આ યુવકને ગૂગલનું એક કરોડ રૂપિયાનું પેકેજ સામાન્ય લાગે છે!

આદર્શ કુમાર

ઇમેજ સ્રોત, MANISH SHANDILYA

    • લેેખક, મનિષ શાંડિલ્ય
    • પદ, બીબીસી માટે

બિહારના યુવાન આદર્શ કુમારને ગૂગલે એક કરોડ વીસ લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજની નોકરી આપી છે.

મજાની વાત એ છે કે આદર્શે આઈઆઈટી રૂરકીમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમીશન લીધું હતું પરંતુ તેમને નોકરી મળી છે સોફ્ટવૅર એન્જિનિયરની.

આદર્શને 12માં ધોરણમાં ગણિત અને રસાયણશાસ્ત્ર (કેમિસ્ટ્રિ)ના પેપરમાં પૂરા 100 માર્ક્સ આવ્યા હતા.

મિકૅનિકલથી લઇને સોફ્ટવૅર સુધી

વર્ષ 2014માં પટનાની બીડી પબ્લિક સ્કૂલમાં ધોરણ 12માં 94 ટકા મળ્યા બાદ જેઈઈની પરીક્ષા આદર્શે આઈઆઈટી રૂરકીના મિકૅનિકલ બ્રાન્ચમાં પ્રવેશ મેળવ્યો હતો.

સોફ્ટવૅર પ્રોગામર બનવાની કહાણી અંગે આદર્શે જણાવ્યું, "રૂરકીમાં હું મિકૅનિલ બ્રાન્ચમાં ગયો પરંતુ તેનો અભ્યાસ મને પસંદ ના પડ્યો. મને પહેલાંથી જ ગણિતમાં રસ હતો એટલે હું ત્યાંથી સોફ્ટવૅર પ્રોગામિંગના ક્ષેત્રમાં જતો રહ્યો."

આદર્શ જણાવે છે, "ગણિતના અલગઅલગ દાખલાને ઉકેલવા માટે અલગ રીતે વિચારવું પડે છે. આવું કરવું મને હાઈસ્કૂલના દિવસોથી પસંદ છે. આ ટેવ મને સોફ્ટવૅર પ્રોગ્રામર બનવામાં મદદરૂપ બની."

line

કેવી રીતે પહોંચ્યા ગૂગલ?

માતાપિતા સાથે આદર્શ કુમાર

ઇમેજ સ્રોત, MANISH SHANDILYA

આદર્શે જણાવ્યું કે એન્જિનિયરિંગના ચોથા વર્ષમાં આવતા-આવતા પ્રોગ્રામિંગ પર તેમની સારી પકડ બની ગઈ. તેમનામાં આત્મવિશ્વાસ આવી ગયો હતો.

કેમ્પસ સિલેક્શનમાં એક કંપનીએ તેમને પસંદ પણ કરી લીધા હતા.

દરમિયાન ગૂગલમાં કામ કરતા સિનિયર હર્ષિલ શાહે એક દિવસ તેમને કહ્યું હતું કે જો તેઓ ગૂગલમાં કામ કરવા માગે છે તો તેઓ રજૂઆત કરી શકે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આદર્શે કહ્યું, "તેમણે આવું કહીને મને વિશ્વાસ અપાવ્યો કે મારી પ્રોગ્રામિંગ સ્કિલ્સ ઇન્ટર્વ્યૂ પાસ કરવા માટે પૂરતી છે. ત્યારબાદ મે ગૂગલમાં અરજી કરી હતી."

"ત્યારબાદ લગભગ બે મહિના સુધી ચાલેલી ઑન-લાઇન અને હૈદરાબાદમાં થયેલી ટેસ્ટ બાદ ગૂગલમાં મારી પસંદગી થઈ."

આદર્શ પહેલી ઓગસ્ટથી ગૂગલના મ્યુનિક (જર્મની) ઓફિસમાં કામ કરવાનું શરૂ કરશે.

line

આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પણ સફળતા

આદર્શ પાસે ઘણા મેડલ્સ છે

ઇમેજ સ્રોત, MANISH SHANDILYA

આ વર્ષે એપ્રિલમાં ચીનના બીજિંગમાં થયેલી પ્રોગ્રામિંગ સ્પર્ધા એસીએમ-આઈસીપીસીમાં તેમણે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દુનિયાભરની ટીમો આવે છે.

આ સ્પર્ધામાં પ્રોગ્રામિંગ સાથે જોડાયેલી મુશ્કેલીઓના કોડ લખવાના હોય છે. ભારતની આઠ ટીમોમાંથી તેમની ટીમને બીજું સ્થાન મળ્યું જ્યારે દુનિયામાં 56મું સ્થાન મળ્યું.

એન્જિનિયરિંગની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આદર્શની સલાહ છે કે ધોરણ 9-10થી જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. આ દરમિયાન અભ્યાસનું ભારણ ઓછું હોય છે એટલે ધોરણ 11-12નો અભ્યાસ પણ શરૂ કરી દેવો જોઈએ.

line

"એક કરોડનું પેકેજ સામાન્ય છે"

આદર્શ કુમાર

ઇમેજ સ્રોત, MANISH SHANDILYA

એક કરોડનું પેકેજ મળ્યા બાદ પણ આદર્શ તેને મોટી સફળતા નથી માનતા. તે કહે છે, "ભારતના ચલણમાં એક કરોડ રૂપિયાનું પેકેજ વધુ લાગે છે, પરંતુ વિદેશનું જીવનધોરણ, યૂરો અને અમેરીકાના ડોલર સાથે સરખામણી કરીએ તો આ પેકૅજ સામાન્ય છે."

આદર્શને બાળપણમાં પેઇન્ટિંગ કરવાનો અને રમતગમતનો શોખ હતો. હાઈસ્કૂલથી તેમને કમ્પ્યૂટરનો શોખ લાગ્યો હતો.

આદર્શ તેમની સફળતા માટે તેમનાં માતાપિતાને શ્રેય આપે છે. જોકે, તેમના માતાને ચિંતા છે કે આદર્શ વિદેશમાં જમવાનું શું કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો