‘સૌથી શક્તિશાળી છોકરી આજે મહિલા બની’

ઇમેજ સ્રોત, sridevi.kapoor/instagram
અભિનેત્રી શ્રીદેવીના મૃત્યુના 10 દિવસ બાદ આજે તેમની પુત્રી જાહન્વી કપૂરનો 21મો જન્મદિવસ છે.
ગત મહિને 24 ફેબ્રુઆરીની મોડી રાત્રે દુબઈમાં 54 વર્ષની ઉંમરે શ્રીદેવીએ દુનિયાને અલવિદા કહી હતી.
શ્રીદેવીના અવસાન બાદ સમગ્ર કપૂર પરિવાર હાલ શોકમાં છે. તે દરમિયાન જન્મદિવસ પર જાહન્વી કપૂરને સોશિયલ મીડિયામાં સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓ સહાનુભૂતિ સાથે શુભેચ્છા પાઠવી રહ્યાં છે.
તમને આ પણ વાંચવું ગમશે
જાહન્વીની પિતરાઈ બહેન સોનમ કપૂર અને કપૂર પરિવારના મિત્ર ફેશન ડિઝાઇનર મનીષ મન્હોત્રાએ સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી હતી.
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ, 1
સોનમ કપૂરે જાહન્વીનો ફોટો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો હતો. અને તેમાં લખ્યું હતું કે, ''જેને હું જાણું છું તેમાંથી એક સૌથી શક્તિશાળી છોકરી, આજે મહિલા બની ગઈ છે. હેપી બર્થ ડે જાનુ.''
જેના જવાબમાં જાહન્વીએ ''તમને પ્રેમ કરું છું'' જણાવ્યું હતું.
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ, 2
તે સિવાય મનીષ મલ્હોત્રાએ પણ ઇન્સ્ટાગ્રામમાં શ્રીદેવી, જાહન્વી અને પોતે સાથે હોય તેવો ફોટો શેર કર્યો હતો અને તેમાં શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે તમારા પર ભગવાનની કૃપા બની રહે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શ્રીદેવીએ જાહન્વીના ગત બર્થ ડે પર આવી રીતે આપી હતી શુભેચ્છા
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ, 3
2017માં આ જ દિવસે માતા શ્રીદેવી જાહન્વીને બાળપણના ફોટાઓ એકઠા કરી પોસ્ટ કરી બર્થ ડેની શુભેચ્છા પાઠવી હતી.
તેમણે ત્યારે ફોટો સાથે લખ્યું હતું કે, ''મારી એન્જલને બર્થ ડેની શુભેચ્છા. મારા માટે દુનિયાની સૌથી મહત્ત્વની વસ્તુ. તમારો બર્થ ડે ખૂબ જ સારો રહે. તમને પ્રેમ કરું છું.''

સોશિયલ મીડિયા પર આવી રીતે લોકોએ શુભેચ્છા પાઠવી
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
શિરાલી સેહગલ નામનાં યૂઝરે શુભેચ્છા આપતા જણાવ્યું કે તમે હંમેશા ખુશ રહો. તમે બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી છો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
@shubodas18 નામનાં ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવી હતી કે જીવન ઊઠીને ઊભું થતા શીખવે છે. ઊઠો, જાગો અને જીવો. તમારી જ ખુશીમાં માતાની ખુશી છે. જન્મદિવસની શુભેચ્છા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
@sweetiesayz નામનાં ટ્વિટર યૂઝરે ટ્વીટ કરી જણાવ્યું કે જન્મદિવસની શુભેચ્છા. તમારી ડેબ્યૂ ફિલ્મ ‘ધડક’ ની રાહ જોઈ રહ્યો છું. માતા શ્રીદેવીનાં આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે.

આંખ બંધ કરું છું, તમે દેખાવ છો

ઇમેજ સ્રોત, Sridevi.kapoor/Instagram
અગાઉ જાહન્વીએ માતાનાં નિધન બાદ સોશિયલ મીડિયામાં એક પત્ર લખ્યો હતો. પોતાના પત્રમાં તેમની માતા શ્રીદેવીને પરિવારની તાકાત તથા સૌથી પરમ મિત્ર ગણાવ્યાં હતાં.
જાહન્વીએ પત્રમાં લખ્યું, "મને દિલમાં ખાલીપો અનુભવાય છે. પરંતુ મને ખબર છે, મારે આ ખાલીપા સાથે જ જીવવાનું છે. આ ખાલીપા સાથે હું આપનો પ્રેમ અનુભવું છું."

ઇમેજ સ્રોત, janhvi.kapoor/Instagram
"મને લાગે છે કે દુખ અને તકલીફમાં આપ મારું રક્ષણ કરો છો. જ્યારે પણ આંખ બંધ કરું છું, મને આપની માત્ર સારી વાતો જ યાદ આવે છે. મને ખ્યાલ છે, આપ જ આ બધું કરી રહ્યાં છો."

જાહન્વીની પ્રથમ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ, 4
જાહન્વી કપૂર 'ધડક' ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. પોતાની દીકરીની પ્રથમ ફિલ્મને લઈને શ્રીદેવી ખૂબ જ ઉત્સાહીત હતા.
શ્રીદેવી પોતાના સોશિયલ મીડિયામાં આ ફિલ્મના પોસ્ટર્સ અવારનવાર શેર કરતા હતા. પરંતુ માતા શ્રીદેવીની પોતાની દીકરીની પ્રથમ ફિલ્મ તેમજ તેની રજૂઆત જોવાની ઇચ્છા અધૂરી રહી ગઈ.
ઉલ્લેખનીય છે કે શ્રીદેવીના મુત્યુ સમયે #Sridevi, #janhvikapoor, #SrideviDeathMystery અને #NewsKiMaut જેવાં કેટલાક હેસટેગ ટ્રેન્ડ થયા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો