શા માટે ભારતે રાત્રે અગ્નિ-1નું યૂઝર ટ્રાયલ કર્યું?

    • લેેખક, ટીમ બીબીસી
    • પદ, નવી દિલ્હી

ભારતે મંગળવારે રાત્રે આઠ વાગ્યે 700 કિલોમીટર રેન્જ ધરાવતાં અગ્નિ-1 મિસાઇલની યૂઝર ટ્રાયલ કરી હતી.

યૂઝર ટ્રાયલનો અર્થ છે કે ઉપયોગમાં લેતા પહેલાં તેનું નિરિક્ષણ કરવું.

ટ્રાયલાં એ વાતની ચકાસણી કરાય છે કે મિસાઇલ નિશાનને વીંધવા સક્ષમ છે કે નહીં.

અગ્નિ-1 પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ બેલિસ્ટિક મિસાઇલ છે.

યૂઝર ટ્રાયલમાં મિસાઇલની ક્ષમતા અને તૈયારીની કસોટી કરાય છે. મિસાઇલ નક્કી કરેલા લક્ષ્યને વીંધે તેવી ગોઠવણ કરાય છે.

આ પ્રયોગ બંગાળની ખાડીમાં આવેલ સેનાના વ્યૂહાત્મક સ્થળ અબ્દુલ કલામ દ્વીપ પરથી કરાયો હતો.

ભારતે મંગળવારે રાત્રે આઠ વાગ્યે 700 કિલોમીટર રેન્જ ધરાવતાં અગ્નિ-1 મિસાઇલની યૂઝર ટ્રાયલ કરી હતી.

યૂઝર ટ્રાયલનો અર્થ છે કે ઉપયોગમાં લેતા પહેલાં તેનું નિરિક્ષણ કરવું.

ટ્રાયલાં એ વાતની ચકાસણી કરાય છે કે મિસાઇલ નિશાનને વીંધવા સક્ષમ છે કે નહીં.

અગ્નિ-1 પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ બેલિસ્ટિક મિસાઇલ છે.

યૂઝર ટ્રાયલમાં મિસાઇલની ક્ષમતા અને તૈયારીની કસોટી કરાય છે. મિસાઇલ નક્કી કરેલા લક્ષ્યને વીંધે તેવી ગોઠવણ કરાય છે.

આ પ્રયોગ બંગાળની ખાડીમાં આવેલ સેનાના વ્યૂહાત્મક સ્થળ અબ્દુલ કલામ દ્વીપ પરથી કરાયો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

આ સ્થળ ઓડિશાના કાંઠા વિસ્તારમાં આવેલું છે.

આ પ્રયોગ રાત્રે કરાયો જેથી જાણી શકાય કે મિસાઇલ રાત્રે હુમલો કરવા માટે સક્ષમ છે કે નહીં, બીજું કે જ્યારે રાત્રે મિસાઇલનો ઉપયોગ કરવાની ફરજ પડે ત્યારે ક્યાં પ્રકારના પડકારો સર્જાય છે તેની માહિતી મળે.

સમાચાર સંસ્થા પીટીઆઈ (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇંડિયા)એ ભારતના રક્ષા સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે મિસાઇલે નિશાન વીંધ્યું છે કે નહીં તેની જાણકારી રડાર, ટિલમેટ્રી ઑબ્ઝર્વેશન સ્ટેશન, ઇલક્ટ્રૉ- ઑપ્ટિક ઉપકરણોથી નજર રાખીને મેળવાય છે.

પરમાણુ હથિયાર લેસ

અગ્નિ-1 ટૂંકી રેન્જની મિસાઇલ છે જે પરમાણુ હથિયારથી સજજ છે.

ભારતે અગ્નિ-1 પછી મધ્યમ અંતરની અગ્નિ-2 બેલિસ્ટિક મિસાઇલ, અગ્નિ-3 અને અગ્નિ-4 પણ વિકસાવી છે.

આગામી સમયમાં અગ્નિ-5નો સમાવેશ પણ સેનામાં થઈ શકે છે.

અગ્નિ-1 દેશની પ્રથમ પરમાણુ હથિયારથી સજજ મિસાઇલ છે.

આ મિસાઇલનું પરીક્ષણ 1980ના દાયકાના અંતમાં થયું હતું.

પાકિસ્તાનના જોખમને પગલે અગ્નિ-1 તૈયાર કરાઈ હતી.

ફેડરેશન ઑફ અમેરિકન સાયન્ટિસ્ટના સદસ્યો હંસ ક્રિસટેન્સન અને રૉબર્ટ એસ નોરિઝના મતે, ભારત પાસે અગ્નિ-1માટે 20 લૉન્ચર્સ છે. આ લૉન્ચર્સ રોડ અને રેલ બન્ને માટે છે.

અગ્નિ-1નું વજન 12 ટન અને લંબાઈ 15 મીટર છે.

1000 કિલોગ્રામ સુધીની વિસ્ફોટક સામગ્રી લઈને આ મિસાઇલ વડે નિશાન વીંધી શકાય છે.

ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, દુનિયામાં માત્ર પાંચ દેશો એવા છે જે દુનિયાના કોઈ પણ ખૂણે મિસાઇલ છોડી શકે છે.

આ દેશમાં રશિયા, અમેરિકા, ચીન, બ્રિટન, અને ફ્રાંસનો સમાવેશ થાય છે.

સેન્ટર ફૉર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના સહયોગી નિદેશક ઇયાન વિલિયમ્સના મતે, વિશ્વ ફરી એક વાર મિસાઇલની હોડ તરફ વળ્યું છે.

વિલિયમ્સના જણાવ્યા મુજબ, મોટાભાના દેશોએ બેકાર ટેકનૉલૉજી દ્વારા મિસાઇલની રચના કરી છે, તેથી તેમની મિસાઇલ અચૂક નથી.

વિલિયમ્સના મંતવ્ય મુજબ, આ મિસાઇલોથી સામાન્ય વ્યક્તિના જીવનને જોખમ છે.

જો આ મિસાઇલો ચમરપંથીઓના હાથે લાગે તો ખૂબ મોટું જોખમ સર્જાઈ શકે છે.

મધ્ય-પૂર્વ અને એશિયામાં મિસાઇલોની હોડ સૌથી વધુ છે.

વિલિયમ્સનું કહે છે કે આ દેશો ક્ષેત્રીય અંશાતિના બહાને મિસાઇલો વિકસિત કરતા રહ્યાં, પરંતુ તેની કિંમત સમગ્ર વિશ્વએ ચૂકવવી પડશે.

એનવાઇટીના અહેવાલ મુજબ,ઉત્તર કોરિયા પાસે 1990ના દાયકામાં 745 માઇલ રેન્જની મિસાઇલ હતી. હવે તેની લંબાઈ આઠ હજાર માઇલ જેટલી છે.

આ મિસાઇલ અડધા વિશ્વ પર નિશાન સાધી શકે છે, જેમાં અમેરિકાના કેટલાક મહત્ત્વપૂર્ણ વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.

અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે કે ઈરાન, ઉત્તર કોરિયા, અને પાકિસ્તાનનો મિસાઈલ ડેવલપમૅન્ટ પ્રોગ્રામ પણ તાકાતવર છે.

આ દેશોની ટેકનૉલૉજીમાં પણ સામ્યતા છે. પાકિસ્તાને વર્ષ 1990થી મિસાઇલમાં રોકાણ શરુ કર્યું હતું.

એવું માનવામાં આવે છે કે ચીને આ વિષયમાં પાકિસ્તાનની મદદ કરી છે.

વર્ષ 2000ના દાયકાના મધ્યમાં પાકિસ્તાને એવી ક્ષમતા પ્રાપ્ત કરી કે તે ભારતના મોટાભાગના ક્ષેત્રોને પોતાની મિસાઇલો વડે વીંધી શકે.

પાકિસ્તાન ભારતને પોતાનું મુખ્ય વિરોધી સમજે છે.

જોકે, ભારતની મિસાઇલોમાં પણ સમગ્ર પાકિસ્તાન અને ચીનના કેટલાક વિસ્તારોને વીંધવાની ક્ષમતા છે.

ભારત હવે રશિયા સાથે મળી ક્રૂઝ મિસાઇલ વિકસિત કરી રહ્યું છે.

સાઉદી અરેબિયા અને ઇઝરાયેલે 1990ના દાયકમાં જ સમગ્ર ઇરાનને આવરી લે તેટલી ક્ષમતાની મિસાઇલો તૈયારી કરી હતી. જોકે, હવે ઈરાનની સ્થિતિ પણ સરખી છે.

એવી માન્યતા છે કે ઈરાને ઉત્તર કોરિયા પાસેથી ટેકનૉલૉજી મેળવી છે. ગત વર્ષ નવેમ્બરમાં હૂતી બળવાખોરોએ જ્યારે યમનમાંથી સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ પર મિસાઇલ તાકી, ત્યારે ઈરાનની મિસાઇલની ક્ષમતા સાબિત થઈ ગઈ હતી.

જયારે ભારતે અગ્નિ-4 અને અગ્નિ-5નું પરીક્ષણ કર્યું, ત્યારે ચીની મીડિયામાં ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘની નક્કી કરેલી મર્યાદાઓ તોડી એવી ચર્ચા પૂરજોશમાં થઈ હતી.

ચીની મીડિયાએ ત્યાં સુધી કહ્યું કે આ વિશેષાધિકાર પાકિસ્તાનને પણ મળવો જોઈએ.

અગ્નિ-5 ત્યારે 5000 કિલોમીટર દૂર સુધી નિશાન વીંધવાની ક્ષમતા ધરાવતી હતી.

આ રેન્જની મિસાઇલને ઇન્ટરકૉન્ટિનેન્ટલ મિસાઇલ તરીકે ઓળખાય છે.

જોકે, ભારતે પરમાણુ હથિયારના ઉપયોગ અંગે 'નો ફર્સ્ટ યૂઝ'ની નીતિ અખત્યાર કરી છે. પરંતુ વર્ષ 2016માં ભારતના તત્કાલીન રક્ષા મંત્રી મનોહર પર્રિકરે જણાવ્યું હતું કે ભારત શા માટે નો ફર્સ્ટ યૂઝની નીતિને વળગી રહે.

આ નીતિનો અર્થ છે કે કોઈ ભારત પર પરમાણુ હથિયારનો પ્રયોગ કરે ત્યાર બાદ ભારત જવાબ આપે.

ધ ડિપ્લોમેટ મેગેઝીને આ વર્ષે પાંચ ઑક્ટોબરે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે ભારત-પાકિસ્તાન વચ્ચે મિનિ યુદ્ધની આશંકા છ.

આ અહેવાલમાં જણાવાયું છે કે બન્ને દેશ પરમાણુ તાકાત ધરાવે છે જો યુદ્ધ થશે તો બન્ને દેશે જોખમ વહોરવું પડશે.

2018માં સેના પ્રમુખ બિપિન રાવતે જણાવ્યું હતું કે સરહદે પાકિસ્તાનને આક્રમક જવાબ આપવામાં ભારત સંયમ નહીં દાખવે.

એવી ચર્ચા છે કે મોદી સરકારે સરહદ મુદ્દે પોતાની રણનીતિ બદલી છે અને આક્રમકતાનો જવાબ એ જ સ્વરૂપે આપવાની સૂચના આપી છે.

ગૃહમંત્રી રાજનાથ સિંહે અનેક વાર કહ્યું છે કે ગોળીબારની શરૂઆત પાકિસ્તાનમાંથી થાય છે પરંતુ તેનો અંત ભારતની સેના લાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો