કોહલીએ સૌથી ઝડપી 10 હજાર રન બનાવવાનો સચીનનો રેકૉર્ડ તોડ્યો

સૌથી ઝડપે 10 હજાર રન કરવાનો સચીન તેંડુલકરનો રેકૉર્ડ ભારતના કૅપ્ટન વિરાટ કોહલીએ તોડી નાખ્યો છે.

કોહલીએ તેમની 213મી મેચમાં 205માં ઇનિંગ રમતા આ રેકૉર્ડ સર્જ્યો હતો. સચીન તેંડુલકરે 266મી વનડે મેચ રમતા 259મી ઇનિંગમાં આ રેકૉર્ડ સર્જ્યો હતો.

205મી મેચમાં આ સિદ્ધિ હાંસલ કરતાની સાથે જ કોહલી વિશ્વમાં સૌથી ઝડપે 10 હજાર રન કરનારા બૅટ્સમૅન બની ગયા છે.

વિશાખાપટ્ટનમમાં વેસ્ટ ઇન્ડિઝ સાથે રમાઈ રહેલી બીજી વન ડેમાં ટૉસ જીત્યા બાદ ભારતે બૅટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો.

મહત્ત્વપૂર્ણ છે કે પાંચ મેચની આ શ્રેણીમાં ભારત 1-0થી પહેલાંથી જ આગળ ચાલી રહ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

રસપ્રદ વાત તો એ છે કે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન બાંગ્લાદેશના કૅપ્ટન તમિમ ઇકબાલે કહ્યું હતું કે જે રીતે કોહલી પ્રદર્શન કરી રહ્યા છે, એ જોઈને ક્યારેક ક્યારેક એવું લાગે છે કે તેઓ માનવ નથી.

'કિંગ કોહલી'

સૌથી ઝડપે 10 હજાર બનાવતાં જ સોશિયલ મીડિયા પર #KingKohli પણ ટ્રૅન્ડ થવા લાગ્યો હતો.

કોહલીએ આ મેચમાં પોતાની 37મી સદી ફટકારી હતી.

'બાવા સિંઘ' નામના યુઝરે લખ્યું, 'મેં અકેલા હી ચલા થા જાનિબ-એ-મંઝિલ' મગર સૅન્ચુરીઝ્ સાથ આતે ગયે ઔર કારવાં બનતા ગયા.'

'જે ઓ એન' નામના યુઝરે લખ્યું, 'કોહલીનો કાર્યક્રમ : ખાવું, ઊંઘવું, સૅન્ચુરી કરવી અને ફરીથી કરવી'

'રોહન ઈ' નામના યુઝરે લખ્યું કે જ્યારે હું સચિનને રમતા જોતો ત્યારે મને લાગતું હતું કે તેમનો રેકૉર્ડ કોઈ નહીં તોડી શકે. પણ થોડા સમયમાં જ આ થઈ રહ્યું છે. (સચીનનો રેકૉર્ડ તૂટી રહ્યો છે.)

'આદિત્ય અભ્યંકર' નામના યુઝરે લખ્યું, વિરાટની સદીઓ ખીલ જેવી છે. એક બાદ એક સતત આવી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો