ભારત વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા: શું ભારત ઑસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ શૃંખલા જીતી શકશે?

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
- લેેખક, આદેશકુમાર ગુપ્ત
- પદ, બીબીસી ગુજરાતી માટે
"જયારે પણ ભારતીય ક્રિકેટ ટીમ વિદેશમાં કોઈ શૃંખલા રમવા જાયે છે, ત્યારે ટીમ સારું પ્રદર્શન કરશે એવી આશા રાખવામાં આવે છે."
છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમ આઈસીસી ટેસ્ટ રૅન્કિંગમાં નંબર નવ પર છે.
તેને જોઈને એવું લાગે છે કે કદાચ ભારત પાસે આજે એક એવી ટીમ છે જે આ ટેસ્ટ શૃંખલા જીતવાની ક્ષમતા ધરાવે છે.
વિદેશની ભૂમિ પર ભારતે કેટલીક ટેસ્ટ શ્રેણી તો જીતી છે પરંતુ શૃંખલા નથી જીતી શકી. દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ તેનું ઉદાહરણ છે.
ઇંગ્લેન્ડમાં ભારતીય ટીમ 4-1થી ટેસ્ટ શૃંખલા હારી ગઈ જ્યારે બધાને લાગતું હતું કે ભારત જીતી જશે.
એ આશા આજે પણ છે. બધાને ખબર છે કે ઑસ્ટ્રેલિયા ઘરઆંગણે ખૂબ જ શાનદાર પરફૉર્મ કરે છે.
ક્રિકેટ સમીક્ષક વિજય લોકપલ્લી કહે છે,"ભારત આજ સુધી ઑસ્ટ્રેલિયામાં કોઈ શૃંખલા જીતી શક્યું નથી. દર વખતે કંઈક એવું થાય છે કે નિર્ણાયક પ્રસંગે અથવા તો ભારતીય બૅટ્સમૅન અથવા બૉલર ચૂક કરી જાય છે અને બાજી પલટી જાય છે."
"આ વખતે પણ મુકાલબો તો મજબૂત થશે પણ ભારતીય ટીમ તેમના પ્રશંસકોને નિરાશ નહીં કરે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કેવી રહેશે વિકેટ?

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શૃંખલા ગુરુવારથી શરૂ થઈ છે અને પ્રથમ ટેસ્ટ મેચ ઑસ્ટ્રેલિયાના એડિલેડમાં રમાશે.
આ સ્ટેડિયમની વિકેટ વિશે વિજય લોકપલ્લી કહે છે,"ઑસ્ટ્રેલિયા ક્યારેય એવું નહીં ઇચ્છે કે મેદાન ભારત માટે અનુકૂળ હોય. જોકે, ઘણી વાર ઍડિલેડને ભારતના ઘરઆંગણાંના મેદાન તરીકે જોવામાં આવે છે."
"બ્રિસ્બનની ફાસ્ટ વિકેટ કરતાં આ મેદાનની વિકેટ સરખામણીએ ધીમી છે. પરંતુ બાઉન્સ અને ટર્ન પણ લે છે. આથી ભારત જો તેમના ધીમા સ્પિનરોનો ઉપયોગ સારી રીતે કરે છે, તો ઑસ્ટ્રેલિયા માટે મુશ્કેલ સ્થિતિ પેદા થઈ શકે છે."


ભારતે ઑસ્ટ્ર્લિયામાં પ્રથમ શૃંખલા વર્ષ 1747-48માં રમી હતી. ભારત પાંચ ટેસ્ટ મૅચની આ શૃંખલા 4-0થી હારી ગયું હતું. અત્યાર સુધી ભારત-ઑસ્ટ્રેલિયામાં 11 ટેસ્ટ શૃંખલા રમી ચૂક્યું છે.
ભારત ઑસ્ટ્રેલિયામાં હવે 12મી શૃંખલા રમી રહ્યું છે. ભારતે ઑસ્ટ્રેલિયામાં આજ સુધી કુલ 44 ટેસ્ટ મેચ રમી છે.
28 ટેસ્ટ મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો છે. પાંચમા વિજયી અને 11 ટેસ્ટ મૅચ ડ્રો રહી છે.
છેલ્લે વર્ષ 2014-15માં ભારત ચાર ટેસ્ટ મેચની શૃંખલા 2-0થી હારી ગયું હતું.

ઇમેજ સ્રોત, EPA
ભારતે ઍડિલેડ ટેસ્ટ માટે 12 સભ્યોની ટીમની પંસદગી કરી છે.
ભારતીય ટીમ આ પ્રમાણે છે - કપ્તાન વિરાટ કોહલી, ઉપ-કપ્તાન અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, મુરલિ વિજય, ચેતેશ્વર પૂજારા, રોહિત શર્મા, હનુમા વિહારી, ઋષભ પંત, આર. અશ્વિન, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા અને જસપ્રીત બુમરાહ. અજિંક્ય રહાણેનું ફૉર્મ થોડું ચિંતાનો વિષય છે.
બીજી તરફ ઑસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ નજરે જોતા એકદમ નવી લાગે છે અને એવું લાગે છે કે ક્રિકેટ પ્રેમીઓ ઑસ્ટ્રેલિયાની ટીમના મોટાભાગના ખેલાડીઓના નામ પણ નથી ઓળખતા.
સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નર પર પ્રતિબંધ લાગ્યા બાદ તેમની ટીમ જાણે એકદમ નબળી પડી ગઈ છે.
કૅપ્ટન ટિમ પૅન ટીમમાં કેટલો જોશ ફૂંકી શકે છે એ જોવું રસપ્રદ રહેશે. તેઓ ટીમના વિકેટકિપર પણ છે.
ટિમ પેને અત્યાર સુધી 15 ટેસ્ટમાં 756 રન બનાવ્યા છે.
ટીમનો આધાર ઉસ્માન ખ્વાજા, પીટર હૅન્ડસકોમ્બ, ઍરોન ફિન્ચ અને અનુભવી સ્પિનર નાથન લિયોન, ફાસ્ટ બૉલર જોશ હૅઝલવુડ અને મિશેલ સ્ટાર્ક પર રહેશે.

ઑસ્ટ્રેલિયા પર દબાણ

ઇમેજ સ્રોત, EPA
ભારતીય ટીમના ભાવિ પ્રદર્શન વિશે ભારતના પૂર્વ બૅટ્સમૅન પ્રવીણ આમરે માને છે કે, "આ વખતે ઑસ્ટ્રેલિયા પર દબાણ વધારે છે. તેમના બે સૌથી શ્રેષ્ઠ બૅટ્સમૅન ટીમની બહાર છે. ઑસ્ટ્રેલિયાની બૉલિંગ સારી છે, પરંતુ છેલ્લી બે શૃંખલામાં ભારતીય બૉલરે પણ શાનદાર બૉલિંગ કરી છે."
"ભારતીય બૉલર્સે વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ વિરોધી ટીમને બે વખત આઉટ કરી શકે છે. તેમ છતાં કોઈ પણ ટેસ્ટ શૃંખલાની પ્રથમ ટેસ્ટમૅચ મહત્ત્વપૂર્ણ હોય છે. કેમ કે જો પ્રથમ ટેસ્ટમાં જ લય અને દિશા મળી જાય તો બાકીની ટેસ્ટમાં તે મદદરૂપ રહે છે."
આમરે માને છે કે જ્યારે જ્યારે ભારતની ઑપનિંગ જોડીએ સારી શરૂઆત કરી છે ત્યારે ત્યારે ભારતનું કામ સરળ થઈ જાય છે.
છેલ્લા બે પ્રવાસમાંથી ભારતીય ટીમના બેટ્સમેન તેમની અગાઉની ભૂલોમાંથી ઘણું શીખ્યા છે.

સુનીલ ગાવસ્કરની ભવિષ્યવાણી

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
જોકે ભારતના પૂર્વ કપ્તાન સુનીલ ગાવસ્કરે પણ ભવિષ્યવાણી કરે છે કે ભારતીય ટીમ શૃંખલા જીતી શકે છે.
તેને લઈને ભારત પૂર્વ બેટ્સમેન મોહમ્મદ કૈફનું માનવું છે કે આ શૃંખલામાં વધુ રન થશે.
ઑસ્ટ્રેલિયામાં ઇંગ્લેન્ડ જેવી સ્વિંગ લેતી લિકેટ નહીં હોય. ઑસ્ટ્રેલિયામાં ફાસ્ટ અને બાઉન્સ લેતી વિકેટ હશે.
ભારતીય બેટ્સમેન માટે આવી વિકેટ અનુકૂળ રહેતી હોય છે. કેમ કે તેઓ આક્રમકતા સાથે રમતા હોય છે. વિરાટ કોહલી હવે મેચ વિજયી કપ્તાન છે.
ગત પ્રવાસમાં પણ તેમણે સારું પરફૉર્મ કર્યું હતું. આથી ગાવસ્કરની ભવિષ્યવાણી સાચી પડી શકે છે.
જોકે, આ ઑસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતની શરૂઆત સારી નહોતી રહી.
ત્રણ મેચોની ટી-20 શૃંખલાની પ્રથમ મેચમાં ભારત ડકવર્થ લુઇસ નિયમના આધારે ચાર રનોથી હારીગ ગયું હતુ.
બીજી મેચ વરસાદનો ભોગ બની. ત્રીજી મેચમાં ભારત છ વિકેટથી હાર્યું હતું.
આ જ પ્રદર્શન ટેસ્ટ શૃંખલાની પ્રથમ મૅચમાં પણ યથાવત રહ્યું છે.

વિરાટ કોહલીનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, EPA
વિરાટ કોહલી ઑસ્ટ્રેલિયાની ટીમને ક્યારેય હળવેથી નહીં લે.
તેમને મેચ પૂર્વે કહ્યું કે ટીમનું સંપૂર્ણ ધ્યાન રમત પર છે. તેમણે એવું પણ કહ્યું કે ગત ઑસ્ટ્રેલિયા પ્રવાસનો તેમનો અનુભવ તેમને કામ લાગશે.
ઍડિલેડ મામલે તેમણે કહ્યું કે આ મેદાન તેમને ખૂબ જ પંસદ છે. તેનું કારણ એ પણ છે કે તેમણે તેમની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ ટેસ્ટ સદી આ જ મેદાન પર ફટકારી હતી.
તેમણે વર્ષ 2012માં ઍડિલેડમાં બીજા દાવમાં 138 રન બનાવ્યા હતા.
હવે જોવું રહ્યું કે ટેસ્ટ શૃંખલામાં આશા પૂરી થાય છે કે નહીં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












