You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુએઈની ઍરલાઇન્સના આ હીરાજડિત વિમાનનું સત્ય શું છે?
યુનાઇટેડ આરબ અમીરાત (દુબઈ)ની ઍરલાઇન્સ કંપની એમિરેટ્સ દ્વારા એક તસવીર જાહેર કરાઈ છે. આ તસવીર ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની છે.
તસવીરમાં એક હીરાજડિત વિમાન છે. ઍરલાઇન્સ કંપનીએ ટ્વીટ કરીને આ તસવીર મૂકી છે અને તેની સાથે લખ્યું છે કે "રજૂ કરીએ છીએ એમિરેટ્સ 'બ્લિંગ' 777. તસવીર સર્જક સારા શકીલ."
ઍરલાઇન્સ કંપનીએ સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પરથી આ તસવીર શેર કરી હતી, જે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ હતી. તેણે ઘણાને મૂંઝવણમાં મૂકી દીધા હતા.
તમામને આશ્રર્ય થયું કે શું ખરેખર કંપનીએ આવું વિમાન તૈયાર કર્યું છે? ઘણાં યૂઝર્સને તેના વિશે જાણવાની ઉત્કંઠા પણ જાગી.
તસવીરમાં એક વિમાન હીરાજડિત છે અને તે ઍરપોર્ટ પર પાર્ક કરેલું છે તેની આસપાસ કાર્ગોના વાહનો છે.
બીજી તરફ ઘણાએ દાવો કર્યો કે આ તસીવર જ ફેક છે. તેને સોફ્ટવૅરથી તૈયાર કરવામાં આવી છે.
ઘણા ટ્વિટર યુઝર્સે રસપ્રદ પ્રતિક્રિયાઓ આપી. જેમાં લુસીફર નામના યૂઝરે લખ્યું, "આશા રાખું છું જ્યારે આ વિમાન આઈએડી તરફે જતું હશે, ત્યારે રસ્તામાં વીએ (મારા શહેર)માં કેટલાક હીરા નીચે ડ્રોપ કરી દે."
એક યૂઝર ઇન્ફર્નોએ વિમાનની ડિઝાઇન મામલે સવાલ કર્યો કે,"ખરેખર સવાલ એ છે કે શું આ હીરાના કારણે વિમાનમાં ઇંધણની બચત થશે અથવા મુસાફરો માટે મુશ્કેલી સર્જશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલાક યૂઝર્સે આ વિશે રમૂજી પ્રતિભાવ આપ્યા.
બોબી જ્હોન્સન નામના યૂઝરે લખ્યું મારે મારા સ્થળે સુરક્ષિત પહોંચવાથી મતલબ એ છે કે મને વિમાનના દેખાવની કોઈ ચિંતા નથી.
એક યૂઝરે કહ્યું શું વિમાન ખરેખર સાચું છે.
સેમ ગાર્ડનર નામના યૂઝરે લખ્યું,"આ ફેક છે સાચું નથી."
એસ. એમ. રિચાર્ડસન નામના યૂઝરે સામાજિક સમસ્યાને આ બાબત સાથે જોડી લખ્યું,"લોકોને ખાવા ભોજન નથી પીવા માટે પાણી નથી, પરંતુ વિમાનને હીરાજડિત બનાવવામાં આવે છે."
તમે આ વાંચ્યું કે નહીં?
સત્ય શું છે?
પરંતુ શું આ વિમાન સાચું છે? અને જો નથી તો ઍરલાઇન્સે આવી તસવીર કેમ શેર કરી?
ખલીજ ટાઇમ્સના અહેવાલ અનુસાર, આ તસવીર ઇન્સ્ટાગ્રામ યૂઝર સારા શકીલ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જેને સંખ્યાબંધ લાઇક્સ મળ્યા હતા.
સારાએ 4થી ડિસેમ્બરના રોજ આ તસવીર પોસ્ટ કરી હતી. અહેવાલ અનુસાર, ઍરલાઇન્સને તસવીર પસંદ આવી હોવાથી તેને ટ્વીટ કરીને શેર કરી હતી. તેને સંખ્યાબંધ લોકોએ રિટ્વીટ કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો