ઈશા અંબાણીનાં લગ્નમાં અમિતાભ બચ્ચન, આમિર ખાને શા માટે ભોજન પીરસ્યું?

ઈશા અંબાણીનાં લગ્નમાં અમિતાભ બચ્ચન, અમિર ખાને શા માટે ભોજન પીરસ્યું?

મુકેશ અંબાણીનાં પુત્રી ઈશા અને અજય પીરામલના પુત્ર આનંદનાં લગ્નને ઘણા દિવસો વીતી ગયા છે.

પરંતુ ગયા મહિનાથી સોશિયલ મીડિયા પર આ લગ્ન સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો છવાયેલા રહ્યાં છે.

આમાં સૌથી વધુ વાઇરલ એ વીડિયો થયા, જેમાં સલમાન, શાહરૂખ, આમિર ખાન અને અમિતાભ બચ્ચન જેવા સિતારાઓ નજરે પડ્યા.

આવા જ એક વીડિયોમાં અમિતાભ બચ્ચન અને અમિર ખાન ઈશાનાં લગ્નમાં ભોજન પીરસતા નજરે પડી રહ્યા છે.

સોશિયલ મીડિયા ઉપર લોકો આ વીડિયો શૅર કરીને પૂછી રહ્યા છે કે અમિતાભ અને આમિર ખાન ઈશાનાં લગ્નમાં શા માટે ભોજન પીરસી રહ્યા છે?

અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચને આ સવાલનો જવાબ હવે આપી દીધો છે અને એક પરંપરાનું નામ જણાવ્યું છે.

આ પરંપરા કઈ છે અને અભિષેકે આ અંગે શું કહ્યું છે?

અમિતાભ, આમિરના ભોજન પીરસવા ઉપર લોકોએ ઠેકડી ઉડાવી

નવલકાંત સિંહાએ લખ્યું, "મોટા માણસ તો એ છે, જેને ત્યાં અમિતાભ અને આમિર ભોજન પીરસે. બાકી બધું મિથ્યા."

અંજૂ ભટ્ટ લખે છે, "જો અંબાણી કહે તો બધાં વાસણ પણ માંજી આપે."

સીમા ચૌહાણ લખે છે, "સમજાતું નથી કે અંબાણીના ઘરમાં દીકરીનું લગ્ન થયું કે આઈફા ઍવૉર્ડ સમારંભ."

તમે આ વાંચ્યું કે નહીં?

મીનાક્ષીએ લખ્યું, "આને જ કહેવાય પૈસાની તાકાત."

મોહમ્મદ આદિલ લખે છે, "જો આ જ કામ કોઈ ગરીબના ઘરે કરતા તો વાત કંઈક જુદી જ હોત."

અંશુમાન મિશ્રાએ લખ્યું, "અમિતાભ બચ્ચનના ભોજન પીરસવા બાબતે આટલો હોબાળો શા માટે. તેઓ પણ માણસ છે, કોઈ ઍલિયન નથી."

આલોક અંજની ટોણો મારે છે, "ઠગ્સ ઑફ હિંદુસ્તાનમાં અંબાણીએ પૈસા લગાવ્યા હતા. બસ તેની જ ભરપાઈ કરી રહ્યા છે."

અભિષેક શું કહે છે?

શાહિદ અંસારી લખે છે, "આ છે ભારતીય યુવાઓના આદર્શ, જે પૈસાથી વેચાય છે. શું આ લોકો ક્યારેય કોઈ ગરીબની દીકરીનાં લગ્નમાં આટલા હૃદયપૂર્વક હાજરી આપે?"

ટ્વિટર પર પ્રેરણાએ સવાલ કર્યો, "અંબાણીનાં લગ્નમાં આમિર ખાન અને અમિતાભે ભોજન કેમ પીરસ્યું?"

અભિષેક બચ્ચન આ સવાલનો જવાબ આપે છે, "આ સજ્જન ગોટ નામની પરંપરા છે. આ પરંપરામાં કન્યાનો પરિવાર વરપક્ષના પરિવારને જમાડે છે."પોતાના સવાલ પર અભિષેકે આપેલા આ જવાબ પર પ્રેરણા ખુશી વ્યક્ત કરે છે, "જવાબ આપવા બદલ આભાર, કેટલી સુંદર પરંપરા છે."જોકે, અભિષેકના જવાબથી સોશિયલ મીડિયા ઉપર કેટલાક લોકો ખુશ નથી દેખાયા.

ખાલિદ ખાને અભિષેકના ટ્વીટ ઉપર જવાબ આપ્યો, "હા હા. તમે લોકો અંબાણી પરિવારનો હિસ્સો ક્યારથી થઈ ગયા. હા પૈસા અગત્યના છે. હવે એમ ના કહેતા કે તમે અંબાણી પરિવારનો હિસ્સો છો.''

"કેમ કે જો આવું છે તો નવ્યાનાં લગ્નમાં મુકેશ અંબાણીને ભોજન પીરસતા જોવા ઇચ્છીશ."

ફ્રૅંક નામના ટ્વિટર હૅન્ડલથી લખવામાં આવ્યું, "એવું જણાય છે કે આ પરંપરા ફક્ત અમુક લગ્નોમાં જ પાળવામાં આવે છે."

આખરે આ સજ્જન ગોટ પરંપરા છે શું?

સજ્જન ગોટ રાજસ્થાનના મારવાડી સમુદાયની એક પરંપરા છે.

આ પરંપરા અનુસાર કન્યા પક્ષના લોકો વર પક્ષના લોકો એટલે જાનૈયાઓને બેસાડીને જમાડે છે.

પરંપરા મુજબ પહેલાં વર અને પછી કન્યા પક્ષના લોકો ભોજન લે છે, પરંતુ શું અંબાણી મારવાડી છે? જવાબ છે ના.

ઈશાના દાદા ધીરુભાઈ અંબાણી ગુજરાતના જુનાગઢ સ્થિત ચોરવાડ ગામમાં જન્મ્યા હતા અને અંબાણી ગુજરાતી વણિક સમુદાયમાંથી આવે છે.

જોકે, ઈશાના સસરા પક્ષ એટલે કે પીરામલ મારવાડી સમાજના છે.

આપને આ પણ વાંચવું ગમશે

જેમ તસવીરોથી સ્પષ્ટ છે કે અમિતાભ બચ્ચન ઈશાનાં લગ્નમાં અંબાણી પરિવાર તરફથી સામેલ થયા હતા.

બીજી વાત એ કે બચ્ચન પરિવારનો અંબાણી પરિવાર સાથે કોઈ લોહીનો સંબંધ નથી પરંતુ બંને પરિવારોની મિત્રતા ઘણા પ્રસંગો વખતે અગાઉ પણ જોવા મળી છે.

એક વીડિયોમાં અમિતાભ બચ્ચન લગ્નમાં કરવામાં આવતા રીતિરિવાજો વિશે જણાવતા પણ નજરે પડતા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો