પ્રત્યાર્પણ અરજી મંજૂર છતાં વિજય માલ્યાના પાસે છે આ વિકલ્પ

ઇમેજ સ્રોત, Getty Images
લિકર કિંગ વિજય માલ્યાને બ્રિટનથી ભારત પ્રત્યાર્પણ અંગે સીબીઆઈની અરજી પર લંડનની વૅસ્ટમિન્સ્ટર મૅજિસ્ટ્રેટ કોર્ટે મંજૂરીની મહોર મારી છે.
62 વર્ષના વિજય માલ્યા પર ભારતમાં લગભગ નવ હજાર કરોડની છેતરપીંડીનો આરોપ છે.
દરમિયાન માલ્યાનું કહેવું છે કે 'મારા વકીલ તેનો અભ્યાસ કરશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.'
એપ્રિલમાં ભારત પરત લાવવાના વૉરંટના આધારે તેમની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ એ જ દિવસે તેઓ જામીન ઉપર છૂટી ગયા હતા.

હવે રહેશે આ વિકલ્પ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
મૅજિસ્ટ્રેટ કોર્ટના આદેશ વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરવા માટે માલ્યા પાસે 14 દિવસનો સમય હશે.
જો જજને સમગ્ર પ્રક્રિયાથી સંતોષ થશે અને લાગશે કે તેમાં કોઈ કાયદાકીય વિઘ્ન આવે એમ નથી તો તેઓ ભારતમાં માલ્યાના પ્રત્યાર્પણનો મુદ્દો વિદેશમંત્રીને સોંપી દેશે. તેમની પાસે પ્રત્યાર્પણ કરવાના અધિકાર છે.
જો સંબંધિત વ્યક્તિ અપીલ ન કરે અને જો વિદેશમંત્રી કોર્ટના આદેશથી સહમત થાય છે, તો 28 દિવસની અંદર પ્રત્યાર્પણ થશે.
માલ્યાનું કહેવું છે કે તેમના પર લગાવાયેલા આરોપ રાજકારણથી પ્રેરિત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલમાં જ આ અંગે સ્પષ્ટતા આપતા માલ્યાએ ટ્વીટ કર્યું હતું, ''મેં એક રૂપિયાનું પણ દેવું નથી કર્યું. દેવું કિગફિશર ઍૅરલાઇન્સે લીધું હતું.''
''પૈસાનું નુકસાન એક વાસ્તવિક અને દુઃખદ ધંધાકીય નિષ્ફળતાને કારણે થયું. બાંયધરી આપવી એ કંઈ છેતરપીંડી નથી.''
માલ્યાએ એવું ટ્વીટ પણ કર્યું હતું કે 'મેં મૂળ રકમના 100 ટકા પાછા આપવાનો પ્રસ્તાવ મુક્યો છે, મહેરબાની કરીને એ સ્વીકારી લો.'

વર્ષભરથી સુનાવણી

ઇમેજ સ્રોત, AFP
વિજય માલ્યાના કેસમાં ગયા વર્ષે ડિસેમ્બરથી લંડનની મૅજિસ્ટ્રેટ કોર્ટમાં પ્રત્યાર્પણ સંદર્ભે સુનાવણી ચાલી હતી.
ક્લેર મૉન્ટગૉમરીની કોર્ટમાં માલ્યાના વકીલોએ એવી દલીલ રજૂ કરી હતી કે, કિંગફિશર ઍરલાઇન્સની બૅન્ક લોન ડિફોલ્ટ એક ધંધાકીય નિષ્ફળતાનું પરિણામ છે, માલિકની બેઇમાની કે ખોટા ગૅરંટરના કારણે નહીં.
વકીલોએ કોર્ટને એવું પણ કહ્યું હતું કે, માલ્યાએ 2016માં 80 ટકા રકમ ચૂકવવાનો પ્રસ્તાવ મૂકેલો, પણ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની આગેવાનીમાં રહેલાં ભારતીય બૅન્કોના એક સંઘે આ પ્રસ્તાવ ન સ્વીકાર્યો.
જ્યારે ફરિયાદી પક્ષની દલીલ હતી કે, માલ્યાની લોન ચૂકવવાની દાનત જ નહોતી, કારણ કે તેમની ઍરલાઇન્સ ડૂબે છે એ નક્કી હતું.
સુનાવણી દરમિયાન જજ આર્બથનૉહડે નોંધ્યું હતું કે, બૅન્કોએ લોન આપવા માટે પોતાની ગાઇડલાઇન્સનું ઉલ્ઘંન કર્યું છે એ સ્પષ્ટ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

જેલની સ્થિતિને બનાવ્યો મુદ્દો

ઇમેજ સ્રોત, Reuters
જો માલ્યાને ભારત પરત લાવવામાં આવે તો તેમને મુંબઈની આર્થર રોડ જેલની બૅરેક નંબર 12માં રાખવામાં આવશે. સુનાવણી વખતે બચાવ પક્ષે આ જેલને પણ એક મુદ્દો બનાવેલી.
બચાવ પક્ષે માનવ અધિકારોનો આધાર લઈને જેલની ખરાબ હાલતનો દાવો કરતી દલીલો રજૂ કરી હતી.
જજે આ સંદર્ભે મુંબઈની આર્થર રોડ જેલનો એક વીડિયો પણ મંગાવ્યો હતો.
12 સપ્ટેમ્બરે વિજય માલ્યાએ વધુ એક દાવો કરીને ભારતમાં હલચલ મચાવી દીધી હતી.
તેમણે પત્રકારોને કહ્યુ હતું કે 2016માં ભારત છોડતાં પહલાં તેઓ ભારતના નાણામંત્રી અરૂણ જેટલીને મળ્યા હતાં. જો કે, નાણામંત્રીએ આ વાત ફગાવી દીધી છે.

માલ્યાનો પાસપોર્ટ રદ્દ

ઇમેજ સ્રોત, AFP
તેમના સારા દિવસોમાં વિજય માલ્યાને ભારતના 'રિચર્ડ બ્રેન્સન' કહેવામાં આવતા. તેઓ પોતાની શાનો શૌકત, ઝાકઝમાળ ભરી જિંદગી, તેજ ગતિ ધરાવતી કાર અને પોતાના કિંગ ફિશર પ્લેન માટે જાણીતા હતાં.
વધુ ઉડાન માટે લોન આપવાથી બૅન્કોએ માલ્યાને ઇન્કાર કરતાં તેમની ઍરલાઇન્સની ઉડાન અટકી ગઈ હતી.
2016માં બ્રિટન આવી ગયેલાં, માલ્યા લંડનમાં રહે છે. ભારત સરકારે તેમનું પાસપોર્ટ રદ્દ કરી નાખ્યો છે અને બ્રિટનમાંથી તેમના પ્રત્યાર્પણના પ્રયત્ન ચાલુ છે.
આ પહેલાં ભારતમાં પ્રત્યાર્પણ કરવા માટે વિજય માલ્યાની લંડનમાં ધરપકડ કરવામાં આવી, ત્યારે ભારત સરકારને મોટી સફળતા મળી હતી, પરંતુ તેઓ આઠ લાખ પાઉન્ડ એટલે કે, લગભગ પાંચ કરોડ રૂપિયાના બૉન્ડ પર જામીન પર છૂટી ગયેલાં. સ્કૉટલૅન્ડ યાર્ડ દ્વારા તેમની ધરપકડ થયેલી.
હવે વિજય માલ્યા વિરુદ્ધ બિનજામીન વૉરંટ કાઢીને તેમનું પાસપોર્ટ રદ્દ કરી દેવામાં આવ્યો છે.
ભારત અને બ્રિટન વચ્ચે 1992માં પ્રત્યાર્પણ સંધિ થઈ હતી, ત્યાર બાદ માત્ર એક જ વ્યક્તિને પરત લાવી શકાઈ છે. એ ઉપરાંતના કેસમાં અલગ અગ કારણોસર સફળતા નથી મળી.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












