ભાજપના સાંસદે ટોઇલેટ સાફ કર્યું

ઇમેજ સ્રોત, twitter/@Janardan_BJP
નવગુજરાત સમયના અહેવાલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા મિશનને અત્યંત ગંભીરતાથી લઈને મધ્યપ્રદેશમાં રીવાથી ભાજપના સાંસદે ખુલ્લા હાથે ટોઇલેટ સાફ કર્યું હતું.
સાંસદ જર્નાદન મિશ્રાએ રીવામાં એક સ્કૂલમાં ટોઇલેટને ગંદુ જોતા તેવો ખુલ્લા હાથે સફાઈ કરવામાં લાગી ગયા હતા.
મિશ્રાએ હાથમાં કંઈપણ પહેર્યા વિના ટોઇલેટમાં જામેલી માટી બહાર કાઢી હતી.
તેમના આ પગલાને લઈને સોશિયલ મીડિયા પર અનેક લોકોએ પ્રસંશા કરી હતી તો કેટલાક લોકોએ તેમની ટીકા કરતા સ્વાસ્થ્ય પરનાં જોખમની યાદ અપાવી હતી.

દેશની 40 જેટલી બોલીઓ લુપ્ત થવાના આરે

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે દેશમાં 40 એવી ભાષાઓ કે બોલીઓ છે જે હવે લુપ્ત થવાના આરે આવીને ઊભી છે.
સેન્સસ ડાયરેક્ટરના એક અહેવાલ મુજબ દેશમાં 22 શિડ્યૂલ અને 100 નોન શિડ્યૂલ ભાષાઓ છે જેને એક લાખ કરતાં વધારે લોકો બોલે છે.
જોકે, 42 ભાષાઓ કે બોલીઓ એવી છે જેને માત્ર દસ હજાર લોકો જ બોલે છે.
અહેવાલમાં ગૃહ મંત્રાલયના અધિકારીને ટાંકીને જણાવાયું છે કે આવી ભાષાઓ હાલ લુપ્ત થવાના આરે છે અને ટુંક સમયમાં તે ભારતમાંથી લુપ્ત થઈ જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે ભાષાઓ કે બોલીઓ લુપ્ત થવાના આરે છે તેમાં આંદામાન-નિકોબારની 11, મણીપુરની 7 અને હિમાચલ પ્રદેશની ચાર ભાષાનો સમાવેશ થાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












