You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જીતૂ રાય મકાઈની ખેતી કરતાં કરતાં કેવી રીતે બન્યા વર્લ્ડ ફેમસ શૂટર?
- લેેખક, વંદના
- પદ, ટીવી એડિટર (ભારતીય ભાષાઓ)
ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી કૉમનવેલ્થ ગેમ્સમાં 10 મીટર એર પિસ્તોલમાં જીતૂ રાયે ગોલ્ડ મેડલ જીતી ફરી પોતાનું નામ રોશન કર્યું છે.
એર પિસ્તોલમાં પહેલાંથી જ જીતૂ રાય પર નજર હતી અને બધાની આશા પર તેઓ ખરા ઉતર્યા છે.
જે જીતૂ રાયને આજે દુનિયા પિસ્તોલ કિંગ તરીકે ઓળખે છે, જે હાથોએ નિશાનેબાજીમાં મોટા મોટા મેડલ્સ જીત્યા છે, 12 વર્ષ પહેલાં આ હાથ એક નાના ગામમાં મકાઈ અને બટાકાની ખેતી કરતા હતા.
જીતુનો શુટિંગથી દૂર સુધીનો કોઈ નાતો ન હતો. ઘરની પાસે તબેલામાં ભેસ અને બકરીઓ સાથે સમય વીતતો હતો.
ભારતની સેનાએ ચમકાવી જીતુની કિસ્મત
નેપાળના સંખુવાસભા ગામમાં જન્મેલા જીતૂના પિતા ભારતીય સેનામાં હતા. જેમણે ચીન અને પાકિસ્તાન સામેની લડાઈમાં ભાગ લીધો હતો.
20 વર્ષની ઉંમરમાં જીતૂ પણ ભારતીય સેનામાં ભરતી થયા અથવા એવું કહી શકો કે તેમનું ભાગ્યે જ તેમને દોરી લાવ્યું.
જન્મથી નેપાળી જીતૂ બ્રિટનની સેનામાં ભરતી થવા માગતા હતા.
વાસ્તવમાં, વરસોથી એવી પ્રથા ચાલી આવે છે કે ગોરખા રેજીમેન્ટ માટે બ્રિટનની સેના ભરતી માટે દર વર્ષે નેપાળીઓ આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્રિટિશ આર્મીમાં જવા માગતા હતા જીતૂ
વાત 2006-07ની છે. જ્યારે જીતૂ બ્રિટનની સેનામાં ભરતી માટે ગયા તો ત્યાં ભારતીસેનામાં ભરતી માટે નોંધણી થઈ રહી હતી.
જ્યારે બ્રિટનની સેનાની ભરતી માટે નોંધણી થવામાં હજી સમય લાગે તેમ હતો.
જે બાદ જીતૂ રાયે ભારતીય સેનામાં અરજી કરી દીધી અને બ્રિટનની સેનામાં વાત આગળ વધે તે પહેલાં ભારતીય સેનામાં તેમની પસંદગી થઈ ગઈ.
એક કરાર મુજબ ગોરખા રેજીમેન્ટ માટે ગોરખા સૈનિક ભારતીય સેનામાં ભરતી કરવામાં આવે છે.
પરંતુ લખનઉમાં સૈન્ય અડ્ડાઓ પર રહેતા જીતૂને શૂટિંગ ક્યારેય પસંદ ન હતું પરંતુ તેમનું નિશાન ખૂબ સારું હતું.
આ જોઈને તેમના અફસરોએ જીતૂને મઉમાં આર્મી માર્કમેન યૂનિટમાં મોકલ્યા.
પરંતુ સતત બે વર્ષ સુધી નાયબ સુબેદાર જીતૂ રાયને નાપાસ કરીને પરત મોકલી દેવામાં આવ્યા.
બસ અહીંથી જીતૂ રાયની કહાણીમાં ટ્વિસ્ટ આવ્યો. તેમણે નિશાનેબાજીમાં વધારે મહેનત કરવાનું શરૂ કરી દીધું.
શરૂ થઈ જીતૂની આંતરરાષ્ટ્રીય સફર
ભારતીય સેનામાં રહેતા 2013માં જીતૂએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાદ લેવાનું શરૂ કરી દીધું અને એક વર્ષની અંદર તેઓ દુનિયાભરમાં છવાઈ ગયા.
2014માં કૉમનવેલ્થ ગેમ્સમાં 50 મીટરના પિસ્તોલ વર્ગમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો .
2014માં જ જીતુએ શૂટિંગમાં નવ દિવસની અંદર ત્રણ વર્લ્ડ કપ મેડલ જીતીને રેકોર્ટ બનાવ્યો હતો. જેમાં 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ અને 50 મીટર એર પિસ્તોલમાં બ્રૉન્ઝ મેડલ સામેલ હતો.
જીતૂની સિદ્ધીઓથી ઘરના અજાણ
ઘણાં વર્ષો સુધી જીતૂના ઘરવાળાઓને પણ ખબર ન હતી કે તેમનો પુત્ર વિશ્વભરમાં છવાઈ ગયો છે.
જ્યારે જીતૂને અર્જૂન એવોર્ડ મળ્યો ત્યારે તેમના માતા દિલ્હી આવ્યાં હતાં. આ સમયે તેમને ખબર પડી કે તેમનો પુત્ર કેટલો મોટો બની ગયો છે.
ક્યારેક જીતૂ રાય તેમના ઘરે જતા હતા તો તેમના ગામ પહોંચતા તેમને અનેક દિવસો લાગતા હતા.
ચાર વર્ષ પહેલાં જ તેમના ગામમાં વીજળી આવી છે. એ પહેલાં ગામમાં કોઈએ રોશની જોઈ ન હતી પરંતુ ગામના યુવાને દુનિયાભરમાં પોતાનું નામ રોશન કરી દીધું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો