બજેટ 2018: માત્ર 10 વાતમાં જાણો સમગ્ર બજેટ

નાણા પ્રધાન અરુણ જેટલીએ 2018-19ના નાણાકીય વર્ષનું અને 2019ની સંસદીય ચૂંટણી પહેલાંનું મોદી સરકારનું છેલ્લું બજેટ રજૂ કર્યું છે.
અરુણ જેટલીએ દસ મહત્ત્વની જાહેરાતો કરી છે. તેને જાણી લેવી જરૂરી છે.

- આવકવેરાની સીમામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પગારદાર કર્મચારીઓ માટે 40,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે કે જેટલો પગાર છે તેમાંથી 40,000 રૂપિયા બાદ કરીને બાકીની આવક પર ટેક્સ લાગશે.
- શિક્ષણ અને આરોગ્ય પરનો સેસ ત્રણ ટકાથી વધારીને ચાર ટકા કરવામાં આવ્યો છે.
- એક લાખ રૂપિયાથી વધુના રોકાણ પર દસ ટકા કેપિટલ ગેઇન્સ ટેક્સ.
- મોબાઇલ, ટેલિવિઝન ઉપકરણ પર કસ્ટમ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે. તેથી મોબાઇલ અને ટીવી મોંઘાં થશે.
- 70 લાખ નવા રોજગારના સર્જનનું લક્ષ્યાંક.

ઇમેજ સ્રોત, Getty Images
- આઠ કરોડ ગરીબ પરિવારોને ગેસનું કનેક્શન મફત આપવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
- નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ હેઠળ 10 કરોડ ગરીબ પરિવારોને પાંચ લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો.
- ખેડૂતોને તેમના પાકના પડતર ખર્ચનું દોઢ ગણું મૂલ્ય મળશે.
- રાષ્ટ્રપતિને પાંચ લાખ, ઉપ-રાષ્ટ્રપતિને ચાર લાખ અને રાજ્યપાલોને ત્રણ લાખ રૂપિયા પગાર મળશે.
સંસદસભ્યોના પગારમાં પણ વધારો થશે અને સંસદસભ્યોનાં ભથ્થાંની દર પાંચ વર્ષે સમીક્ષા થશે.
- 250 કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે 25 ટકા ટેક્સ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












