પ્રેસ રિવ્યૂ : પાકિસ્તાનમાં 'પદ્માવત' ફિ્લ્મ એક પણ કટ વિના રિલીઝ થશે

'સંદેશ'ના એક અહેવાલમાં જણાવાયું છે કે 'પદ્માવત' ફિલ્મ પાકિસ્તાનમાં વગર કોઈ કાપકૂપ સાથે રજૂ થઈ રહી છે.
પાકિસ્તાન સેન્સર બૉર્ડે ફિલ્મને 'યુ' સર્ટિફિકેટ આપ્યું છે. બૉર્ડના અધ્યક્ષ મોબશીર હસને જણાવ્યું છે કે કળા, સર્જનાત્મકતા અને તંદુરસ્ત મનોરંજનને રજૂ કરવામાં બૉર્ડને કોઈ જ વાંધો નથી.
ગુજરાતના સમાચાર પત્રો 'પદ્માવત' સમાચારોથી છવાયેલા છે. 'સંદેશ'ના અહેવાલમાં દાવો કરાયો છે કે ફિલ્મના વિરોધમાં અપાયેલા ગુજરાત બંધની મિશ્ર અસર જોવા મળી હતી.
જ્યારે અમદાવાદમાં અસર મૉલ, થિયેટર સિવાય બંધની અસર નહિવત રહી હતી.
જોકે, ઝાલાવાડ અને ઉત્તર ગુજરાતમાં બંધની અસર વર્તાઈ હતી. પાલનપુરમાંથી 50 લોકોની અટકાયત કરવામાં આવી હતી.
આપને આ વાંચવું ગમશે :
'ગુજરાત સમાચાર' અનુસાર 'પદ્માવત'ના વિરોધમાં અપાયેલા બંધ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વિસનગર અને મહેસાણા જવા માટે રોડ માર્ગને બદલે હવાઈ માર્ગ પસંદ કર્યો હતો.
આવું કરવા પાછળનું કારણ બંધ દરમિયાન તોડફોડ થવાની આશંકા હોવાનું અખબારનું માનવું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે ગાંધીનગરથી વિસનગર વચ્ચેનું રોડ માર્ગનું અંતર 61 કિલોમીટર જ છે.

'મારે રાજનીતિ કરવી પડે છે'

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું છે, "જાતિની રાજનીતિ મારે નથી કરવી. એવું વિચારીને જાવ છું પરંતુ સમાજ તો જાતિ પર જ મત આપે છે. તો મારે કરવી જ પડે છે. મારે ત્યાં ટકવું છે ત્યારે તો પરિવર્તન કરી શકીશ."
ભાગવતે કહ્યું, "જીવનના કોઈપણ ક્ષેત્રમાં ભલે તે વેપાર હોય કે રાજનીતિ, સામાજીક રૂપે અપનાવાયેલી નૈતિક પરંપરાઓ રાજનીતિમાં જોવા મળે છે. પરિવર્તન લાવવાની જરૂરત છે."
ભાગવતે રાષ્ટ્રવાદ અને બિઝનેસમાં નૈતિક પરંપરાના વિષય પર વાત કરતા કહ્યું કે નેતાઓને એક નિશ્વિત સીમા સુધી સુધારા માટે પોતાનાં હિતોનો ત્યાગ કરવાની જરૂરત છે.

પદ્મ એવોર્ડની જાહેરાત

ઇમેજ સ્રોત, Getty Images
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે 85 લોકોને પદ્મ અવૉર્ડ્સ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ નામોમાં સંગીતકાર ઇલિયારાજા, ગુલામ મુસ્તફા ખાન, મહેન્દ્રસિંહ ધોનીનો સમાવેશ થાય છે.
આ નામોમાં ગુજરાતના વરિષ્ઠ ડૉક્ટર પંકજ શાહ, આઈએએસ ઑફિસર એસએસ રાઠોડ અને ફૉટો-જર્નલિસ્ટ ઝવેરીલાલ મહેતાનો સમાવેશ થાય છે.
નાટ્ય અને ફિલ્મના મૂળ ગુજરાતી કલાકાર મનોજ જોશીની પણ આ પુરુસ્કાર માટે પસંદગી કરાઈ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












