હિંદુ મંદિરના બ્રાહ્મણ પૂજારી દલિતને ખભે ઊચકીને મંદિરમાં કેમ લઈ ગયા?

હૈદરાબાદમાં આવેલા એક મંદિરના મુખ્ય પૂજારીએ દલિત વ્યક્તિને પોતાના ખભા પર ઊચકીને મંદિરના ગર્ભગૃહમાં લઈ જવાની ઘટનાએ ચર્ચા જગાવી છે.
ખરેખર આ પ્રાચીન મંદિર સાથે 2700 વર્ષ જૂની માન્યતા જોડાયેલી છે કે અહીં ગર્ભગૃહમાં દલિતોને પહેલાંના જમાનામાં પણ પ્રવેશ આપવામાં આવતો હતો.

આ પ્રથાને પ્રેરણાનો સ્ત્રોત બનાવી આજે પણ અહીં આવી રીતે જ તમામને સમાનતાના આધારે પ્રવેશ આપવામાં આવે છે તે દર્શાવવા પૂજારીએ આ રિવાજનું પાલન કર્યું હતું.
પૂજારીએ મંત્રોચ્ચાર અને સંગીત સાથે આ વિધિ કરી હતી. ત્યાર બાદ દલિત વ્યક્તિ અને બ્રાહ્મણ પૂજારી બન્નેએ સાથે મળીને વિધિ કરી હતી.
મંદિરના પૂજારી સી. એસ. રંગરાજને કહ્યું કે મેં આવું એટલા માટે કર્યું કેમકે હું દર્શાવવા માગતો હતો કે ઇશ્વરની નજરમાં બધા સમાન છે.

'દલિતોને મંદિરમાં આવકારવા જોઈએ'

હૈદરબાદમાં ઓસ્માનિયા યુનિવર્સિટી ખાતે તાજેતરમાં જ આ પ્રથા મુદ્દેની ચર્ચા દરમિયાન તેમને પૂછવામાં આવ્યું હતું કે શું હવે કોઈ હિંદુ પૂજારી આવી પ્રથાનું પાલન કરી બતાવશે.
આ વિશે તેમણે કહ્યું, "હું નિવેદન આપવા માટે આ પ્રકારની ગોઠવણ કરી શકતો હતો, પણ ખરેખર મને લાગ્યુ કે હું જાતે જ તે કેમ ન કરું? આપણે તમામ સમાન છીએ તે પુરવાર કરવાનો આ એક માર્ગ હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
"મને આશા છે કે અન્ય લોકો પણ આવું જ કરશે. જોકે, તેનો અર્થ એવો નથી કે દરેક વ્યક્તિએ દલિતોને ખભા પર બેસાડીને મંદિર લઈ જવા જોઈએ."
"પણ તેમણે દલિતોને મંદિરમાં આવકારવા જોઈએ અને તેમને પણ પૂજામાં ભાગ લેવો જોઈએ."

'ભેદભાવની બાબત રાતોરાત નાબૂદ નહીં થઈ જશે'

આંધ્ર પ્રદેશ અને તેલંગણાના મંદિરોમાં દલિતોના પ્રવેશ માટે લડત ચલાવતા સામાજિક કાર્યકર્તા ટીએન વામસા તિલકે આ મામલે કહ્યું, "મંદિરોમાં દલિતોના પ્રવેશ અંગેના ભેદભાવની બાબત રાતોરાત નાબૂદ નહીં થાય."
"પણ સી. એસ. રંગરાજને કરેલું કામ ચોક્કસથી હકારાત્મક અસર છોડશે."

વળી દરમિયાન ત્યાં હાજર અન્ય પૂજારીઓએ પણ કહ્યું કે તે લોકો પણ તેમના મંદિરમાં આ પ્રથાનું પાલન કરશે.
એવું નથી કે દલિત વ્યક્તિને ખભા પર જ ઊચકીને પ્રથાની વિધિ કરવામાં આવે. અમે માત્ર દયા અને ઉદારતા ઇચ્છીએ છીએ.
અમે પણ સમુદાયનો ભાગ બનવા માટે સક્ષમ બનવા માગીએ છીએ.

કોલેજ પ્રોફેસર અને દલિત એક્ટિવિસ્ટ સુજાતા સુરેપલ્લીએ કહ્યું કે હિંદુત્વ મૂળભૂત રીતે જાતિ વ્યવસ્થા સામેલ હોવાની વાસ્તવિકતા આ ઘટનાથી બદલાઈ નથી જતી.
તેમણે કહ્યું, "આનાથી કદાચ એવું બને કે મંદિરમાં વધું દલિતો પ્રવેશતા થાય પણ મને બહુ આશા નથી."
અન્ય લોકોનું કહેવું છે કે એ જોવું રહ્યું કે આ એક ઘટના માત્ર બની રહે છે કે તે બીજાને પણ પ્રેરણા આપે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












