‘સ્વસ્તિક ચિહ્ન’ પર ઊભેલા અમિત શાહની તસવીર, શું શાહે સ્વસ્તિકનું અપમાન કર્યું?

ઇમેજ સ્રોત, VIRAL POST
ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ અમિત શાહની એક તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાઇરલ થઈ રહી છે.
આ તસવીરમાં અમિત શાહ એક પાટલા પર ઊભા રહીને સભામાં ભાષણ આપતા દેખાય છે.
જે પાટલા પર અમિત શાહ ઊભા છે, એના પર સ્વસ્તિક ચિહ્ન દોરેલું છે, જેને ભારતીય સંસ્કૃતિમાં હિંદુ ધર્મનું મંગળ ચિહ્ન માનવામાં આવે છે.
સોશિયલ મીડિયા પર 'સ્વસ્તિક ચિહ્ન' પર બૂટ પહેરીને ઊભા રહેવા બદલ અમિત શાહની નિંદા થઈ રહી છે અને આ તસવીર ને વૉટ્સઍપ પર શેર કરાઈ રહી છે.
કોંગ્રેસનાં પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પણ રવિવારે રાત્રે આ તસવીર શેર કરી અને પોતાના ટ્વીટમાં લખ્યું, "ભગવાનના મંદિરમાંથી નોટ લેશે અને પછી લોકોની આસ્થાને ઠેંસ પહોંચાડશે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
જોકે, ભાજપના નેતા આ ઘટનાને નકારી રહ્યા છે અને કહી રહ્યા છે કે પાર્ટી અધ્યક્ષ અમિત શાહે સ્વસ્તિકના ચિહ્નવાળા કોઈ પાટલા પર પગ નથી મૂક્યો.
જમણેરી અભિગમ ધરાવતા કેટલાક ફેસબુક પેજ અને ગ્રૂપમાં કથિત રીતે કોંગ્રેસ દ્વારા ફેલાવાયેલી આ તસવીર પર પ્રશ્નો ઉઠાવાઈ રહ્યા છે.
અમને અમારી તપાસમાં જાણવા મળ્યું કે આ તસવીર સાચી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ તસવીરને અમિત શાહે સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને ત્યારબાદ વિવાદ વધતા આ તસવીર ડિલીટ પણ કરી દીધી હતી.

ત્રણ મુખ્ય પ્રશ્નો અને જવાબ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
અમને ઘણી એવી તસવીરો અને વીડિયો મળ્યાં કે જેની સાથે ગંભીર છેડછાડ થઈ હતી. કેટલીક તસવીરો અને વીડિયો સાથે છેડછાડ કરાઈ હતી.
જેના કારણે અમારી તપાસમાં કેટલાક પ્રશ્નોનો જવાબ શોધવો જરૂરી હતો.
- આ તસવીર ક્યારની છે?
- આ તસવીર ક્યાંની છે?
- શું ખરેખર અમિત શાહ ભાષણ દરમિયાન કોઈ પાટલા પર ઊભા રહ્યા હતા?


'રિવર્સ ઇમેજ સર્ચ' દ્વારા અમને ખબર પડી કે ભાજપના અધ્યક્ષ અમિત શાહની આ તસવીર રાજસ્થાનના બાડમેર જિલ્લાની છે.
શનિવાર, 1 ડિસેમ્બરે બપોરે 2.06 વાગ્યા થી 2.40 વાગ્યા સુધીમાં આ તસવીર લેવાઈ હતી.
ટ્વિટર પર 'ઑફિસ ઑફ અમિત શાહ' દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે 1 ડિસેમ્બરે ભાજપા અધ્યક્ષ અમિત શાહ બાડમેર જિલ્લાના બાયતુ અને બાલોતરામાં પાર્ટીના પ્રચાર માટે ગયા હતા.
વાઇરલ તસવીર અને એ દિવસે યોજાયેલી જાહેર સભાઓની તસવીરોને જ્યારે અમે તપાસી તો ખ્યાલ આવ્યો કે વિવાદાસ્પદ તસવીર બાલોતરા ખાતે યોજાયેલી સભાની જ તસવીર છે.
આ નિષ્કર્ષ પર પહોંચવા માટે અમે અમિત શાહનો સાફો, તેમનાં કપડાં, ભીડમાં હાજર લોકો અને તેમના માઇક પર લાગેલા બ્રાન્ડના બોર્ડને પણ સરખાવી જોયા.

'અમિત શાહનું ઊંચું કદ'

ઇમેજ સ્રોત, @AMITSHAH
જોકે, 1 ડિસેમ્બરની આ સભાની તસવીરો રાજસ્થાનના ભાજપ એકમ સિવાય અમિત શાહે જાતે પણ ટ્વીટ કરી હતી.
તસવીરો સાથે તેમણે લખ્યું હતું, "રાહુલ ગાંધી કદાચ ભૂલી ગયા હોય પણ હું તેમને કહેવા માગું છું કે વીરભૂમિ રાજસ્થાનની જનતા ક્યારેય પણ ભારતના વીર સૈનિકોના શૌર્યનું અપમાન કરનાર કોંગ્રેસ પાર્ટીનો સાથ નહીં આપે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
આ વિશે અમે રાજસ્થાન ભાજપ મીડિયા સેલના અધ્યક્ષ વિમલ કટિયાર સાથે વાત કરી.
તેમણે કહ્યું, "એવી કોઈ જ ઘટના થઈ નથી. અધ્યક્ષજી નું કદ એટલું ઊંચું છે કે માઇક પર બોલવા માટે તેમને પાટલાની જરૂર જ નથી. તો પછી તેઓ માઇક પાછળ પાટલો શું કરવા મૂકે?"
જોકે, ભાજપ જે સભાની તસવીરો અને વીડિયો ટ્વીટ કરે છે, તેની રણનીતિ અંતર્ગત ફેસબુક પર પણ પોસ્ટ કરે છે.
પછી 1 ડિસેમ્બરે બપોરે બાલોતરામાં યોજાયેલી સભાની કોઈ પોસ્ટ રાજસ્થાન ભાજપ કે અમિત શાહના સત્તાવાર પેજ પર દેખાતી કેમ નથી?
એના જવાબમાં વિમલ કટિયારે કહ્યું કે આ અંગ તેમને માહિતી નથી.
વિમલ કટિયારે કહ્યું કે આ મામલે વધુ જાણકારી માટે સ્થાનિક ભાજપ ઉમેદવાર સાથે વાત કરવી જોઈએ.

'સ્થાનિક સ્તરે કોઈ વિવાદ નહીં'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
બાડમેર જિલ્લાના બાલોતરામાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ ભાજપ ઉમેદવાર અમરારામ ચૌધરી માટે પ્રચાર કરવા પહોંચ્યા હતા.
અમરારામ ચૌધરીએ કહ્યું, "સ્થાનિક સ્તરે આ તસવીર અંગ કોઈ જ વિવાદ નથી. અમિત શાહ આવ્યા હતા. સભા સંબોધીને જતા રહ્યા. બાકી બધુ બરાબર છે."
પણ શું અમિત શાહે ખરેખર સ્વસ્તિકના નિશાનવાળા પાટલા પર ઊભા રહીને ભાષણ આપ્યું હતું?
શું સ્થાનિક સ્તરે આવો કોઈ રિવાજ છે કે જે અંતર્ગત આ ઘટનાને યોગ્ય માનવામાં આવે?
અમરારામ ચૌધરીને આનો ઉત્તર આપવું યોગ્ય ન લાગ્યું અને કહ્યું, "તેમને કોઈ જાણકારી નથી."

અમિત શાહ માટે મંચ કેવી રીતે થયો તૈયાર

ઇમેજ સ્રોત, BJP4BARMER
અમરારામ ચૌધરીના સત્તાવાર ફેસબુક પેજ પર 1 ડિસેમ્બરે થયેલા એફબી લાઇવમાં દેખાય છે કે ભાષણ આપવા માટે અને ભાષણ પૂર્ણ થયા બાદ તેઓ કોઈ ચીજ પર ચઢ્યા અને ઊતર્યા હતા.
ત્યારબાદ અમે 'ભારતીય જનતા પાર્ટી બાડમેર' નામના ફેસબુક પેજ પર પહોંચ્યા, જ્યાં મળેલી એક તસવીરથી સ્થિતિ વધારે સ્પષ્ટ થઈ ગઈ.
1 ડિસેમ્બરે આ પેજ પરથી કેટલીક તસવીરો શેર થઈ. જેમાંથી એક તસવીર બાડમેર જિલ્લાના ભાજપ મહામંત્રી બાલારામ મૂંઘની છે.
આ તસવીરમાં સ્પષ્ટ દેખાય છે કે અમિત શાહના ભાષણ માટે જે મંચ તૈયાર કરાયો હતો, ત્યાં સ્વસ્તિકના નિશાનવાળા પાટલા લગાવાયા હતા.


સોશિયલ મીડિયા પર એવા લોકો પણ છે કે જેઓ આ ફેસબુક પોસ્ટનો પણ સ્ક્રીનશૉટ શેર કરી રહ્યા છે.
જેના કારણે એવો દાવો કરાઈ રહ્યો છે કે અમિત શાહ દ્વારા જ આ તસવીર શેર કરાઈ હતી.
અમે અમિત શાહના પબ્લિક ફેસબુક પેજના આર્કાઇવ જોયા તો આ દાવો સાચો ઠર્યો.
અમિત શાહના સત્તાવાર ફેસબુક અકાઉન્ટ પરથી ડિલીટ કરાયેલી સામગ્રી તમે આ લિંક પર ક્લિક કરીને આર્કાઇવમાં જોઈ શકો છો.
(આ ન્યૂઝ ફેક ન્યૂઝથી લડવા માટે બનાવેલા પ્રોજેક્ટ 'એકતા ન્યૂઝરૂમ'નો હિસ્સો છે)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












