ખાનગી ટ્યૂશન કરી છ-છ આંકડામાં કમાણી કરતા લોકોની કહાણી

ઇમેજ સ્રોત, ANTHONY FOK
- લેેખક, ફિલિપા ફોગર્ટી
- પદ, બીબીસી કેપિટલ
ખાનગી ટ્યૂશન ભણાવનારાં મૅલિસા લૅહાન દુનિયાની ઘણી શાનદાર જગ્યાઓ પર કામ કરી ચૂક્યાં છે. એમણે થોડા સમય સુધી બરમૂડામાં કામ કર્યું અને પછી તેઓ કેનેડા ગયાં.
તેઓ કેટલાક દિવસો દક્ષિણ ફ્રાન્સ, બહામાસ અને ઇટાલીના ટસ્કનીમાં રહ્યાં. હાલમાં તેઓ લક્સમબર્ગનાં ગ્રામીણ વિસ્તારોમાં કામ કરી રહ્યાં છે જ્યાં એમની વાર્ષિક આવક છ આંકડાઓમાં છે.
36 વર્ષનાં ઑક્સફોર્ડ સ્નાતક લૅહાન એક યોગ્ય શિક્ષક છે.
તેઓ બાળકને ઘરે જ ભણાવે છે અને એ પણ શાળામાં ભણાવાય એવું જ. લૅહાન છેલ્લાં દસ વર્ષથી આ કામ કરે છે.
લૅહાનના ગ્રાહક એવાં લોકો છે કે જે વિવિધ કારણોસર સ્થાનિક શાળાઓથી સંતુષ્ટ નથી હોતાં અને પોતાના બાળકોને સારું શિક્ષણ આપવા માંગે છે.
લૅહાન પોતાના કામને પસંદ કરે છે. એમને રહેવા માટે ઘર અને યાત્રા માટે ખર્ચ પણ મળે છે.
પણ તેઓ શાનદાર જગ્યાઓ અને ખાનગી નૌકાઓમાં ભણાવવાને મહત્ત્વ આપતા નથી.
લૅહાન પોતાના વિદ્યાર્થી સાથેના સંબંધો અંગેની વાત કરે છે .
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ બધા જ વિષયોને એક જ તાંતણે ગૂંથી બાળકોને સૌથી ઉત્તમ રીતે ભણાવવામાં માને છે.
તેઓ જણાવે છે, ''કોઈ વિદ્યાર્થીને શું ભણાવવાનું છે અને એની મદદ કેવી રીતે કરી શકાય એને યોગ્ય રીતે સમજી તેની સહાય કરવી એ જ મારું કામ છે.''

ખાનગી ટ્યૂશનનો વ્યવસાય

ઇમેજ સ્રોત, Getty Images
દુનિયાભરમાં ખાનગી ટ્યૂશનનો વ્યવસાય ઝડપથી વિકસી રહ્યો છે. એક અનુમાનના આધારે 2022 સુધી આ 227 અબજ ડૉલર સુધી પહોંચી જશે.
એશિયાની પ્રગતિ અને ઑનલાઈન ટ્યૂશને આ વ્યવસાયને આગળ વધાર્યો છે.
કંપનીઓ ઇન્ટરનેટ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષકો સાથે જોડી રહી છે.
આ વ્યવસાય મોટા ભાગે અનિયમિત છે અને તેમા ફ્રીલાન્સર, ક્રૅમ સ્કૂલ, મોટી કંપનીઓ, ઑનલાઇન સેવાઓ, બીસ્પોક એજન્સીઓ જેવી તમામ પ્રકારની સર્વિસના પ્રૉવાઇડર સામેલ છે.
આ વ્યવસાયમાં સૌથી ઉપરના ક્રમ પર એવાં લોકો છે જે 'સુપર ટ્યૂટર' તરીકે ઓળખાય છે અને સારી એવી કમાણી કરી લે છે.

તમે આ વાંચ્યું કે નહીં?
તેઓ લેહાનની જેમ પૂર્ણ સમય માટેનાં ખાનગી ટ્યૂટર છે.
કેટલાક કિસ્સામાં વિદેશમાં કામ કરી રહેલાં એવા અમીર લોકો એમની સેવાનો લાભ લેતા હોય છે કે જેઓ પોતાનાં બાળકોને અમેરિકા અને બ્રિટનની ટોચની શાળા-મહાશાળાઓમાં પ્રવેશ અપાવવાં માંગતા હોય છે.
પૂર્વ એશિયામાં 'સુપર ટ્યૂટર' એ નિષ્ણાતોને કહેવામાં આવે છે જે વિદ્યાર્થીઓનાં જૂથને કોઈ એક વિષય જ ભણાવતા હોય છે.
એક હાઈ-પ્રોફાઇલ ઉદાહરણ હોંગકોંગના લામ યત-યનનું છે. ચીની ભાષા ભણાવનારા આ ટ્યૂટરે 2015માં હરિફ ટ્યૂટર ગ્રુપ દ્વારા મળેલી 1.1 કરોડ ડૉલરની ઑફર ઠુકરાવી દીધી હતી.
અમેરિકામાં 2017માં 37 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે માટે એસએટી અથવા સીએટીની પરીક્ષા આપી હતી.
ત્યાં આ પરીક્ષાઓની તૈયારી કરાવનારાં નિષ્ણાતોને 'સુપર ટ્યૂટર' કહેવાય છે. તેઓને કલાકના હિસાબે મહેનતાણું મળે છે.
ભારેખમ ફી ઉપરાંત એવી કઈ વસ્તુઓ છે કે જે સુપર ટ્યૂટર ને મળતી હોય છે?
તેઓ કઈ બાબતમાં પ્રવીણ હોય છે? આ લક્ષ્ય પર પહોંચવા માટે તેઓ કેટલું કામ કરે છે?

તૈયારી અને ત્યાગ

ઇમેજ સ્રોત, Getty Images
લૅહાનને સુપર ટ્યૂટર તરીકે ઓળખ મેળવવામાં ઝાઝો રસ નથી.
તેઓ જણાવે છે કે આનાથી શિક્ષકની ભૂમિકાને ગ્લૅમર મળે છે, એને યોગ્ય રીતે જાળવી શકાતી નથી. "હું એક શિક્ષક છું અને આકરી મહેનત કરું છું. ''
સેકન્ડરી સ્કૂલના મોટા ભાગના શિક્ષકો એક-કે બે વિષયોમાં પારંગત હોય છે પણ લૅહાન બાળકોને જીસીએસઈના બધા જ વિષયો ભણાવે છે.
બ્રિટનમાં 16 વર્ષના બાળકોને આ પરીક્ષા આપવાની હોય છે.
લૅહાન ભાષામાં સ્નાતક છે, જેમને ગણિત ખૂબ ગમે છે.
શરૂઆતમાં વિજ્ઞાનના વિષયોમાં પારંગત હોવું, એમના માટે મોટો પડકાર હતો.
પહેલી નોકરીમાં એમને રાત-દિવસ મહેનત કરી, જેથી તેઓ અભ્યાસક્રમના બધા જ વિષયો બાળકોને ભણાવી શકે.
તેઓ જણાવે છે , ''મારે રસાયણશાસ્ત્રમાં આકરી મહેનત કરવી પડી. તમારે પહેલાંના તમામ પ્રશ્નપત્રો પર ધ્યાન આપવું પડે છે.''''માર્ક આપવાની રીત સમજવી પડે. નાની-નાની પદ્ધતિનું પણ ધ્યાન રાખવું પડે. યોજના બનાવવા અને તૈયારી કરવા માટે પણ સમય લાગે છે. ''
''તમારે એવી યોજના બનાવવાની હોય છે જે તમારા વિદ્યાર્થીઓ માટે સફળ પુરવાર થાય. એક વખત યોજના બનાવ્યાં બાદ તે કઈ રીતે કામ કરે છે તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે.''
''એનું યોગ્ય આયોજન કરી બાળકો માટે એને રસપ્રદ બનાવવાની હોય છે.''
ઍન્થની ફૉકને કામ કરવા માટે પરિવાર અને મિત્રો માટેના સમયના હિસ્સાનો ભોગ આપવો પડે છે.
તેઓ સિંગાપૉરમાં ટ્યૂટર છે, જ્યાં 70 ટકા માતા-પિતા પોતાનાં બાળકોને વધારાના ક્લાસમાં મોકલતાં હોય છે.
35 વર્ષના ફૉક અર્થશાસ્ત્રમાં એ સ્તરની પરીક્ષાની તૈયારી કરાવવા માટે સમૂહમાં ક્લાસ લે છે.
આ પરીક્ષા સ્થાનિક અને વિદેશી ભાષાઓમાં ઍડમિશન માટે લેવામાં આવતી હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images
ફૉક સાંજે અને વીક ઍન્ડમાં કામ કરે છે. તેઓ સિંગાપૉરના નાનકડા પણ આગળ વધી રહેલા એક ' સુપર ટ્યૂટર' સમૂહનો ભાગ છે.
એમનું વાર્ષિક ટર્ન ઓવર 10 લાખ સિંગાપુર ડૉલર (7.26 લાખ અમેરિકન ડૉલર ) કરતાં વધારે છે.
ફૉક 90-90 મિનિટના ચાર સૅશન માટે વિદ્યાર્થીઓ પાસેથી 420 સિંગાપૉર ડૉલર( 305 અમેરિકન ડૉલર) લે છે. ફૉકના જણાવ્યા અનુસાર આ રકમ બીજા ટ્યૂટર જેટલી કે 'કદાચ થોડીક વધારે' છે.
એમના ક્લાસોમાં કાયમ ભીડ હોય છે. પોતાનાં બાળકોની સીટ બુક કરાવવા માટે માતા-પિતા ત્રણ વર્ષ પહેલાંથી જ બુકિંગ કરાવી લે છે કે પછી એક સાથે બે વર્ષની ફી ભરવા પણ તૈયાર હોય છે.
એક વખત તો એક વ્યક્તિએ પોતાનાં બાળકની એ ગ્રૅડ પરીક્ષાની એક મહિના પહેલાં 20 હજાર સિંગાપૉર ડૉલરની ઑફર કરી હતી, પણ ફૉકે આ ઑફર નકારી કાઢી હતી.
તેઓ જણાવે છે, ''છેલ્લા સમયે જાદુ કરવો શક્ય નથી. સમસ્યા ત્યાં ઊભી થાય છે જ્યારે કોઈ માણસ એમ વિચારે કે પૈસાથી તમામ સમસ્યાનું સમાધાન લાવી શકાશે, પણ આવું શક્ય નથી.''
ગળાકાપ સ્પર્ધાના આ જમાનામાં ફૉકે પોતાની કાબેલિયત પર પોતાનું સ્થાન ઊભું કર્યું છે.
એમણે પહેલાં યુનિવર્સિટીમાં ભણાવવાની શરૂઆત કરી હતી. 2012માં પોતાનો ટ્યૂશનનો વ્યવસાય શરૂ કરતાં પહેલાં એમણે શિક્ષક તરીકે 5 વર્ષ પસાર કર્યાં હતાં.
તેઓ એ સ્તરના અર્થશાસ્ત્રના ઘણાં પુસ્તકોના લેખક છે.
તેઓ પાછલાં પ્રશ્ન-પત્રો અને પરીક્ષાના નવા પરિણામો અંગે જાણતા રહે છે. તેમના વિદ્યાર્થીઓ એમને કોઈ પણ સમયે પોતાનો પ્રશ્ન મૅસેજ કરી મોકલી શકે છે.

નામ મોટાં અને કામ નાનાં એવું ના બનવું જોઈએ.

ઇમેજ સ્રોત, Thinkstock
હૉંગકૉંગ અને દક્ષિણ કોરિયાના વિશાળ ટ્યૂશન બજારમાં ''રૉક સ્ટાર'' ટ્યૂટર વિદ્યાર્થીઓની સંખ્યા પરથી નક્કી કરવામાં આવે છે.
તેઓ પોતાની પહોંચ વધારવા માટે ઑનલાઇન થઈ રહ્યા છે અને પોતાના લૅક્ચરનું લાઇવ સ્ટ્રીમિંગ કરાવે છે.
પણ ફૉક આવું કરીને પોતાના ભણતરની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી.
તેઓ માત્ર પૈસા માટે જ આ ક્ષેત્રમાં આવનારા લોકોને ચેતવવા માંગે છે.
ફૉક જણાવે છે, ''શિક્ષકને પોતાના ભણતર પ્રત્યે ઝનૂન હોવું જોઈએ અને વિદ્યાર્થીઓની મદદ કરવાનો 100 ટકા પ્રયાસ કરવો જોઈએ. એવું ના બનવું જોઈએ કે મોટા મોટા વચન આપી પછી તે પૂરાં ના કરાવી શકે. મહેનત, મહેનત અને માત્ર આકરી મહેનત.''
કૅલિફોર્નિયામાં મૅથ્યૂ લૅરીવા એસએટી કે સીએટીની પરીક્ષા માટે એક કલાક વન-ટૂ-વન કોચિંગના 600 ડૉલર લે છે.
આ પરીક્ષાઓ અમેરિકામાં મહાશાળાઓમાં પ્રવેશ માટે લેવામાં આવતી હોય છે.
લૅરિવા આઈવી લીગના સ્નાતક છે. એમણે 2011માં ભણાવવાની શરૂઆત કરી હતી અને પરીક્ષાની તૈયારી કરવા માટે પોતાની સંસ્થા ખોલી છે.
લૅરિવાને લાગે છે કે બીજી કંપનિઓ સામાન્ય છે, જેથી તે એક ઉચ્ચ માપદંડવાળા વિકલ્પ તરીકે હાજર છે.
હવે તેઓ 250 ડૉલર પ્રતિ કલાક લેનારા ટ્યૂટર પરિવારનો એક ભાગ છે.
તેઓ પુસ્તક લખે છે, પ્રૅઝન્ટેશન આપે છે અને એક વખતમાં માત્ર એક કે બે બાળકોને ભણાવે છે.
લૅરિવા જણાવે છે, '' હું જે આપું છું અને લોકો મને જેના માટે પૈસા આપે છે તે છે પરીક્ષાનું પરિણામ. કેટલાક લોકો થોડાક દિવસો માટે જ આ કામ કરતાં હોય છે પણ જો તમે આ કામ સતત ચાલુ રાખો તો તમારામાં એક લય આવી જાય છે.''

ઇમેજ સ્રોત, Getty Images
અનુભવી શિક્ષક વિદ્યાર્થીને યોગ્ય પરીક્ષાની પસંદગી કરવા, સમય સીમા અને લક્ષ્યાંક તરીકેનો સ્કૉર નક્કી કરવામાં મદદ કરે છે.
વિવિધ પાત્રતાં ધરાવતાં બાળકોને એમનાં સ્તર પર જ મહત્તમ પ્રગતિ કરાવવાં માટે તેઓ પોતાનાં શિક્ષણને તે પ્રમાણેના માળખામાં ઢાળે છે.
લૅરિવા જણાવે છે કે કેટલાક લોકો હિસાબ માંડે છે કે અમે વર્ષમાં દસ લાખ ડૉલર કરતાં વધારે કમાણી કરી રહ્યાં છે પણ એની પાછળની મહેનત અને સમય અંગે તે વિચારતા નથી.
''એક કલાકમાં 600 ડૉલર ચાર્જ કરવા માટે સતત તૈયારી, પ્રવાસ અને માર્કેટિંગની જરૂર હોય છે.''
''એક વખત તમે ત્યાં પહોંચી જાવ છો પછી રાત્રે, વીક-ઍન્ડ કે પછી રજાઓના દિવસે પણ તમારે આકરી મહેનત કરવી પડતી હોય છે. જેથી બાળકોને તમે ભણાવી શકો. વાલીને સલાહ આપી શકો અને પરિવાર વચ્ચે મધ્યસ્થી કરી શકો.''
એમનું અનુમાન છે કે આ ક્ષેત્રમાં લગભગ 100 લોકો આટલી કમાણી કરી રહ્યાં છે. કેટલાક ટ્યૂટર તો આનાથી પણ વધારે કમાણી કરી રહ્યાં છે.
'સુપર ટ્યૂટર' અંગેના વિચાર બાબતે લૅરિવાનું કહેવું છે કે જ્યાં સુધી તેઓ માર્કેટિંગ પ્રમાણે પરિણામ આપે છે ત્યાં સુધી પ્રચારનો કોઈ વાંધો નથી.
એમની ચિંતા એ છે કે અમેરિકામાં ટ્યૂટર બનવા માટે જરૂરી યોગ્યતા માટે કોઈ માપદંડ નથી.
કેટલાક લોકો પોતાને પરીક્ષાની તૈયારી કરનારાં ટ્યૂટર ગણાવે છે. પણ ઘણી વખત એ પણ સ્પષ્ટ નથી હોતું કે તેઓ પોતાનાં વિદ્યાર્થીઓ માટે મેળવવા શું માંગે છે.
લૅરિવા જણાવે છે કે જો કંપનીઓ પોતાના વિદ્યાર્થીઓનાં પરિણામો પ્રકાશિત કરવા માંડે તો ગાર્ડિયન માટે પારદર્શિતા રહેશે.

