કર્ણાટકમાં 'ઑપરેશન કમળ'થી ભાજપ મેળવશે સત્તા?

    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બેંગલુરૂથી, બીબીસી ગુજરાતી માટે

કર્ણાટકની વિધાનસભાનું પરિણામ આવ્યા બાદ ત્રિશંકુ જંગ જામ્યો છે. હવે એ જોવાનું રહ્યું કે કોણ સત્તામાં બેસશે અને કોણ વિપક્ષમાં.

પરંતુ આ તમામ સંભાવના વચ્ચે ભાજપ માટે 'ઓપરેશન કમલ' મારફતે સત્તા હાંસલ કરવાનો રસ્તો બચ્યો છે.

સાથે જ તેમની પાસે જનતા દળ સેક્યુલર(જેડીએસ) અથવા કોંગ્રેસના અમૂક ધારાસભ્યોને 'ફોડી'ને સત્તામાં આવવાનો રસ્તો બચ્યો છે.

આ બધા વચ્ચે ધારસભ્યોના 'ખરીદ-વેચાણ'ની વાતો પણ સામે આવી રહી છે.

કુમારસ્વામીનો સવાલ

કુમારસ્વામીએ એવું કહ્યું, "રાજ્યમાં સરકાર બનાવવા માટે ભાજપ અમારા ધારાસભ્યને તોડવા માગે છે અને તેના માટે તેઓ પૈસાની ઑફર કરી રહી છે."

તેમણે સવાલ કર્યો છે કે શું ભાજપ પાસે કાળું નાણું છે?

કુમારસ્વામીએ કહ્યું, "ઑપરેશન કમલની વાત તો ભૂલી જ જાઓ. ભાજપમાં પણ એવા લોકો છે જેઓ અમારી સાથે આવવા તૈયાર છે. જો ભાજપ અમારા ધારાસભ્યો તોડવાનો પ્રયત્ન કરશે તો અમે તેમના ધારાસભ્યો તોડીશું."

'ઑપરેશન કમળ'ની ચર્ચા

કર્ણાટકની રાજનીતિથી ઊભા થયેલા ચિત્રની સાથે 'ઑપરેશન કમળ' પર ચર્ચાઓ થઈ રહી છે.

ભાજપ પક્ષ આ સમયે એવી પરિસ્થિતિમાં છે જેવો તે વર્ષ 2008માં હતો. ત્યારે તેમને 110 સીટો મળી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

આ વખતે ભાજપને 104 સીટો મળી છે. પરંતુ સત્તાની ચાવી તેમનાથી ઘણી દૂર છે.

વર્ષ 2008માં જ્યારે ભાજપ માત્ર 3 સીટોથી પાછળ રહી ગયો હતો, ત્યારે ખનન કૌભાંડની અડફેટે ચડેલા જનાર્દન રેડ્ડી 'ઑપરેશન કમળ' અમલમાં લાવ્યા હતા.

કર્ણાટકમાં ભાજપે પહેલીવાર ત્યારે જીતનો સ્વાદ ચાખ્યો, જ્યારે ભાજપ-જેડીએસ ગંઠબંધથી એચડી કુમારસ્વામીએ પોતાને મુખ્યમંત્રી બનાવવાની શરત મૂકી હતી.

શું હતું 'ઑપરેશન કમળ'?

'ઑપરેશન કમળ'નો મતલબ હતો કે જેડીએસ અથવા કોંગ્રેસનો કોઈ સભ્ય વિધાનસભામાં પોતાની સભ્યપદેથી રાજીનામું આપે અને પછી તેને ભાજપની ટિકિટથી ચૂંટણી લડાવી પોતાના પક્ષમાં સામેલ કરી લેવામાં આવે છે.

ભાજપનું આ ઑપરેશન સફળ રહ્યું હતું અને સાતમાંથી પાંચ સભ્ય ચૂંટણી જીતીને ભાજપના સભ્ય તરીકે વિધાનસભામાં પહોંચ્યા હતા.

ભાજપના એક નેતાએ નામ ન છાપવાની શરતે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "હા, આ વિકલ્પ હજી પણ અમારી પાસે છે પરંતુ અમને લાગતું નથી કે આ વખતે જેડીએસની સાથે આ વિકલ્પ કામ કરી શકશે."

જોકે, જેડીએસનું 2013 કરતાં હાલ નબળું પ્રદર્શન છે, 2013માં તેની 40 બેઠકો હતી જ્યારે અત્યારે 38 બેઠકો છે.

રાજ્યપાલ હવે શું કરશે?

એવું કહેવામાં આવી છે કે જો ભાજપે 'ઑપરેશન કમળ' બીજી વખત લાગુ કરવું હોય તો ઉત્તર કર્ણાટકમાં જીતેલા કોંગ્રેસીઓ ધારાસભ્યો પર ધ્યાન લગાવવું જોઈએ. આ વાત પર ભાજપના એક નેતા પણ સહમત થાય છે.

ભાજપ પાસે હજી બીજો એક વિકલ્પ પણ છે, જે વજુભાઈ વાળાના રાજભવન થઈને પસાર થાય છે.

સુપ્રીમ કોર્ટે ભલે તેના ચુકાદામાં કહ્યું હોય કે જો સૌથી મોટા પક્ષ પાસે બહુમતી નથી તો એવી સ્થિતિમાં રાજ્યપાલ બહુમતી ધરાવતા ગઠબંધનને પહેલા સરકાર બનાવવા માટે આમંત્રિત કરી શકે છે.

છતાં પણ કર્ણાટકના રાજ્યપાલ પાસે એ તમામ જૂના વિકલ્પો છે જે તેમના પહેલાંના રાજ્યપાલોએ અપનાવ્યા હતા.

જેવી રીતે એસઆર બૉમ્બઈવાળા મામલામાં રાજ્યપાલે સૌથી મોટા દળને વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની તક આપી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો