જો પ્રણવ મુખર્જી PM બન્યા હોત તો સંઘના મંચ પર ગયા હોત?

ઇમેજ સ્રોત, TWITTER@CITIZNMUKHERJEE
- લેેખક, ટીમ બીબીસી
- પદ, નવી દિલ્હી
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની કોંગ્રેસના સૌથી બુદ્ધિશાળી અને યોગ્ય નેતાઓમાં ગણતરી થાય છે. તેમનું વડાપ્રધાન બનવાનું સપનું અધૂરું રહી ગયું, પરંતુ તેઓ રાષ્ટ્રપતિ બન્યા.
હાલમાં તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યક્રમમાં જવાને કારણે ચર્ચામાં છે.
ઉલ્લેખનીય છે કે તેમના દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું છે કે તેમને આ કાર્યક્રમમાં ના જવું જોઈએ, કારણ કે તેમનું ભાષણ ભૂલાવી દેવામાં આવશે અને માત્ર તસવીરો રહી જશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
જે કોંગ્રેસ પક્ષમાં પ્રણવ મુખર્જીએ તેમનું સમગ્ર રાજનૈતિક જીવન પસાર કર્યું તે અંગે ઘણાં નેતાઓનું કહેવું છે કે આરએસએસ પ્રણવ મુખર્જીનો ઉપયોગ પોતાની સ્વીકાર્યતા વધારવા માટે કરી રહ્યું છે.
પ્રણવ મુખર્જીના જીવનમાં એવી બે તકો આવી જ્યારે તેઓ વડાપ્રધાન બની શકતા હતા, પરંતુ બંને વખતે બાજી તેમના હાથમાંથી નીકળી ગઈ અને તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા.
સૈદ્ધાંતિક રીતે રાષ્ટ્રપતિ બન્યા બાદ કોંગ્રેસ સાથે તેમનો સંબંધ ખતમ થઈ ગયો છે. હવે તેઓ કોંગ્રેસના નેતા નહીં, પરંતુ પૂર્વ રાષ્ટ્રપતિની હેસિયતથી નાગપુર જઈ રહ્યા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
રાષ્ટ્રપતિ ભવન છોડ્યા બાદ તેઓ 'સિટીઝન મુખર્જી'ના નામે ટ્વિટરનો ઉપયોગ કરે છે. કદાચ તેઓ એવું જણાવવા માગતા હશે કે તેઓ દેશના નાગરિક છે, કોંગ્રેસના પૂર્વ નેતા નહીં.
કોંગ્રેસના નેતા તરીકે તેમણે ઘણું પ્રાપ્ત કર્યું, સિવાય કે વડાપ્રધાન પદ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

અગાઉ કઈ રીતે તક ચૂક્યા?

ઇમેજ સ્રોત, TWITTER@CITIZNMUKHERJEE
પ્રણવ મુખર્જી, ઇન્દિરા ગાંધી સરકારમાં નાણાંમંત્રી હતા. વર્ષ 1984માં જ્યારે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ તો મુખર્જીને વડા પ્રધાન પદના સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા.
એટલું જ નહીં તેઓ પણ વડા પ્રધાન બનાવી ઇચ્છા ધરાવતા હતા.
પરંતુ કોંગ્રેસના અમુક નેતાઓએ તેમને હાંસિયામાં ધકેલી રાજીવ ગાંધીને વડા પ્રધાન બનાવી દીધા.
જ્યારે ઇન્દિરાની હત્યા થઈ ત્યારે રાજીવ અને પ્રણવ મુખર્જી બંગાળના પ્રવાસે હતા. ઘટનાની જાણ થતા જ તેઓ બંને સાથે તાત્કાલિક ધોરણે દિલ્હી પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાજીવ ગાંધીને ઇન્દિરાની હત્યાના સમાચાર બીબીસી રેડિયો દ્વારા મળ્યા હતા.
કોંગ્રેસના ઇતિહાસ પર પુસ્તક લખનાર વરિષ્ઠ પત્રકાર રાશિદ કિદવઈ જણાવે છે, "પ્રણવ મુખર્જી એવું માનતા હતા કે તેઓ કેબિનેટના સૌથી વરિષ્ઠ સભ્ય છે એટલા માટે તેમને કાર્યવાહક વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
"તેમના દિમાગમાં ગુલઝારીલાલ નંદા હતા જેમને કાર્યવાહક વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા."

ખુદની પાર્ટી સ્થાપી

ઇમેજ સ્રોત, TWITTER@CITIZNMUKHERJEE
પરંતુ રાજીવ ગાંધીના સંબંધી ભાઈ અરુણ નેહરુ અને તત્કાલીન રાષ્ટ્રપતિ ઝૈલ સિંહે એવું ન થવા દીધું.
સંજય ગાંધીનું અચનાક મૃત્યુ થતા રાજનીતિમાં આવેલા રાજીવ ગાંધી કોંગ્રેસ પાર્ટીના યુવા અને અનુભવહીન મહાસચિવ હતા. તેમની પાસે સરકારના કામકાજનો કોઈ અનુભવ ન હતો.
રાજીવ ગાંધીએ જ્યારે તેમની કેબિનેટ બનાવી તો તેમાં સતીશ શર્મા, જગદીશ ટાઇટલર, અંબિકા સોની, અરુણ નેહરુ અને અરુણ સિંહ જેવા યુવા ચેહરાઓ હતા. પરંતુ ઇન્દિરા ગાંધીની કેબિનેટમાં બીજા નંબરે રહેલા પ્રણવદાને આ કેબિનેટમાં મંત્રી બનાવવામાં ન આવ્યા.
આ વાતથી દુ:ખી થઈ પ્રણવ મુખર્જીએ પક્ષ છોડી દીધો અને પોતાનો અલગ પક્ષ બનાવ્યો. રાશિદ કિદવઈ કહે છે ઘણાં સમય સુધી પ્રણવ હાંસિયામાં રહ્યા, તેમનો પક્ષ કંઈ કરી પણ ના શક્યો.
કિદવઈ કહે છે, "કોંગ્રેસમાં ઘરવાપસી થયા બાદ તેમણે સ્થાપેલા પક્ષ અંગે પૂછવામાં આવતું તો તેઓ હસીને કહેતા કે મને અત્યારે તેનું નામ પણ યાદ નથી."

રાજીવ ગાંધીની હત્યા પછી

ઇમેજ સ્રોત, TWITTER@CITIZNMUKHERJEE
જ્યાર સુધી રાજીવ ગાંધી સત્તામાં રહ્યાં, ત્યાર સુધી પ્રણવદાને રાજનૈતિક વનવાસ ભોગવવો પડ્યો. રાજીવની હત્યા બાદ પી.વી નરસિંહ રાવને વડાપ્રધાન બનાવવામાં આવ્યા.
રાવ સલાહ-સૂચન માટે પ્રણવ મુખર્જી સાથે ચર્ચા કરતા હતા, પરંતુ તેમને કેબિનેટમાં સ્થાન ન મળ્યું.
રાવના સમયમાં પ્રણવ મુખર્જી ધીરે-ધીરે કોંગ્રેસમાં પરત ફર્યા. 1990ના દાયકામાં તેમને આયોજન પંચના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા અને તેઓ પાંચ વર્ષ સુધી આ પદ પર રહ્યા.
જ્યારે વડાપ્રધાન નરસિંહ રાવ સામે અર્જુન સિંહના સ્વરૂપે રાજકીય પડકાર બનીને ઊભા થવા લાગ્યા તો રાવે તેમનું કદ કાપવા માટે વર્ષ 1995માં તેમને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા.
ત્યારબાદ કોંગ્રેસ સત્તાથી બહાર થઈ હતી અને વર્ષ 2004માં ફરીથી સત્તામાં આવી. વર્ષ 2004માં સોનિયા ગાંધીએ વિદેશી મૂળની ચર્ચાઓને કારણે પ્રધાનમંત્રી ના બનવાની જાહેરાત કરી.
ત્યારબાદ સોનિયા ગાંધીએ મનમોહન સિંહને પીએમ પદ માટે પસંદ કર્યા અને ફરી એકવાર પ્રણવ મુખર્જીના હાથમાંથી વડા પ્રધાનપદ નીકળી ગયું.

અપસેટ થવાના વ્યાજબી કારણ

ઇમેજ સ્રોત, PHOTODIVISION.GOV.IN
રાશિદ કિદવઈ કહે છે, "રાજનીતિમાં વફાદારીનું ખૂબ જ મહત્ત્વ હોય છે. સોનિયા ગાંધી તેમનાં વફાદાર વ્યક્તિને પીએમ બનાવવા માગતા હતા અને તે વફાદાર પ્રણવ મુખર્જી નહોતા.
"કારણ કે તેઓ એકવાર પક્ષ છોડી ચૂક્યા હતા, સાથે જ તેઓ બિનરાજકીય વ્યક્તિને પદ પર બેસાડવા માગતા હતા, મુખર્જી વિશુદ્ધ રાજકારણી છે."
એક વિડંબના એવી પણ હતી કે જે વ્યક્તિને પ્રણવ મુખર્જીએ રિઝર્વ બૅંકના ગવર્નર બનાવ્યા હતા એવા ડૉ. સિંઘ વડાપ્રધાન બન્યા અને મુખર્જીને તેમની કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવ્યા.
પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ બન્યા પહેલાં મનમોહન સિંહના બંને કાર્યકાળમાં દરેક રાજકીય બાબતો સંભાળતા હતા.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ કબૂલ્યું હતું કે વડાપ્રધાન ના બનાવવા પર મુખર્જી પાસે નારાજ થવાનું વ્યાજબી કારણ હતું.
મનમોહન સિંહે, પ્રણવ મુખર્જીના પુસ્તક 'ધ કોલિએશન ઈયર્સ: 1962-2012'ના વિમોચનના અવસર પર આ વાત કરી હતી.
આ પુસ્તકમાં પ્રણવે લખ્યું છે કે સોનિયાએ પદ ઠુકરાવ્યા બાદ સૌને એવું લાગતું હતું કે તેમને વડાપ્રધાન બનાવવામાં આવશે.

કોંગ્રેસમાં રહી ને...

ઇમેજ સ્રોત, PRAKASH SINGH/AFP/GETTY IMAGES
જાણીતા પત્રકાર કલ્યાણી શંકરે એક લેખમાં લખ્યું છે, "પ્રણવ મુખર્જી એવા કુશળ વડાપ્રધાન છે જે દેશને મળ્યા જ નહીં અને તેઓ આ વાત જાણે છે, અને તેમને આ વાતનું દુ:ખ પણ છે."
ધ પ્રિંટમાં છપાયેલા અહેવાલમાં તેઓ લખે છે કે સંઘ મુખર્જીની હાજરીને એવી રીતે રજૂ કરશે કે 'સંઘથી નેહરુ-ગાંધી પરિવારને વેર છે, બીજા કોઈને નહીં.'
મુખર્જી સંઘના કાર્યક્રમમાં શું બોલે છે એ રાહ બધા જોઈ રહ્યા છે, પંરતુ કોંગ્રેસમાં રહીને તેમણે સંઘની રાજનીતિને હંમેશા વખોડી છે.
હવે તેઓ કોંગ્રેસના નેતા નથી એટલા માટે જાણકારોનું માનવું છે કે તેઓ ગાંધી પરિવારને મુશ્કેલીમાં નાખતા ખચકાશે નહીં કારણ, કે ગાંધી પરિવાર પ્રત્યે તેમને કોઈ સહાનુભૂતિ નથી.
તેઓ સંઘના કાર્યક્રમમાં એવા સમયે જઈ રહ્યા છે, જ્યારે રાહુલ ગાંધીએ સંઘ વિરુદ્ધ મોરચો માંડ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