ધંધાકીય માપદંડ

ઇમેજ સ્રોત, Getty Images
ઍડમ કૉલર પણ આવું જ વિચારે છે. તેઓ લંડનની કંપની ટ્યૂટર્સ ઇન્ટરનેશનલના સંસ્થાપક છે જે અમીર પરિવારોને ફુલ-ટાઇમ ટ્યૂટર( મેલિસા લેહાન સહિત) પૂરું પાડે છે.
તેઓ અત્યારે અમેરિકા,બરમૂડા, લક્ઝમબર્ગ અને હૉંગકૉંગમાં 6 આંકડાનાં વેતનનો પ્રચાર કરે છે.
કૉલર જણાવે છે કે વેતન કે સુપર ટ્યૂટર પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વિદ્યાર્થીઓના પરિણામો પર વધારે ધ્યાન આપવું જોઈએ.
તેઓ માત્ર યોગ્ય શિક્ષકો( જો ગાર્ડિયનની બીજી માંગણી ના હોય તો) ને જ રાખે છે અને વધારાની ભાષા, સંગીત ,રમત-ગમત, અસામાન્ય બાળકો સાથેના અનુભવ અને શીખવામાં આવતી મુશ્કેલીઓ જેવી ખાસ જરૂરિયાતોના આધારે એમની ભૂમિકા નક્કી થતી હોય છે.
કૉલર જણાવે છે કે ટ્યૂટરની વિશેષતાને માન્યતા આપનારી ધંધાકીય માન્યતા હોવી જોઈએ.

ઇમેજ સ્રોત, Getty Images
'' જો ચાર્ટડ ટ્યૂટર જેવી કોઈ બાબત હોત કે જેના દ્વારા બીજા ધંધાની માફક વેપાર, આ અંગેનું એમનું જ્ઞાન અને એમના વેપાર અંગેના વિકાસને આંકી શકાત તો ખૂબ સારું હોત.''
લૅહાનના કિસ્સામાં એવું જાણવા મળે છે કે પોતાની રોજી રોટી માટે તેઓ શું કરે છે.
''મને લાગે છે કે ઘણાં બધાં લોકો એ સમજી શકતાં નથી કે હું સ્કૂલ બાદ માત્ર એક કલાક ફ્રેંચ ભણાવવાને બદલે ટયૂટર જીસીએસઈના તમામ 11-12 વિષયો ભણાવું છું.''
લૅહાનના કામની તેમના વિદ્યાર્થીઓ માત્ર પ્રશંસા કરે છે.
મૅથ્યૂ લૅરિવા આ સાથે સહમત છે.''ઘણી વખતે આ કામ ખૂબ ગ્લૅમરસ જણાય છે. અબજપતિ તમારા માટે કૉફી બનાવે છે અને કોંગ્રેસના સભ્ય તમારા પરિવારને ડિનર પર આમંત્રિત કરે છે.''
''પણ આ ગ્લ1મર કરતાં વધારે આકર્ષક તો તમને એ વિશેષ અધિકાર પ્રાપ્ત છે કે જેનાથી તમે કોઈના જીવનમાં દાખલ થાવ છો, પરિવારને ઓળખો છો એમનો વિશ્વાસ જીતો છો અને એમના બાળકનું ભાવિ ઘણે અંશે તમારા હાથમાં રહેલું હોય છે.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












