You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મનોહર પર્રિકર પર યુવતીઓનો ‘બીયરથી હુમલો’!
યુવતીઓના ખાવા-પીવા, પહેરવેશ અને બોલવા-ચાલવા પર કેટલીય ચર્ચાઓ થતી હોય છે.
આ વખતે પણ યુવતીઓના બીયર પીવાને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. ટ્વિટર પર #GirlsWhoDrinkBeer ટ્રેન્ડ કરી રહ્યું છે.
આ ચર્ચાનું કારણ ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું એક નિવેદન છે. સોશિયલ મીડિયા પર તેમના નિવેદનની ટીકા કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું હતું કે તેમને ડર લાગવા લાગ્યો છે કારણ કે હવે છોકરીઓએ પણ બીયર પીવાનું શરૂ કરી દીધું છે. સહનશીલતાની મર્યાદા પાર થઈ ગઈ છે.
તમને આ પણ વાંચવું ગમશે
અહેવાલો અનુસાર શુક્રવારે ગોવામાં આયોજિત રાજ્ય યુવા સંસદમાં પર્રિકરે આ વાત કરી હતી.
તેઓ યુવાનોમાં વ્યસનની લત અંગેની વાત કરી રહ્યા હતા.
તેમના નિવેદન બાદ યુવતીઓ ટ્વિટર પર બીયર સાથે ફોટો પોસ્ટ કરીને વિરોધ કરી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિષિતા ગૌતમ દ્વારા પોસ્ટ કરાયેલી ટ્વીટમાં લખ્યું છે "શ્રીમાન પર્રિકર, ગોવાથી ચિયર્સ. ચાલો મહિલાઓ આ વીકેન્ડને મજેદાર બનાવીએ."
વીના વેણુગોપાલે ટ્વીટ કર્યું છે કે #GirlWhoDrinkBeer પોતાના પિતા સાથે પણ પીવે છે.
ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ લખ્યું છે કે એક અસલી યુવતી, સેલ્ફી ગેંગ સાથે નારીવાદી નહીં.
સીમાએ લખ્યું છે કે ખાલી બીયર જ કેમ? કંઈક વધારે પણ પીઓ.
કેટલાક લોકોએ પર્રિકરના આ નિવેદનનું સમર્થન પણ કર્યું છે. રોહન શિંદેએ લખ્યું છે કે #GirlWhoDrinkBeer પરની પ્રતિક્રિયાઓ જોઈ. પરંતુ લોકો ભૂલી ગયા કે મનોહર પર્રિકર જેવા સભ્ય વ્યક્તિ યુવાનોમાં નશાની લતને લઈ ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો