આંખ મારવી ધર્મનિંદા નથી, પ્રિયા સામેનો કેસ સુપ્રીમે રદ કર્યો

ઇમેજ સ્રોત, BBC/YOUTUBE-GRAB
એક ફિલ્મના દૃશ્ય સંબંધે એકટ્રેસ પ્રિયા વોરિયર સામે કરવામાં આવેલા કેસને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે.
ફિલ્મનું એ દૃશ્ય 'ધર્મનિંદા' કરતું હોવાની દલીલ એક મુસ્લિમ જૂથે કરી હતી.
ફિલ્મના એક ગીતમાં પ્રિયા વોરિયર આંખ મારતાં જોવા મળ્યાં હતાં અને એ ગીતનો વીડિયો આ વર્ષે દેશમાં વાઇરલ થયો હતો.
પ્રિયા વોરિયર પર આરોપ મૂકનારા લોકોએ જણાવ્યું હતું કે પયગંબર મહમ્મદનાં પત્નીનો ઉલ્લેખ ધરાવતાં 'પવિત્ર ગીત'માં આંખ મારવી તથા કૃત્રિમ હસવું એ 'ધર્મનિંદાનું કૃત્ય છે.'
તમે આ વાંચ્યું કે નહીં?
પ્રિયા વોરિયરે જણાવ્યું હતું કે ફરિયાદકર્તાઓ ગીતને 'ખોટી રીતે' સમજ્યા છે.
મુસ્લિમ જૂથે પોલીસ ફરિયાદ કરી પછી પ્રિયા વોરિયરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
મુસ્લિમ જૂથે સંબંધીત ગીતને ફિલ્મમાંથી કાઢી નાખવાની માગણી કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કોર્ટે શું કહ્યું?

વડા ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ પ્રિયા વોરિયર તથા ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા વિરુદ્ધનો કેસ ફગાવી દેતાં કહ્યું હતું, "ફિલ્મમાં કોઈ ગીત ગાય છે અને તમારી પાસે ફરિયાદ નોંધાવવા સિવાય બીજું કોઈ કામ નથી."
ફરિયાદીઓએ કહ્યું હતું, "ગીતના એક દૃશ્યમાં એક વિદ્યાર્થિની તથા એક વિદ્યાર્થી એકમેકને સ્મિત આપે છે અને આંખ મારે છે. તે ધર્મનિંદા સમાન કૃત્ય છે."
ફેબ્રુઆરીમાં એ ગીત રિલીઝ કરવામાં આવ્યું હતું અને વાઇરલ થયું હતું.
પ્રિયા વોરિયર ભારતીયો દ્વારા ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવતી હોય તેવી વ્યક્તિ બની ગયાં હતાં.
પ્રિયા વોરિયરના આંખ મારતા દૃશ્યને પગલે સોશિયલ મીડિયા પર મેમેઝનું પૂર આવ્યું હતું.
સોશિયલ મીડિયા યૂઝર્સ પ્રિયાને ભારતનાં 'રાષ્ટ્રીય મોહિની' ગણાવ્યાં હતાં.
મલયાલમ ભાષાની 'ઓરુ અદાર લવ' નામની ટીનેજ પ્રેમની એ ફિલ્મમાં પ્રિયા વોરિયરે સ્કૂલગર્લનું પાત્ર ભજવ્યું હતું.
ફરિયાદને કારણે ફિલ્મની રિલીઝ પાછી ઠેલવી પડી હતી અને હવે આ ફિલ્મ સપ્ટેમ્બરમાં રજૂ થશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













