ઋષભ પંત મજાક કરી રહ્યા છે કે કરાવવામાં આવી રહી છે?

પંતનો ફોટો

ઇમેજ સ્રોત, @RISHABPANT777

    • લેેખક, ટીમ બીબીસી હિંદી
    • પદ, નવી દિલ્હી

'કમૉન પૈટી, ઇટ્સ નૉટ ઇઝી ટુ બૅટ હિયર... સમવન ઇઝ નૉટ સેયિંગ... કમૉન'. (પૈટી, અહીં બેટિંગ કરવું સરળ નથી)

વિકેટ પાછળ ઊભેલા 21 વર્ષીય ખેલાડી ઋષભ પંત ભારતીય ઑફ સ્પિનર આર. અશ્વિનના બૉલ પર આવું બૉલતા હતા.

અશ્વિનનો બૉલ ઍડિલેડની સૂકી જમીન પર પાંચમાં દિવસે રફ પિચ પર જેવો જ પડતો, ત્યારે બૉલથી વધારે ટર્ન ઋષભ પંતની જીભ લેતી.

પોતાની ટીમને હારથી બચાવવા માટે રમી રહેલા પૈટ કમિંસ ઘણી વખત પંતને જોઈને હસતા.

તેના જવાબમાં પંત હાસ્ય કરી બૉલતા,"નૉટ એવરીવન ઇઝ પૂજારા હિયર, ઇટ્સ નૉટ ઇઝી ટૂ સર્વાઇવ મૈન" (અહીં બધાં જ પૂજારા નથી... અહીં રમવું સરળ નથી.)

પંતને ભારતીય ટીમમાં આવ્યાને હજુ જૂજ મહિનાં જ થયા છે, ઍડિલેડમાં તે પોતાની છઠ્ઠી ટેસ્ટ રમી રહ્યા છે.

ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

જેવી રીતે પંત વિકેટની પાછળ રહીને કૉમેન્ટરી કરી રહ્યા હતા, તેનાથી એક પળ માટે કૉમેન્ટરી બૉક્સમાં બેઠેલા નેહરા પણ ચૂપ થઈ ગયા.

નેહરાએ કહ્યું, ''કદાચ લોકો અમારાથી વધારે પંતને સાંભળવાનું પસંદ કરશે, તેમને બોલવા દઈએ.''

line

કૅપ્ટને જવાબદારી આપી?

ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

આ વિરાટ કોહલીની ભારતીય ટીમનો અંદાજ છે, જે ધોનીયુગથી બહાર નીકળવા લાગી છે.

વિરાટ એક એવા કૅપ્ટન છે કે જે મેચને હાથમાં આવતો જોઈ દૂરથી જ સંભળાય રહેલા ઢોલના તાલે સ્લિપ પર ઊભા-ઊભા નાચવા લાગે છે.

ભારતીય ટીમમાં લાંબા સમયસુધી વિકેટની જવાબદારી ધોનીએ સંભાળી હતી. દુનિયા જાણે છે કે ધોની કેટલા શાંત કૅપ્ટન હતા.

જોકે ક્યારેકક્યારેક તેમનો અવાજ સ્ટમ્પ માઇક પર રૅકર્ડ થઈ જતો હતો.

ધોની બાદ ટેસ્ટમાં તેમની જગ્યા રિદ્ધિમાન સાહા આવ્યા. સાહા ધોનીથી પણ વધારે શાંત જણાયા.

કદાચ જ કોઈ એવી પળ હશે કે જ્યારે તેમનો અવાજ રૅકોર્ડ થયો હોય.

ધોની અને સાહા બાદ પંત વિકેટ પાછળ આવ્યા, જેઓ પોતાની જીભની રમત ખૂબ જ શાનદાર રીતે રમી રહ્યા છે.

આ પહેલાં ક્યારેક જ કોઈ યુવા ભારતીય ખેલાડી આવી રીતે ખુલીને સામેવાળી ટીમને સ્લેજ કરતા જોવા મળ્યા હતા અને એ પણ સ્લેજિંગ માસ્ટર ઑસ્ટ્રેલિયા જ્યારે સામે હોય.

કૉમેન્ટરી બૉક્સમાં બેઠેલા પૂર્વ ભારતીય ખેલાડી નેહરા, હરભજન અને દીપ દાસ ગુપ્તા કહે છે કે કદાચ કૅપ્ટન કોહલીએ જ પંતને સ્લેજિંગની જવાબદારી સોંપી હશે, એટલે તેઓ ખુલીને બોલી રહ્યા છે.

જો કે, સ્લેજિંગ દરમિયાન પંત ક્યારેય પોતાની સીમા ઓળંગતા જણાયા નહીં.

મેચ બાદ પંતે જણાવ્યું, ''હું ઇચ્છતો હતો કે બૅટ્સમૅન બૉલથી વધારે મારા પર ધ્યાન આપે.''

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

જીભ સાથે ગ્લવ્સની રમત

ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

એવું નથી કે પંત ઍડિલેડના મેદાન પર માત્ર બોલીની રમત રમીને જ ઑસ્ટ્રેલિયન ટીમને હેરાન કર્યા, પરંતુ તેની સાથેસાથે તેમણે વિકેટ પાછળની પોતાની મુખ્ય જવાબદારી પણ શાનદાર રીતે નિભાવી.

પંતે આ મેચમાં કુલ 11 કૅચ ઝીલીને વિશ્વ રેકર્ડની બરાબરી કરી છે.

આ પહેલાં ઇંગ્લૅન્ડના જૈક રસેલે વર્ષ 1995માં અને દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલિયર્સે વર્ષ 2013માં 11-11 કૅચ પકડ્યા હતા.

જોકે પંત આ વર્લ્ડ રેકર્ડને તોડવાની નજીક પહોંચ્યા, પરંતુ અમુક અવસરે તેમના હાથમાંથી બૉલ લપસી પણ ગયો હતો.

પંતની વિકેટકીપિંગની વાત કરીએ તો તેમણે ટેસ્ટમાં પણ અત્યારસુધી કુલ 20 કૅચ પકડ્યા, જ્યારે બે સ્ટમ્પ-આઉટ કર્યા.

ઍડિલેડ ટેસ્ટની પહેલી ઇનિંગમાં પંતે છ કેચ પકડ્યા હતા. આ સાથે જ તેમણે પૂર્વ કૅપ્ટન ધોનીના રેકર્ડની બરાબરી કરી હતી.

કોઈ ટેસ્ટની એક ઇનિંગમાં સૌથી વધારે કૅચ પકડવાની બાબતે ભારતીય રૅકોર્ડ ધોનીના નામે હતો, હવે આ મામલે પંતનું નામ પણ ધોની સાથે જોડાય ગયું છે.

જોકે, જ્યારે પંતની પસંદગી ભારતીય ટીમમાં થઈ, ત્યારે ક્રિકેટના જાણકારો તેમની વિકેટકીપિંગ વિશે સકારાત્મક નહોતા.

ઘણા ટીકાકાર કહેતા હતા કે પંત સારા બૅટ્સમૅન છે, પરંતુ વિકેટ પાછળ તેમના હાથ ધોની જેટલી ઝડપ ધરાવતા નથી.

લાઇન
લાઇન

ટકીને રમવાનું ક્યારે શીખશે?

ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

પંતના ગ્લવ્સ અને જીભ તો ઍડિલેડમાં ખૂબ જ ચાલી, પરંતુ તેમના પર મોટી જવાબદારી એક બૅટિંગની પણ છે.

પંત ઍડિલેડ ટેસ્ટની પહેલી ઇનિંગમાં 25 રન અને બીજી ઇનિંગમાં 28 રન બનાવી આઉટ થયા.

પ્રથમ ઇનિંગમાં પંત જ્યારે બેટિંગ કરવા માટે આવ્યા, ત્યારે 86 રન પર 5 વિકેટ પડી ગઈ હતી. એક તરફ પૂજારા હતા, જેમને એક સાથીની જરૂર હતી. પંતે આવતાં જ ફટકારવાનું શરૂ કરી દીધું હતું.

તેમણે 25 રનની પોતાની ઇનિંગમાં એક સિક્સર અને બે બાઉન્ડ્રી ફટકારી હતી. એવું લાગ્યું હતું કે તેઓ ટેસ્ટ મેચ નહીં, પરંતુ વન-ડૅ રમી રહ્યા છે.

આજ રીતે બીજી ઇનિંગમાં પણ પંતે માત્ર 16 બૉલમાં 28 રન ફટકાર્યા. આ ઇનિંગમાં તેઓ ટી-20 અંદાજમાં રમતા જણાયા.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો