દૃષ્ટિકોણ: શું નરેન્દ્ર મોદી - અમિત શાહ ઉતાવળ-ગભરામણમાં જણાય છે?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, અરવિંદ મોહન
- પદ, પત્રકાર, બીબીસી માટે
આમ તો વર્ષનાં 365 દિવસ અને વર્ષે દર વર્ષે વધુ ને વધુ સક્રિય બની રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં તમામ કામકાજમાં ચૂંટણીની તૈયારી, રણનીતિ અને ચિંતા સ્પષ્ટ નજરે ચઢી રહ્યાં છે.
તેમના અને તેમની ટુકડી માટે લોકતંત્ર ચૂંટણી જીતનારી વ્યવસ્થા છે, પણ જેમ-જેમ 2019ની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ-તેમ આ સક્રિયતા ઉતાવળ-ગભરામણનું રૂપ લઈ રહી હોય તેમ વર્તાઈ રહ્યું છે.
ગણવા બેસશો તો મુશ્કેલીમાં પડી જશો-એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઈઝ) એટલે કે ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવોમાં આ વખતે થયેલો વધારો ચૂંટણીમાં ભાજપનો યૂએસપી (યૂનિક સેલિંગ પોઇંટ) અર્થાત્ સૌથી મોટી ખાસિયત હશે.
અચાનક જ ઇમર્જન્સીનાં બહાને કોંગ્રેસને વિલન બનાવવાની તૈયારી ટીવી ચેનલો અને રાજનૈતિક ચર્ચામાં મુખ્ય બની રહી છે.
સંઘ પરિવાર કટોકટીનાં સમયનાં અત્યાચારો, ખાસ કરીને મુસલમાનોની નસબંધીને યાદ કરવા લાગે છે - આશા અને રણનીતિ એ કે ભાજપનાં વિરોધમાં પડેલા મુસલમાનોનાં મૂળિયાં કોંગ્રેસમાંથી પણ ઊખડી શકે.

ઊણપ કે નિષ્ફળતામાંથી ધ્યાન ભટકાવવાની રણનીતિ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
વડા પ્રધાન પોતાનાં ચૂંટણીક્ષેત્ર વારાણસીને બદલે મગહર પહોંચે છે અને કબીર,નાનક અને બાબા ફરીદની વાતો કરી થોડીક બદનામી વહોરી લે છે.
પણ પૂર્વાંચલનાં દલિત અને પછાત કે જેઓ કબીરમાં માને છે, તેમને બસપા-સપાનાં સંભવિત ગઠબંધનમાંથી થોડાક પણ દૂર કરવાની રણનીતિ, દરેક ચેનલ અને રાજકારણમાં ચર્ચિત છે.
તમે આ વાંચ્યું કે નહીં?
હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે મગહર અને કબીરની ચર્ચા સરકારી રણનીતિ દ્વારા જ ટૉર્પીડો બની, સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો ફુટેજ ત્યારે જ બહાર આવ્યો અને તમામ ચર્ચા-ધ્યાન ત્યાં કેન્દ્રિત થઈ ગયાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમાં ચર્ચા પાકિસ્તાન વિરુધ્ધ ઓછી અને વિપક્ષ વિરુદ્ધ વધારે હતી.
જો ગણવા માંડીએ તો હલાલા પર નવું બિલ, કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન પછી 370 ઉપર પણ કંઈક નવું કરવાની છુપી ચર્ચા, રામ મંદિર પરનાં કેસમાં નવો ગણગણાટ સાથે ના જાણે કેટલી તૈયારીઓ જોવા મળશે.
પણ તમે હિસાબ માંડી અચંબિત બનશો કે કોઈ આટલા બધા મુદ્દા ઉઠાવી ચૂંટણી કેવી રીતે લડી શકે .
ખાસ તો ત્યારે કે જ્યારે દરેક સરકાર સાથે બનતું હોય છે તેમ સરકારનું પોતાનું કામકાજ જ ચૂંટણીમાં મોટો મુદ્દો બની રહ્યો હોય.

મુદ્દાઓનું પ્રી-લૉન્ચ ટ્રાયલ

ઇમેજ સ્રોત, Getty Images
પણ ગભરાશો નહીં. આ મુદ્દા માત્ર ચૂંટણીની સીધી તૈયારી માટેની રણનીતિનો જ ભાગ નથી, પણ સરકારનાં કામકાજ અને ચૂંટણી વચનોમાં રહી ગયેલી ઊણપ-નિષ્ફળતાથી લોકોનું ધ્યાન ભટકાવવાના પ્રયાસરૂપે પણ છે.
એક ડગલું આગળ વધીને વિપક્ષોની તૈયારીનો જવાબ એમના જેવા જ સમીકરણોથી આપવાની નીતિ પણ હશે.
દલિત અને મુસલમાનોની નારાજગીને અલગ દિશામાં વાળવા અને એકસાથે આવતા અટકાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.
વાત અહીં અટકતી નથી. ચૂંટણી નજીક આવતી હોવાથી તૈયારી જ મુખ્ય મુદ્દો છે.
આ કામ વિપક્ષ પણ કરી રહ્યો હશે-જેવી પણ સ્થિતિ હોય, જેટલી પણ તાકાત હોય, મીડિયા પર ગમેતેટલી પણ પકડ કેમ ના હોય, સરકાર જો ધરખમ છે તો બધા જ એમનો અવાજ સાંભળે છે.
જોકે, વાત ખરેખર આટલી જ નથી. જેટલી તૈયારી અને જેટલી તૈયારીથી મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે અને સરકાર તેમજ ભાજપ અને સંઘ પરિવાર પોતાની અસંખ્ય જાણીતી સંસ્થાઓ સાથે આ બાબતોનાં પ્રચાર-પ્રસારમાં જોડાયેલાં છે, તે એકદમ સંગઠિત અને વ્યવસ્થિત રણનીતિનો જ ભાગ છે.
આવી રણનીતિ તો ચૂંટણી પહેલાં લગભગ દર વખતે જોવા મળે છે.
ચતુર પક્ષો એક પછી એક મુદ્દાઓ ઉઠાવે છે જેના પર લોકોનું ધ્યાન ખેંચાય છે જે મુદ્દો રંગ પકડે એને જ ઉછાળવામાં આવે છે અને બાકીનાં મુદ્દાઓને વિસરી જવામાં આવે છે.
શક્ય છે મોદીજી અને તેમની મંડળી કંઈક આવું જ કરી રહી છે એટલે કે મુદ્દાઓનું પ્રી-લૉન્ચ ટ્રાયલ.
ભરોસો નથી થતો પણ જે તૈયારી, જે બેચેની અને જે તીવ્રતા સાથે એક એક બાબતો સામે લાવવામાં આવી રહી છે તે નરેંદ્ર મોદી અને તેમની નાનકડી શાસક ટુકડીની ગભરામણને દર્શાવે છે.

તૈયારી પર મોટું સર્વેક્ષણ - આંકડા

ઇમેજ સ્રોત, Reuters
જ્યારે એક જાણીતી સર્વેક્ષણ એજન્સીએ પોતાનાં 'મૂડ ઑફ નેશન સર્વે'ના આધારે મોદીજીની ખ્યાતિમાં ઝડપથી આવેલો ઘટાડો, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં સરકાર બદલવાની ભવિષ્યવાણી કરી છે, ત્યારથી સતત રાજકારણમાં ચર્ચાની દિશાએ વળાંક લીધો છે.
પેટા-ચૂંટણીઓનાં પરિણામો અને કર્ણાટકની ચૂંટણીમાં હાર પછી પણ વાતાવરણ ડહોળાયેલું છે.
એનડીએનાં સાથી દળોનો તો વ્યવહાર બદલાઈ જ ગયો છે, પણ ભાજપમાં શાસક મંડળીમાં હાંસિયાની બહાર રહી ગયેલાં નેતાઓમાં પણ નારાજગી છે.
મોદીજીની મુશ્કેલીઓ કયા કારણોસર છે તે ગણવાનો કોઈ લાભ નથી.
પણ એવું બની રહ્યું છે કે તેમની સરકાર પોતાની સફળતા, દૂરદર્શિતા અને નવા કાર્યક્રમનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરે ત્યાં સુધી તો કોઈને કોઈ એને ડહોળી નાખવાનો પ્રયાસ કરી દે છે.
નોટબંધી સાથે જોડાયેલા આંકડા હજી બહાર આવ્યા નથી અને કર વસૂલી વધવાની બૂમરાણ મચે તે પહેલાં ક્રેડિટ સુઇસે, સ્વિસ બેંકમાં જમા રકમ દોઢ ગણી વધી ગઈ હોવાની જાણકારી આપી દીધી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
હવે કાળા નાણાં સામે લડવાનાં દાવા વિશેનો ભાંડો વિપક્ષ સિવાય કોણ ફોડી શકે.
ક્યારેક પનામા-વન તો ક્યારેક પનામા-ટુનાં દસ્તાવેજ સરકારની ચુસ્તી અને તાકાત અંગેની પોલ ખોલે છે.
સરકારી આંકડા પણ સરકાર માટે મુશ્કેલીનું કારણ બની રહ્યા છે તો મોદી મંડળી નોકરશાહી પર દોષનો ટોપલો ઢોળી રહી છે.
શક્ય છે કે પાકની કિંમત ખેડૂતોને ફાયદો પહોંચાડે કે ના પહોંચાડે, કિંમતો જરૂર વધી શકે છે.
જો અઠ્ઠાવન રૂપિયે તુવેરની ખરીદી થશે તો તે પાંસઠ રૂપિયે વેચાશે પણ ખરી. તો મોંઘવારી ન વધવાનાં દાવાઓ પણ ટૂંક સમયમાં ફિક્કા પડી શકે છે.
એટલે સિત્તેર વર્ષનાં કોંગ્રેસી શાસનની ટીકા કરવી, નહેરુજી પર નિશાન તાકવું, ઇમર્જન્સીને યાદ કરવી, બાબા કબીરને યાદ કરવા જેવી વાતો અચાનક જ યાદ આવવી એ, રાજનૈતિક કૌશલ્ય અને બુદ્ધિમત્તાને બદલે ઉતાવળ અને ગભરામણ વધુ જણાઈ રહ્યાં છે.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















