TOP NEWS : ખુદ શાહજહાંએ આપ્યા હતા તાજમહેલના દસ્તાવેજો?

તાજમહેલ

ઇમેજ સ્રોત, Getty Images

ધ હિન્દુના અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ સુન્ની વકફ બોર્ડને મુગલ શાસક શાહજહાંએ તેમના નામે તાજમહેલ કર્યો હોવાના દાવા અંગેના દસ્તાવેજ રજૂ કરવાનું જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના વડપણ હેઠળની બૅન્ચે સુનાવણી દરમિયાન પૂછયું કે દેશમાં કોણ વિશ્વાસ કરશે કે તાજમહેલ વક્ફ બોર્ડની સંપત્તિ છે?

ઉપરાંત બૅન્ચે એ પણ કહ્યું કે આ પ્રકારના કેસો અહીં લાવીને કોર્ટનો સમય બરબાદ ન કરવો જોઈએ.

સુપ્રીમ કોર્ટ આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાની અરજી અંગે સુનાવણી કરી રહી હતી.

અરજીમાં એએસઆઈએ ઉત્તરપ્રદેશ સુન્ની વકફ બોર્ડના નિર્ણયને પડકાર્યો છે. જેમાં બોર્ડે તાજમહેલને વકફ બોર્ડની સંપત્તિ તરીકે ઘોષિત કરી દીધો હતો.

વકફ બોર્ડે એવું કહ્યું હતું કે ખુદ શાહજહાંએ અમને તાજમહેલ દસ્તાવેજો આપ્યા હતા.

જે બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે શાહજહાંની સહીવાળા દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરો.

line

અમદાવાદ કે અહમદાબાદ?

બેરિટેજ સિટીની નેબસાઇટનો સ્ક્રીનશોટ

ઇમેજ સ્રોત, HERITAGE.AHMEDABADCITY.GOV.IN

નવગુજરાત સમયમાં પ્રકાશિત અહેવાલ મુજબ 'અહમદાબાદ'ના ઐતિહાસિક નામ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સરેઆમ ચેડાં કરી રહ્યું હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી કરાઈ છે.

શહેરના પ્રતીક તરીકે 'ચબૂતરા'ને સ્થાન આપવાના નિર્ણયને પડકારી તેના બદલે હિન્દુ-મુસ્લિમ તથા તમામ ધર્મોની એકતાને દર્શાવનારા સ્થાપત્યને સ્થાન આપવાની પણ માંગ કરવામાં આવી છે.

આ રિટમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠે તંત્રને શહેરનું નામ બદલવા માટેની શું પ્રક્રિયા છે તે અંગેની સ્પષ્ટતા કરવાનું જણાવ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

અરજદારે અરજીમાં કહ્યું છે કે શહેરની સ્થાપના અહમદશાહ બાદશાહે કરી હતી. જેથી તેમના નામથી શહેરનું નામ 'અહમદાબાદ' રખાયું હતું.

ઉપરાંત અરજીમા કહેવાયું છે કે સેન્સસ દ્વારા પણ સત્તાવાર રીતે 'અહમદાબાદ' નામને માન્ય રાખવામાં આવ્યું છે.

તાજેતરમાં વર્ષ 2017માં યુનેસ્કોએ 'અહમદબાદ' શહેરને 'વર્લ્ડ હેરિટેજ સિટી'નો દરજ્જો પણ આપ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 'અહમદાબાદ'ને બદલે 'અમદાવાદ' નામનો ઉપયોગ તેના સત્તાવાર દસ્તાવેજો, લેટરહેડ્સ, જાહેરાતો સહિત તમામ જગ્યાએ કરે છે.

line

PM મોદીની આગેવાનીમાં ભાજપના ઉપવાસ

પીએમ સહિત ભાજપના નેતાઓ

ઇમેજ સ્રોત, MONEY SHARMA/Getty Images

ઇમેજ કૅપ્શન, ફાઇલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે એક દિવસનો ઉપવાસ કરશે. જ્યારે કેન્દ્રીય મંત્રીઓ સહિત ટોચના ભાજપ નેતાઓ પણ દેશભરમાં વિવિધ સ્થળોએ એક દિવસ માટે ઉપવાસ કરશે.

સંસદના બજેટ સેશનમાં હંગામો કરવા માટે આ ઉપવાસ દ્વારા વિપક્ષનો વિરોધ કરવામાં આવશે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુરૂવારે ઉપવાસ કરીને આવા લોકોને ખુલ્લા પાડો કે જેમણે લોકતાંત્રિક રીતે વર્તાવ ન કરીને સંસદની કામગીરીને ખોરવી નાખી હતી.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ કર્ણાટકના હુબલીમાં ઉપવાસ કરશે.

ગુજરાતમાં પણ સીએમ વિજય રૂપાણી સહિત ભાજપના નેતાઓ ઉપવાસમાં જોડાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો