'મેં યૂટ્યૂબ પર મારી સેક્સ ટેપ જોઈ હતી...'

ક્રિસી ચેમ્બર્સ

યૂટ્યૂબ પર પોતાના ગીતોથી પ્રખ્યાત બનેલી ક્રિસી ચેમ્બર્સે કહ્યું કે તેમના પૂર્વ પ્રેમીએ જે સિક્રેટ સેક્સ ટેપને ઑનલાઇન મૂકી છે તેનાથી તેમની જિંદગી પર ભારે અસર થઈ છે.

તેમણે કહ્યું, "આ ઘટનાએ મારી જિંદગીમાં બધી રીતે અસર કરી છે અને મને લાગે છે કે આગામી સમયમાં પણ તેની અસરો રહશે."

પૂર્વ પ્રેમી સામે ચાર વર્ષ સુધી કાયદાકીય લડાઈ લડનારી ચેમ્બર્સ યૂટ્યૂબ મ્યુઝિશિયનથી 'રિવેન્જ પૉર્ન કૅમ્પેનર'ના રૂપમાં ચર્ચિત થઈ ગઈ છે.

ક્રિસી ચેમ્બર્સે કહ્યું, "મને શરૂઆતમાં એક મિત્ર અને પ્રશંસક દ્વારા ખબર પડી. તેણે મને લખ્યું કે, એક લિંક ઝડપથી વાઇરલ થઈ રહી છે."

તમને આ પણ વાંચવું ગમશે

"કોઈ અમારી યૂટ્યૂબ ચેનલમાં દરેક વીડિયો પર આ લિંક શેર કરતું હતું અને લોકોને કહેતું હતું કે શું તમને લાગે છે કે ક્રિસી ચેમ્બર્સ રોલ મૉડલ છે?

"તે એક વેશ્યા છે, આ વીડિયો જુઓ, ખબર પડી જશે.

"મેં લિંક પર ક્લિક કરી તો પહેલીવારમાં જ સમજાઈ ગયું કે આખરે થયું છે શું? હું આઘાતમાં સરી પડી.

"એવું લાગ્યું કે કોઈ મને બેઝબૉલથી મારી રહ્યું છે. એવું લાગી રહ્યું હતું કે જાણે મારી દુનિયા જ ખતમ થઈ ગઈ."

line

'23 વર્ષની ઉંમરે દારૂ પીવાની ટેવ પડી'

ક્રિસી ચેમ્બર્સ

આ ઘટનાની તેમના જીવન પર શું અસર પડી?

આ સવાલના જવાબમાં ક્રિસી ચેમ્બર્સ કહે છે, "હું ડિપ્રેશનમાં જતી રહી, 23 વર્ષની ઉંમરમાં જ દારૂ પીવા લાગી. હું લગભગ મરી ગઈ હતી

"મને ભયાનક સપનાં આવતાં હતાં. મારા સંબંધો પર પણ તેની અસર પડી.

"હું મારા પાર્ટનર સાથે એક સફળ યૂટ્યૂબ ચેનલ ચલાવી રહી હતી. અમને 50 હજાર મહિલાઓ ફૉલો કરતી હતી. વીડિયો જોયા બાદ તેમણે મને મહેણાંટોણાં માર્યાં."

ક્રિસી ચેમ્બર્સ કહ્યું, "આ મારા દિલને તોડનારી ઘટના હતી, પરંતુ હું જાણતી હતી કે આ લોકોએ જ મને પ્રેમ અને સમર્થન આપ્યું છે.

"તેનાથી મને ન્યાય માટે ઊભા થવાનું સાહસ મળ્યું. હું એક ઉદાહરણરૂપ બનવા માગતી હતી જેથી ભવિષ્યમાં કોઈ સાથે આવી ઘટના ના ઘટે.

કાયદાની બાબતો પર વાત કરતા તેમણે કહ્યું, "મારા પૂર્વ પ્રેમીએ વીડિયો ત્યારે અપલોડ કર્યો હતો જ્યારે રિવેન્જ પોર્નનો કાયદો બ્રિટનમાં પાસ થયો ન હતો.

"જ્યારે કાયદો બન્યો ત્યારે હું બ્રિટન આવી ગઈ હતી અને ફરિયાદ દાખલ કરાવવા ગઈ હતી, પરંતુ તેમણે કહ્યું કે આપરાધિક કેસ ચલાવવો શક્ય નથી."

line

નોટિસ મોકલવી પડી

ક્રિસી ચેમ્બર્સ

તેઓ જણાવે છે, "એક મહિનામાં અમે જરૂરી નાણાની જોગવાઈ કરી. આ મામલે લોકોએ મને ખૂબ સહકાર આપ્યો. ઘણી જગ્યાએ મારા અનુભવો ખરાબ પણ રહ્યા. પણ અંતે હું કેસ જીતી ગઈ.

"મને દરેક વીડિયોના કૉપીરાઇટ મળી ગયા.

"હવે જો કોઈ પણ વ્યક્તિ એ વીડિયોનો ઉપયોગ કરે છે તો હું સીધી તેમની સાઇટ પર જઉં છું અને કૉપીરાઇટ ક્લેમ કરી શકું છું. તેનાથી વીડિયો હટી જશે અથવા તો કાયદાકીય કાર્યવાહી થશે."

ક્રિસીએ જણાવ્યું કે તેમણે ઘણી વેબસાઇટ સાથે સંપર્ક કરવા પ્રયાસ કર્યા જેથી તેમનો વીડિયો હટાવી શકાય, પરંતુ કોઈએ જવાબ ન આપ્યો.

આખરે તેમણે વકીલના માધ્યમથી નોટિસ ફટકારી, ત્યારે વીડિયો હટાવવામાં આવ્યો.

તેમનું કહેવું છે કે બીજા લોકો પણ આ પ્રકારના મામલે ચૂપ રહેવાને બદલે સામે આવે અને લડે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો