2017 વિશેષ : વિજ્ઞાન-પર્યાવરણ ક્ષેત્રે બીબીસીના ખાસ અહેવાલ

પશ્ચિમ આફ્રિકામાં વન્ય પ્રાણીઓની તસ્કરીથી લઈને ભવિષ્યમાં ઇન્ટરનેટ કેવું હશે તે અંગેના આ અહેવાલ છે.

વર્ષ 2017માં બીબીસી દ્વારા પ્રકાશિત વિજ્ઞાન અને પર્યાવરણ અંગેના આ શ્રેષ્ઠ અહેવાલ છે.

અહેવાલો એવા છે કે વાચકોએ લાંબો સમય ફાળવીને પણ તેનું ખાસ વાંચન કર્યું છે.

ચિંપાજીના બચ્ચાઓનો ગેરકાનૂની વેપાર

લેખક - ડેવિડ શુકમેન અને સેમ પિરેંટી

ચિંપાજીની તસવીર
ઇમેજ કૅપ્શન, જુનિયર નામનું 'બેબી ચિંપાજી'

ચિંપાજીના બચ્ચાઓના ગેરકાનૂની વેપારના ખુફિયા નેટવર્ક જાણવા તપાસવા બીબીસીના ડેવિડ શુકમેન અને સેમ પિરેંટીએ એક વર્ષ સુધી 'ઇન્વેસ્ટિગેશન' કર્યું.

નેટવર્કનું પગેરું મેળવતા મેળવતા પશ્ચિમ આફ્રિકામાં વન્ય પ્રાણીઓની તસ્કરીના હબ સુધી પહોંચી ગયા.

તમને આ પણ વાંચવું ગમશે

જ્યાંથી એક વર્ષ નાના જુનિયર નામના 'બેબી ચિંપાજી'ને બચાવવામાં આવ્યું હતું.

વાતાવરણમાંથી કાર્બન ડાયઑક્સાઇડ ખેંચી લેતી ટેક્નોલૉજી

લેખક - મેટ મેકગ્રા

હવામાંથી કાર્બન ડાયઑક્સાઇડ ખેંચી લેતા સાધનોની તસવીર

ઇમેજ સ્રોત, CLIMEWORKS

ઇમેજ કૅપ્શન, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ખેંચી લેતું સાધન

2017માં પ્રકાશિત અહેવાલોએ સૂચવ્યું કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતાએ વિક્રમ તોડી નાખ્યા છે.

જ્યારે બીજી તરફ જોખમકારક બનેલા કાર્બનના સ્તરને ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા કરવામાં આવતા પ્રયાસ પૂરતા નથી.

શું ટેક્નોલૉજી દ્વારાવાતાવરણમાંથી કાર્બન ડાયઑક્સાઇડનું પ્રમાણ ઘટાડી શકાય?

અહેવાલમાં તેનો જવાબ આપવામાં આવ્યો છે.

'આપણા શનિનું વર્ષ' : કેસિનીની ઐતિહાસિક અવકાશયાત્રા

લેખક - પોલ રિંકન

અકાશની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શનિ અને તેની ભ્રમણકક્ષા

શનિ અને તેના ચંદ્ર ફરતે 13 વર્ષની યાત્રા બાદ સપ્ટેમ્બર 2017માં કેસિનીની આવકાશ યાત્રાનું મિશન પૂર્ણ થયું.

શનિના વાતાવરણમાં અવકાશયાનનું નિયંત્રીત રીતે તૂટવાની ઘટનાની નોંધરૂપે બીબીસીએ ખાસ સ્ટોરી કરી હતી.

જેમાં આ અવકાશ યાત્રાનું મિશન હાથ ધરનારા લોકોના અનુભવ દ્વારા આ મિશનની સ્ટોરી વાચકો સુધી પહોંચાડી હતી.

પૃથ્વીમાં થતી ચોક્કસ પ્રક્રિયાની શોધ

લેખક - જોનાથન એમોસ

યુવકની તસવીર

ઇમેજ સ્રોત, THE GEOLOGICAL SOCIETY, MCKENZIE ARCHIVE

ઇમેજ કૅપ્શન, ડૉ. મેક કેન્ઝી : 1960ના યુવા વૈજ્ઞાનિકના સવાલોએ તેમના સિનિયરોને પણ મૂંઝવણમાં મૂકી દીધા હતા

વીસમા સદીની કઈ શોધને તમે સૌથી મહત્ત્વપૂર્ણ ગણશો?

દરેક માટે એક શોધનું ઘણું મહત્ત્વ હશે અને તે 'પ્લેટ ટેક્ટોનિક્સ' બાબતે છે.

આ થીયરી પચાસ વર્ષ જૂની છે, પણ પ્રથમ વાર તેમાં રહેલા જ્વાળામુખી અને ભૂકંપ માટેના કારણો સાથે સંમતિ જોવા મળી.

ભાવિ પેઢી માટેના ઇન્ટરનેટનું સર્જન

લેખક - મેરી એન રસન

ઇન્ટરનેટ ગ્રાફિક્સની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સૌથી ઝડપી ઇન્ટરનેટની શોધ પર સંશોધન

વિશ્વભરમાં લૅબોરેટરીમાં સૌથી ઝડપી 'ક્વૉન્ટમ કમ્પ્યૂટર' વિકસાવવામાં આવ્યા.

પણ આ ભાવિ પેઢીનું મશીન કઈ રીતે કામ કરશે?

વૈજ્ઞાનિકો પહેલાથી જ પ્રકાશ (લાઇટ) આધારિત 'ક્વૉન્ટમ ઇન્ટરનેટ' પર કામ કરી રહ્યા છે.

આ ઇન્ટરનેટ 'ક્વૉન્ટમ કમ્પ્યૂટર' માટે સક્ષમ હશે.

અમેરિકા-મેક્સિકો સરહદ પર દિવાલની ત્યાંના વન્યજીવન પર અસર

લેખક - વિક્ટોરિયા ગિલ

અમેરિકા-મેક્સિકો સરહદની તસવીર
ઇમેજ કૅપ્શન, એમેરિકા-મેક્સિકો સરહદ

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા-મેક્સિકો સરહદ પર 'ગ્રેટ વૉલ' (દીવાલ) બાંધવાનો વાયદો કર્યો હતો.

જે તેમના ચૂંટણી પ્રચારથી લઈને અત્યાર સુધી તેમના અંગેની સૌથી મોટી વિવાદીત બાબત રહી છે.

વૈજ્ઞીનિકોએ આ દીવાલને કારણે ત્યાના વન્યજીવન પર થનારી અસર પર સંશોધન શરૂ કરૂ દીધા છે.

ત્યાં રણની 'ઇકોસિસ્ટમ' (પ્રકૃતિ)ને જાળવી રાખવાના પડકારો પહેલેથી જ છે.

એક ટીમ સોનોરેન રણ જે પહેલાથી જ સરહદ પર વિભાજિત છે ત્યાંના વન્યજીવન પર અભ્યાસ કરી રહી છે.

line

સો કરોડ વસ્તીની શક્તિ : 'જિનેટિક્સ'માં ભારતની ક્રાંતિ

લેખક - કેટ આર્ની

લોકોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસવીર

શું સો કરોડની વસ્તીનો 'જિનેટિક્સ' ડૅટા ભારતને અદ્યતન આરોગ્ય ક્ષેત્રમાં અગ્રણી બનાવી શકશે?

આ હતા બીબીસીના વર્ષ 2017ના સાયન્સ અને પર્યાવરણ અંગેના ખાસ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો