અશોક ગહેલોતે ખરેખર એક સભામાં પાકિસ્તાનનો ઝંડો ફરકાવ્યો હતો?

અશોક ગહેલોત

ઇમેજ સ્રોત, ASHOK GEHLOT @TWITTER

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચૂંટણીના માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર કેટલાય પ્રકારના ખોટા સમાચાર ફેલાવાઈ રહ્યા છે.

આવા ખોટા સમાચારનાં મૂળ તપાસવા માટે 'એકતા ન્યૂઝરૂમ' નામે એક ખાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન સોશિયલ મીડિયા થકી કેટલીક તસવીરો અને વીડિયો વાઇરલ કરાઈ રહ્યાં છે. આ પ્રોજેક્ટ થકી એની ખરાઈ ચકાસવાનો પ્રયાસ કરાયો છે.

line

રાજસ્થાનમાં ચૂંટણીઓના ગરમાતા માહોલ વચ્ચે હૅશટૅગ #कांग्रेसकोवोट_नहीं સાથે એક વીડિયો શૅર કરવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહેલોત એક રેલીમાં મંચ પર ઊભા થઈને લીલા રંગનો એક ઝંડો ફરકાવતા નજરે પડે છે.

'કોંગ્રેસનો પાકિસ્તાન પ્રેમ' અને 'કોંગ્રેસને વોટ નહીં' જેવા જુમલા સાથે આ વીડિયો શૅર કરવામાં આવી રહ્યો છે.

વૉટ્સઍપ સિવાય ફેસબુક અને ટ્વિટર પર આ વીડિયોને જ્યાં પણ શૅર કરવામાં આવી રહ્યો છે, ત્યાં લખાયેલા સંદેશાનો સાર એવો છે કે 'ગહેલોતે પોતાની ચૂંટણી રેલીમાં પાકિસ્તાનનો ઝંડો ફરકાવ્યો હતો.'

આ મામલે અમે ગહેલોત અને સોશિયલ મીડિયા સંભાળનારા લોકેશ શર્મા સાથે વાત કરી હતી.

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

લોકેશ શર્માએ અમને કહ્યું, "આ વીડિયો 21 નવેમ્બરનો છે. આ દિવસે અશોક ગહેલોતે જોધપુરમાં ઈદ-ઉલ-નબીના દિવસે ઝંડો ફરકાવ્યો હતો."

"જોકે, તે પાકિસ્તાનના ઝંડા ન હતા. તે ધાર્મિક ઝંડા હતા. જે ઇસ્લામ સાથે સંબંધિત છે."

"આ ઝંડા રાજસ્થાન સહિત ભારતના અનેક વિસ્તારોમાં થનારી મુસ્લિમોની ધાર્મિક સભાઓમાં લહેરાવવામાં આવે છે અને તે એમની ધાર્મિક માન્યતાનો મામલો છે."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

પહેલાં પણ કોંગ્રેસ પર રાજસ્થાનમાં ચૂંટણી સમયે પાકિસ્તાનના ઝંડા લહેરાવવાના આરોપ લાગ્યા છે.

આવી જ એક અન્ય મામલાની સત્યતાની અમે તપાસ કરી જેમાં વીડિયો અને તેના અંગે કરવામાં આવતા દાવા ખોટા સાબિત થયા હતા.

line

'ગરીબી વધારો, મત મેળવો' વસુંધરા રાજેએ આવું કેમ કહ્યું?

વસુંધરા

ઇમેજ સ્રોત, Getty Images

રાજસ્થાની ચૂંટણીને ધ્યાને રાખીને રાજ્યનાં મુખ્ય મંત્રી વસુંધરા રાજેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરાઈ રહ્યો છે.

આ વીડિયોમાં વસુંધરા રાજે કહી રહ્યાં છે કે 'જેટલી ગરીબી આપણે કરીશું એટલો જ વધારે ફાયદો થશે, એટલા જ વધારે વોટ આપણને મળશે.'

7 ડિસેમ્બરે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે અને હાલમાં પૂરજોશમાં પ્રચાર અભિયાન ચાલે છે.

આ વીડિયો ની સત્યતા ચકાસવા કેટલાક લોકોએ એકતા ન્યૂઝ રૂમને આ વીડિયો મોકલ્યો.

આ વચ્ચે કોંગ્રેસ સમર્થક હોવાનો દાવો કરતાં કેટલાંક ફેસબુક ગ્રૂપમાં પણ આ વીડિયો શૅર કરાઈ રહ્યો છે. વૉટ્સઍપમાં પણ આ વીડિયો શેર થઈ રહ્યો છે.

વીડિયો સાથે એવું લખાણ લખવામાં આવે છે કે રાજસ્થાનનાં મુખ્ય મંત્રી વસુંધરા રાજે પક્ષની કોઈ બેઠકમાં ભાજપનો મત બતાવી રહ્યાં છે.

અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે આ વીડિયો નવેમ્બર મહિનામાં જયપુર ખાતે યોજાયેલા એક કાર્યક્રમનો છે.

રાજસ્થાનના યુવાનો સાથે ભાજપના અધ્યક્ષ અમિત શાહે રાજનીતિ સહિતના વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી અને આ ચર્ચા માટે જ આ કાર્યક્રમ યોજાયો હતો.

21 નવેમ્બરે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન #युवारीबातशाहरे_साथ ટ્વિટર પર ટ્રેન્ડ થતો જોવા મળ્યો.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

સોશિયલ મીડિયા પર શૅર થઈ રહેલો વસુંધરા રાજેનો વીડિયો અર્ધસત્ય છે.

વીડિયોને ચાલાકી વાપરીને ઍડિટ કરવામાં આવ્યો છે અને આખી વાતને અલગ સંદર્ભ સાથે રજૂ કરવામાં આવી રહી છે.

હકીકતમાં વસુંધરા રાજેએ કહ્યું હતું, તમને ખ્યાલ હશે કે ભારતીય જનતા પક્ષે ગરીબી હટાવવા માટે કામ કર્યું છે.

તેમણે કહ્યું, "આ બીજી પાર્ટી કૉંગ્રેસ છેલ્લાં પચાસ વર્ષથી ગરીબી હટાવોનો નારો આપી રહી છે."

"આજ સુધી ગરીબી હટાવવા પર તેમણે કોઈ જ કામ કર્યું નથી. તેમને પૂછીએ તો તેઓ કહે છે કે ગરીબી હટાવવી નથી."

"જેટલી ગરીબી વધશે એટલો જ અમને ફાયદો થશે કારણ કે લોકોને પ્રશ્ન પૂછવાનો સમય નહીં મળે."

"લોકો નહીં પૂછે કે 'અમને પાણી કેમ નથી મળ્યું નોકરીઓ કેમ નથી મળી અને અમારી ત્યાં રસ્તાઓ કેમ નથી બન્યા, કારણકે લોકો પોતાના જ દુઃખ માં ડૂબેલા હશે."

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

'6 મુસ્લિમ અને 1 હિંદુ,' મૉબ લિંચિંગનો આ દાવો કેટલો સાચો

સોશિયલ ગ્રેબ

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA VIRAL POST

રાજસ્થાનમાં મૉબ લિંચિંગની કથિત ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શૅર કરાઈ રહ્યો છે.

આ વીડિયોમાં કેટલાક લોકો પોલીસની હાજરીમાં એક વ્યક્તિને ખરાબ રીતે માર મારી રહ્યા છે.

વૉટ્સઍપ પર આ વીડિયો સૌથી વધારે શૅર થઈ રહ્યો છે.

વીડિયો સાથે મૅસેજ ફૉરવર્ડ થઈ રહયો છે, "મુસલમાનોની હિંમત જુઓ, છ મુસ્લિમ છોકરાઓએ એક હિંદુ છોકરાને માર માર્યો અને એ પણ પોલીસની હાજરીમાં."

કેટલાક મૅસેજમાં આ વીડિયોને રાજસ્થાનનો ગણવામાં આવી રહ્યો છે. જોકે, કોઈ પણ મૅસેજમાં એવું લખ્યું નથી કે આ વીડિયો ક્યાંનો છે.

અમે આ વીડિયોની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ વીડિયો રાજસ્થાનનો નથી, આ વીડિયો ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાનો છે.

ભાજપની સરકારના કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ શાંડીલ્યએ આ વીડિયો બુધવારે સ્થાનિક મીડિયા અહેવાલોના હવાલાથી ટ્વીટ કર્યો હતો.

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે આ યુપીના શામલી ની ઘટના છે જ્યાં છ મુસ્લિમ છોકરાઓ એ એક હિંદુ છોકરાને પોલીસની ગાડીમાંથી જબરદસ્તી બહાર કાઢીને મૉબ લિંચિંગ કર્યું.

હવે જો કોઈ ઇન્ટોલરન્સ ગૅંગ કે ઇન્ટોલરન્સ પર જ્ઞાન આપનારા લોકો મળે તો એમને પૂછજો કે કઠુઆ પછી એમનું ખમીર વેચાઈ ગયું હતું કે મરી ગયું હતું?

ગિરિરાજસિંહે ટ્વીટ કર્યું એ પહેલાં શામલી જિલ્લાના પોલીસ અધિક્ષક અજયકુમાર આ અંગે જાણકારી આપી ચૂક્યા હતા.

તેમણે મંગળવારે કહ્યું હતું કે આ મામલો શામલી જિલ્લાના હથછોયા ગામનો છે, જિંજાના પોલીસ સ્ટેશન હેઠળનો આ મામલો છે અને મૃતક રાજેન્દ્ર કશ્યપ છે.

યૂપી પોલીસે સ્વીકાર્યું છે કે આ મામલામાં પોલીસની નિષ્કાળજી બહાર આવી છે, કારણ કે મૃતકને લોકોએ પોલીસની હાજરીમાં જ માર માર્યો છે.

આ અંગે કાર્યવાહી કરતા ઉત્તર પ્રદેશની પોલીસે ઘટના સ્થળે ઉપસ્થિત દેખાતા પોલીસ( કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે.

શામલી પોલીસે બુધવારે ગિરિરાજ સિંહના ટ્વીટનો પણ જવાબ આપ્યો હતો.

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

શામલી પોલીસે ટ્વીટમાં લખ્યું, "મૃતક રાજેન્દ્ર કશ્યપના પરીવારજનોની ફરિયાદ આધારે ગામના 6 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પણ આ મૉબ લિંચિંગ ની ઘટના નથી તેની ખોટી અફવાઓ ન ફેલાવશો"

(આ અહેવાલ ફેક ન્યૂઝ સામે હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ 'એકતા ન્યૂઝરૂમ'ના ભાગરૂપ છે.)

(જો તમને કોઈ શંકાસ્પદ અહેવાલ, વીડિયો, તસવીર કે દાવા મળ્યા હોય અને તમે એની સત્યતા ચકાસવા ઇચ્છતા હો તો તેને 'એકતા ન્યૂઝરૂમ'ના નંબર +91 89290 23625 પર વૉટ્સઍપ કરો અથવા અહીં ક્લિક કરો.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો