરને ફરી ડેવલપ કરીને તેમનું મ્યુઝિયમ બને.
જ્યાં તેમની તમામ યાદગાર ચીજોની સાથે તેમને મળેલા ઍવૉર્ડ્સ પણ મૂકવામાં આવશે.
આવું કરવાથી તેમની યાદો જાળવી શકાશે, જેવી રીતે વિદેશમાં ઘણા વિદેશી કલાકારોના પણ મ્યુઝિયમ બનેલાં છે.
હું ઇચ્છું છું કે આ મ્યૂઝિયમનું ઉદ્ઘાટન પોતે દિલીપ સાહેબ પોતાના હસ્તે કરે પણ બિલ્ડર સમીર ભોજવાણી અમને સતત હેરાન કરી રહ્યા છે.
જેનાં કારણે અમારૂં સ્વપ્ન પૂરૂં કરવામાં તકલીફ પડી રહી છે.
કાલે મુંબઈમાં તમે વડા પ્રધાન મોદીને મળી ન શક્યાં પણ શું તેમના કાર્યાલય કે પછી તેમના તરફથી કોઈએ તમને સંપર્ક કર્યો છે?
સાયરા: ના, કોઈએ સંપર્ક કર્યો નથી, જ્યારે કોઈ સંપર્ક કરશે તો હું જ તમને જાણ કરીશ.
અમને ખબર પડી છે કે વડા પ્રધાન અને સીએમને આ અંગે કંઈક કરવા માટે સલાહ-સૂચન કર્યાં છે.
જો જરૂર પડી તો હું વડા પ્રધાનને મળવા દિલ્હી જવા માટે તૈયાર છું.
તમે આ બાબતે શું અભિનેતા અમિતાભ બચ્ચન સાથે વાત કરી છે. તેઓ દિલીપ સાહેબનું બહુ સન્માન કરે છે. આપ લોકોનાં તેમની સાથે સારા સંબંધ છે અને તેમના મોદીજી સાથે. કદાચ તેઓ મોદીજી સાથે આપની મુલાકાત કરાવી શકે!
સાયરા: હું જાતે અમિતાભજીને કહીને શુકામ તકલીફ આપું. જ્યારે મેં દિલીપ સાહેબ જેવી હસ્તીને જોતાં પોતે માનનીય વડા પ્રધાન અને મુખ્ય મંત્રી સાથે મળવા માટે તથા મદદની માંગ કરી રહી છું, તો હું સમડું છું કે તેમણે અમારી વાત સાંભળવી જોઈએ.
હવે તમે આગળ શું કરશો અને તમને શું આશા છે?
સાયરા- હું બે દિવસથી સતત વકીલો સાથે વાતચીત કરી રહી છું તથા સલાહ લઈ રહી છું.
હું ઇચ્છું છું કે ક્રિસમસ તથા નવ વર્ષની રજાઓ પડે તે પહેલાં કંઈક પગલાં ભરવા માંગુ છું.
સાથે જ આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તથા દેશની બાકી મોટી હસ્તીઓ પાસેથી આશા રાખું છું કે તેઓ દિલીપ સાહેબના પક્ષમાં જાતે આગળ આવશે અને તેમના પક્ષમાં બોલશે.
સરકારે અમારો સાથ આપવો જોઇએ જેથી દિલીપ સાહેબનો વિજય થાય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો