ભારતે પાકિસ્તાનને બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં હરાવ્યું, બીજી વખત ટ્રૉફી જીતી

ઇમેજ સ્રોત, @BLIND_CRICKET
બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને પરાજય આપીને બીજી વખત આ ખિતાબ જીત્યો છે.
શારજાહમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે પાકિસ્તાનને બે વિકેટે પરાજય આપ્યો હતો.
ભારત સામે વિજય માટે 309 રનનું લક્ષ્ય હતું, જે ભારતે બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું.
તમને આ પણ વાંચવું ગમશે
ભારતે 38.2 ઓવરમાં જીતનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા દાવ લેતા પાકિસ્તાને 40 ઓવરમાં આઠ વિકેટે 308 રન બનાવ્યા હતા.

કોણે કેટલા રન બનાવ્યા?

ઇમેજ સ્રોત, Twitter
વડાપ્રધાન નરેદ્ર મોદીએ પણ વિજય બદલ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
સુનિલ રમેશ આ મેચના હીરો રહ્યા હતા. તેમણે 93 રન ફટકાર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૅપ્ટન વિજય રેડ્ડીએ પણ 63 રન બનાવ્યા હતા.
આ સાથે જ ભારતે વર્લ્ડ ચૅમ્પિયનનો ખિતાબ જાળવી રાખ્યો હતો.
ગત વર્ષે પણ ભારતે બ્લાઇન્ડ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને પરાજય આપ્યો હતો.
પાકિસ્તાનના રિયાસત ખાને 48 તથા કેપ્ટન નિસાર અલીએ 47 રન બનાવ્યા હતા.
અગાઉ ગ્રૂપ ક્વૉલિફાયિંગ રાઉન્ડ વખતે પાકિસ્તાને ભારતને પરાજય આપ્યો હતો.
પરંતુ આ વખતે ગ્રૂપ તથા ફાઇનલ બંનેમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
પુરસ્કાર વિતરણ કાર્યક્રમમાં સૌથી મોટું આકર્ષણ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઝહીર અબ્બાસ અને ભારતના પૂર્વ વિકેટ કિપર-બૅટ્સમૅન સૈયદ કિરમાણી હતા.
એક સમયે અબ્બાસને 'એશિયાના બ્રેડમેન' કહેવામાં આવતા.

કોણ છે જીતના નાયક સુનીલ રમેશ?

ઇમેજ સ્રોત, BLIND_CRICKET
- સુનીલ રમેશનો જન્મ 7 એપ્રિલ 1998ના દિવસે કર્ણાટકમાં થયો હતો. બ્લાઇન્ડ ક્રિકેટની વેબસાઇટના અહેવાલ મુજબ, સુનીલના માતા-પિતા રોજમદાર તરીકે કામ કરે છે.
- સુનીલને એક ભાઈ અને એક બહેન છે. સુનીલને નાનપણથી જ રમતગમતમાં રસ હતો.
- એક દિવસ ક્રિકેટ રમતારમતા સુનીલની આંખમાં વાયર ઘૂસી ગયો. જેના કારણે સુનીલે જમણી આંખનું નૂર ગુમાવી દીધું.
- જમણી આંખની ઈજાની અસરની સુનીલની ડાબી આંખ પર પણ થઈ. સમય પસાર થતાં તેમની ડાબી આંખની રોશની પણ ઓછી થવા લાગી.
- 11 વર્ષની ઉંમરે સુનીલે બ્લાઇન્ડ સ્કૂલમાં પ્રવેશ લીધો. સુનીલના સ્કૂલ ટીચર કુમાર નાઇકે તેમને કર્ણાટકના ચિકમંગલૂર ખાતે આવેલી એક સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરી.
- ઉત્કૃષ્ટ રમતને કારણે સુનીલને સ્ટેટ બ્લાઇન્ડ ટીમમાં સ્થાન મળ્યું. 2016માં એશિયા કપ માટે સુનીલને નેશનલ ટીમમાં સ્થાન મળ્યું.
- સુનીલ રમેશ ટી-20 વર્લ્ડ કપ પણ રમી ચૂક્યા છે. જેમાં તેમણે પાકિસ્તાન વિરુદ્ધ ત્રણ વિકેટો ખેરવી હતી.
- હાલમાં સુનીલ ગ્રેજ્યુએશનના બીજા વર્ષમાં છે. સુનીલ બ્લાઇન્ડ ક્રિકેટમાં મોટું નામ બનવા માગે છે.
- બ્લાઇન્ડ ક્રિકેટની વેબસાઇટ મુજબ, સુનીલ રમેશે કર્ણાટક સરકારમાં નોકરી માટે અરજી કરી છે, પરંતુ હજુ સુધી તેમને નોકરી મળી નથી.
- સેમીફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે પરાજય આપ્યો હતો.

ટીમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

ઇમેજ સ્રોત, @BLIND_CRICKET
સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ભારતે ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલો પહેલી મેચ વરસાદને કારણે રદ્ થઈ હતી. બાદમાં ભારતે ઓસ્ટ્રેલિયાને છ વિકેટે પરાજય આપ્યો હતો.
એ મેચમાં ભારતની સામે વિજય માટે 359 રનનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો હતો. જે દીપક મલિકના 179 રનની મદદથી છ વિકેટના ભોગે હાંસલ કરી લીધો હતો.
શ્રીલંકા બાદ ભારતે પાકિસ્તાનને સાત વિકેટે અને બાંગ્લાદેશને દસ વિકેટે પરાજય આપ્યો હતો. ગ્રૂપ સ્પર્ધાની છેલ્લી મેચમાં ભારતે નેપાળને આઠ વિકેટે પરાજય આપ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












