શા માટે સોશિયલ પર નવા 'એક દો તીન'ની થઈ રહી છે ટીકા?

'તેજાબ' ફિલ્મના આઇકોનિક ગીત 'એક દો તીન'નાં રિમેક ગીતે યુટ્યૂબ પર માત્ર બે જ દિવસોમાં 180 લાખ વ્યૂ મેળવ્યા છે.

પરંતુ નવાઈની વાત એ છે કે મોટાભાગનાં લોકો આ ગીત જોઈને તેના વખાણ નથી કરતા, પરંતુ ટીકા કરી રહ્યાં છે.

'તેજાબ' ફિલ્મનું 'એક દો તીન' ગીત જ્યારે 1988માં રજૂ થયું ત્યારે માધુરી દીક્ષીતનાં ડાન્સે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને આ ગીત બ્લોકબસ્ટર હીટ થયું હતું.

આ ગીતનું રિમેક યુટ્યૂબ પર 19 માર્ચ 2018નાં રોજ અપલોડ કરવામાં આવ્યું હતું.

પરંતુ ઑરિજિનલ ગીતનાં ચાહકોને આ ગીત પસંદ આવી રહ્યું નથી અને તેઓ આ ગીતની ટીકા કરી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર લોકો #ekdoteen લખીને પોતાના અભિપ્રાય રજૂ કર્યાં છે.

કુતિકા નામનાં યૂઝર જણાવે છે કે હું એ જોઈ રહી છું કે તેઓએ જેકલિનને આવું સરસ ક્લાસિક ગીત બગાડવાની પરવાનગી શા માટે આપી.

@pramodbagade1 નામનાં ટ્વિટર હેન્ડલ પરથી એક ફોટો સાથે ટ્વીટ કરવામાં આવ્યું હતું કે, ''માધુરી દીક્ષીતની આ ગીત જોયા બાદ પ્રતિક્રિયા.''

લોસ્ટ સોલ નામનાં યૂઝરે જણાવ્યું કે ઑરિજિનલ 'એક દો તીન' મહિલાઓને મેળવાની વસ્તુ તરીકે દર્શાવવામાં નહોતી આવી.

માધુરીએ આ ગીતમાં કોઈને ખુશ કરવા માટે નહીં, પરંતુ અલગ મજાની રીતે ડાન્સ કર્યો છે. જ્યારે નવા ગીતનું વર્ઝન તેનાથી તદન વિપરીત છે.

'એક દો તીન' ગીત હિન્દી આંકડાઓના ઉચ્ચારને અનુસરે છે અને ગીતમાં એક પ્રેમિકા પોતાના પ્રેમીની રાહ જોતા આ ગીત ગાય છે.

@starneelima નામનાં ટ્વિટર હેન્ડલ પરથી ફોટો સાથે ટ્વીટ કરવામાં આવી હતી કે ''માધુરી જેવો જાદુ બીજું કોઈ ના કરી શકે.''

@AdeeraSharma નામનાં ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કરી લખવામાં આવ્યું હતું કે ''માધુરી #EkDoTeenની હીરોઇન તરીકે હંમેશા લાખો દિલોમાં રહેશે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો