શું ફેક ન્યૂઝ પાછળ રાજકીય પક્ષો જવાબદાર હોય છે?

ગુજરાત બીજેપી આઈટી સેલના પંકજ શુક્લ (ડાબે) તથા કોંગ્રેસ આઈટી સેલના હેમાંગ રાવલ
ઇમેજ કૅપ્શન, ગુજરાત બીજેપી આઈટી સેલના પંકજ શુક્લ (ડાબે) તથા કોંગ્રેસ આઈટી સેલના હેમાંગ રાવલ

"અમને રોજેરોજ એવા ફેક ન્યૂઝ જોવા મળે છે, જે મોટાભાગે રાજકીય હોય છે અને તે સાંપ્રદાયિક તણાવ વધારવા માટે હોય છે. રાજકીય પક્ષોની એ જવાબદારી છે કે ફેક ન્યૂઝ ફેલાવતા પોતાના કાર્યકરો સામે પગલાં લે." આ શબ્દો ઓલ્ટ ન્યૂઝના અર્જુન સિદ્ધાર્થના છે.

બીબીસી ગુજરાતી દ્વારા અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમ #BeyondFakeNewsમાં આ અંગે ચર્ચા થઈ હતી.

સોશિયલ મીડિયા પર વાઇરલ થતી પોસ્ટ ફેક ન્યૂઝનું માધ્યમ અને વાહક બને છે. આ કાર્યક્રમમાં એક સેશન સોશિયલ મીડિયા પર યોજવામાં આવ્યું હતું. જેમાં ભાજપ અને કોંગ્રેસના આઈટી સેલના કન્વીનર ઉપસ્થિત રહ્યા હતા.

line

સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ અને રાજકીય પક્ષોની ભૂમિકા

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

કાર્યક્રમમાં સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ અને પોલિટિકલ પાર્ટીઝને લઈને ખાસ સેશન યોજાયું હતું.

આ સેશનમાં ઓલ્ટ ન્યૂઝના લેખક અર્જુન સિદ્ધાર્થ, ભારતીય જનતા પક્ષ આઈ-ટી સેલના પંકજ શુક્લા, કોંગ્રેસના આઈ-ટી સેલના હેમાંગ રાવલ અને પત્રકાર તેમજ સ્ટેન્ડઅપ કૉમેડિયન પ્રીતિ દાસ હાજર રહ્યાં હતાં.

આ સેશનમાં મોટી સંખ્યામાં હાજર વિદ્યાર્થીઓ, અગ્રણી નાગરિકો અને પત્રકારોએ બન્ને રાજકીય પક્ષના આઈ-ટી સેલને વિવિધ સવાલો કર્યા હતા.

ફેક ન્યૂઝ દ્વારા કઈ રીતે ઇતિહાસને મરોડવાનો પ્રયાસ થાય તે દર્શાવતા અર્જુન સિદ્ધાર્થે નહેરૂ-સુભાષચંદ્ર બોઝની સરખામણીઓની ફેક પોસ્ટનો હવાલો આપ્યો હતો.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ચૂંટણી અગાઉ ફેક ન્યૂઝ વધારે ફેલાય છે અને ચૂંટણી પૂરી થતાં ધીમેધીમે ઓછા થાય. એની સામગ્રી ઘણી સાંપ્રદાયિક હોય છે.

બેઉ પક્ષો વચ્ચે આને લઈને હરીફાઈ જોવા મળે છે તે બાબતે પંકજ શુક્લાએ જણાવ્યું હતું કે સત્તાવાર પોસ્ટમાં તમામ આંકડાઓ ચકાસીને જ મૂકવામાં આવે છે.

કોંગ્રેસે બીબીસીનો આભાર માનતા કહ્યું કે ફેક ન્યૂઝને મહાભારતમાં અશ્વત્થામાની હત્યા સાથે સાંકળી હતી. તેમણે કહ્યું કે ફેક ન્યૂઝ અલગ અલગ રીતે ફેલાવવામાં આવે છે.

line

'ન્યૂઝ આપવાની કામગીરી રાજકીય પક્ષોની નથી'

સ્ટેન્ડઅપ કૉમેડિયન પ્રીતી દાસ
ઇમેજ કૅપ્શન, સ્ટેન્ડઅપ કૉમેડિયન પ્રીતી દાસ

સ્ટેન્ડઅપ કૉમેડિયન પ્રીતી દાસે કહ્યું કે, ન્યૂઝ સાથે ફેક શબ્દ જોડાય એ જ મોટી કૉમેડિ છે.

પ્રીતિ દાસે કહ્યું, "રાજકીય પક્ષોની જવાબદારી ફકત માહિતી આપવાની છે, એ ન્યૂઝ છે કે નહીં તે મીડિયાએ નક્કી કરવાનું છે."

"ન્યૂઝ આપવાની જવાબદારી રાજકીય પક્ષોની નથી, મીડિયાની છે, પોલિટિકલ પાર્ટીએ એ કામ આંચકી લીધું છે એ મારી ચિંતા છે."

line

ટ્રોલ્સ અને રાજકીય પક્ષો

બીબીસીનો કાર્યક્રમ

ટ્રોલિંગ અંગે ભાજપા આઈ-ટી સેલના પંકજ શુક્લાએ કહ્યું, "સોશિયલ મીડિયામાં કોઈકોઈનો સમર્થક નથી, જો વ્યકિતને તમારી વાત ગમશે તો આગળ વધારશે, જો નહીં ગમે તો ટ્રોલ કરશે. અમારી કોઈ ટ્રોલ આર્મી નથી."

જોકે, આની સામે પ્રીતિ દાસે કહ્યું હતું કે જો તમે કંઈ પણ કહો તો તમને ઍન્ટિનેશનલ કહેવામાં આવે છે, ગાળો દેવામાં આવે છે અથવા રેપની ધમકી આપવામાં આવે છે.

ઓલ્ટ ન્યૂઝના અર્જુન સિદ્ધાર્થે કહ્યું કે તેમનાં નિરીક્ષણ મુજબ ટ્રોલિંગ એ સમસ્યા છે. તમે ઓપિનિયન પોસ્ટ કરો અને પછી એકસાથે લોકો તમારા પર તૂટી પડે છે.

તેમણે ઉમેર્યું કે ભાજપાના સર્પોર્ટર્સ ઑનલાઈન કોંગ્રેસ કરતાં વધારે ખરાબ ભાષામાં વાત કરી અબ્યૂઝ કરતા જોવા મળે છે.

આ કાર્યક્રમમાં હાજર રહેલા પત્રકાર ઉર્વીશ કોઠારીએ સવાલ કર્યો હતો કે વડા પ્રધાન ખુદ જેમને ફૉલો કરે છે, એમાં ઘણા બધા નામીચાં ટ્રોલ છે.

તેના જવાબમાં ભાજપના પ્રતિનિધિ શુક્લાએ કહ્યું હતું કે તેઓ ગુજરાત આઈટી સેલ સાથે સંકળાયેલા છે અને આ મુદ્દો રાષ્ટ્રીય આઈટી સેલને લગતો છે.

દુનિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધારે વેરીફાઈ ન હોય એવા ટ્વિટર એકાઉન્ટ્સને ફૉલો કરે છે એની વાત બીબીસી ગુજરાતી સર્વિસ એડિટર અંકુર જૈને બીબીસીના સંશોધન અહેવાલને ટાંકીને જણાવી હતી.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો