You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોશિયલ: PM મોદીને સૂચન, 'પકોડા, ચાની કીટલી નહીં ઊંચી સોચ રાખો'
15મી ઑગસ્ટનો દિવસ બધાં જ ભારતીયો માટે ખાસ મહત્ત્વ ધરાવે છે. દરેક 15મી ઑગસ્ટે દિલ્હી સ્થિત લાલ કિલ્લા પર ભારતના વડા પ્રધાન ભાષણ આપે છે અને તેનું આગવું મહત્ત્વ છે.
આ દિવસની ખાસ તૈયારી રૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા મારફતે લોકો પાસે ભાષણ માટેના વિવિધ સૂચનો મંગાવ્યા છે, જેના ઉપર તેઓ વાત કરી શકે.
નરેન્દ્ર મોદીની આ ખાસ પહેલની સોશિયલ મીડિયામાં ચર્ચા ઊભી થઈ છે, ત્યારે બીબીસીએ દર્શકોના આ અંગેના વિચાર જાણવાનો પ્રયત્ન કર્યો હતો.
તો નીચે મુજબ લોકોએ બીબીસીને પોતાનો મહત્ત્વનો અભિપ્રાય આપી પોતાના મનની વાત જણાવી હતી.
પરમાર મયૂરે જણાવ્યું કે વડા પ્રધાન 15 લાખ રૂપિયાની વાત કરશે તો સારું લાગશે.
કન્દર્પ દવેએ પોતાના મનની વાત કહેતાં જણાવ્યું કે, શિક્ષિત યુવાનોને અભ્યાસની યોગ્યતાના આધારે સારી નોકરી મળે તેવું કંઈક કરો. સવર્ણ મધ્યમ વર્ગની મોંઘવારીમાં ઘણી ખરાબ હાલત થઈ છે તો આ મુદ્દા પર ધ્યાન આપવા જણાવ્યું.
હસ્તિન કોઠારીએ અનામત રદ કરવાની વાત જણાવી. તેમણે જણાવ્યું કે ભગવાને બધાં જ લોકોની રચના સરખી રીતે કરી છે.
ચિરાગ પટોડીયા નામના યૂઝરે જણાવ્યું કે, ખેડૂતોની આત્મહત્યાના મુદ્દા વિશે વાત કરતા તેઓ જે કારણોસર આત્મહત્યા કરે છે તેના પર ધ્યાન આપવા જણાવ્યું,
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હર્ષદ એમ શાહે સરકારી અને ખાનગી ક્ષેત્રે રહેલી અસમાનતા દૂર કરવાની વાત કરી.
જૂલી ટેઇલર નામના યૂઝરે કૉન્ટ્રાક્ટ પ્રથા દૂર કરવાની વાત કહી.
ચંદ્રેશ પટેલે જણાવ્યું હતું કે કાળાં નાણાં અને રામ મંદિરની વાત કરવા કહ્યું.
હાર્દિક પટેલે સત્યમેવ જયતેના સૂત્રને અનુલક્ષીને ભાષણ આપવાની વાત કરી.
મુકેશ પટેલે અનામત બંધ કરવાની વાત જણાવી.
અમિત ભટ્ટે મગફળીના ગોડાઉનમાં આગ લાગવા વિષય પર વાત કરવાની ભલામણ કરી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો